SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૯ * साम्यप्रभावोपदर्शनम् ॐ અધ્યાત્મોપનિષxકરણ-૪/૨૩ अप्राप्तधर्माऽपि पुरादिमार्हन्माता शिवं यद्भगवत्यवाप । नाप्नोति पारं वचसोऽनुपाधिसमाधिसाम्यस्य विजृम्भितं तत् ॥२२॥ पुरा = पूर्वं अप्राप्तधर्माऽपि आदिमाईन्माता = ऋषभदेवाभिधान-प्रथमतीर्थङ्करजननी मरुदेवा भगवती यत् शिवं = मुक्तिं अवाप = जगाम तत् अनुपाधिसमाधिसाम्यस्य = निरुपाधिकसमाधिमयसाम्यस्य विजृम्भितं = विकसितप्रभावसौन्दर्यं वचसः पारं = विषयं नाप्नोति, वचोऽतिगत्वात्तस्य । योगशास्त्रेऽपि > પૂર્વમપ્રતિધર્મા પરમાનન્દન્દ્રિતા | યોજા,માવતઃ પ્રાપ મરવા પર પમ્ II –(૨/૨૨) રૂત્યે साम्ययोगस्य प्रभावो दर्शितः । न च शास्त्रसमूहस्यापि तद्दर्शकत्वं सम्भवति, तस्य तत्त्वतोऽनुभवैकगम्यत्वात् । तदुक्तं अध्यात्मसारे > दिङ्मात्रदर्शने शास्त्रव्यापारः स्यान्न दूरगः । अस्याः स्वानुभवः पारं सामर्थ्याख्योऽવાતે || *– (૧/૨૮) બાદ = સમતા: ૪/૨૨ા પ્રત પ્રકરણમુસિંહતિ > “ત'તિ | इति शुभमतिर्मत्वा साम्यप्रभावमनुत्तरं, य इह निरतो नित्यानन्दः कदापि न खिद्यते। विगलदखिलाविद्यः पूर्णस्वभावसमृद्धिमान्, स खलु लभते भावारीणां जयेन यशःश्रियम् ||૨૩ાા ઢીકાર્ય :- અષભદેવ નામના પ્રથમ તીર્થંકરની માતા ભગવતી મરૂદેવીએ અનાદિ કાળમાં ક્યારેય પૂર્વે ધર્મ પ્રાપ્ત કર્યો ન હતો, છતાં તેઓ મોક્ષમાં ગયા, તે નિરૂપાધિક સમાધિમય સમતાના જ પૂર્ણ વિકસિત પ્રભાવનું સૌંદર્ય છે. તેનો શબ્દથી પાર પામી શકાતો નથી, કારણ કે તે શબ્દાતીત છે. યોગશાસ્ત્રમાં પણ સામ્યયોગનો પ્રભાવ બતાવતા જણાવેલ છે કે – પૂર્વે ધર્મને પ્રાપ્ત ન કરવા છતાં પણ યોગના પ્રભાવથી પરમાનંદથી ખુશ થયેલ મરૂદેવા માતા પરમપદને પામ્યા. ઢગલાબંધ શાસ્ત્રો પણ તે સામ્યયોગને સ્પષ્ટ રીતે બતાવી શકતા નથી, કારણ કે પરિશુદ્ધ સામ્યયોગ કેવલ અનુભવગમ્ય છે. અધ્યાત્મસા૨માં જણાવેલ છે કે – શાસ્ત્રની પ્રવૃત્તિ તો સમતાનું કેવળ દિગદર્શન કરાવે છે. –દિગદર્શન કરાવ્યા બાદ શાસ્ત્ર એક ડગલું પણ આગળ વધતું નથી. સામર્થ્યયોગ નામનો સ્વઅનુભવ જ સમતાનો પાર પામે છે. <–(૪/૨૨) કી પ્રકરણ ઉપસંહાર કી પ્રસ્તુત પ્રકરણનો ઉપસંહાર કરતા પ્રકરણકારથી કહે છે કે - શ્લોકાર્ચ :- આ પ્રમાણે શુભમતિવાળો જે સાધક સમતાના અનુપમ પ્રભાવને જાણી તેમાં મગ્ન થઈ સદા આનંદવાળો બની ક્યારેય ખેદ પામતો નથી, તેની સઘળી અવિઘાઓ પીગળી જાય છે, તે પૂર્ણ સ્વભાવની સમૃદ્ધિવાળો આંતરશત્રુઓના વિજય વડે યશલક્ષ્મીને પ્રાપ્ત કરે છે. (૪/૨3) ટીકાર્ય :- આ પ્રમાણે સમતાનો સર્વોત્કૃષ્ટ પ્રભાવ જાણીને જે બુદ્ધિવાળો સાધક પરિશુદ્ધ સામ્યયોગમાં પરાયણ થાય છે તે સદા પ્રસન્ન બને છે, તે ક્યારેય પણ ગ્લાન કે પ્લાન થતો નથી. આ રીતે ખેદ પામ્યા વિના સામયોગની શુદ્ધિના પ્રકર્ષથી સઘળી અવિદ્યા, વિપર્યાસ, ગેરસમજ વગેરેના સમૂહને તે ગાળી નાંખે છે અને પરિપૂર્ણ પરમાત્માના આનંદ સ્વભાવના વૈભવનો માલિક બને છે. રાગ, દ્વેષ, વિષયવાસના, કષાય વગેરે આંતર શત્રુઓ પર વિજય મેળવી, પરમ પદની પ્રાપ્તિથી પ્રસિદ્ધ થયેલ યશકીર્તિને પ્રાપ્ત કરે છે. “થરાશ્રિય” આ પ્રમાણે નિર્દેશ કરવા દ્વારા મહોપાધ્યાય ગ્રંથકારશ્રીએ પોતાનું “યશોવિજય એવું નામ સૂચિત કર્યું છે.
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy