SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ रागादिरहितबुद्ध्या साक्षिवद्दर्शनम् ૩૪૬ અધ્યાત્મોપનિષત્પ્રકરણ ततो सो मज्झो गतो, य जवा कोंचगेण गिलिया । सो य आगतो न पेच्छइ । रण्णो य चेइयच्चणियाए वेला ढुक्कइ। ‘अज्ज अट्ठ खंडाणि कीरामि' त्ति साहुं संकति । पुच्छइ । तुहिक्को अच्छइ । ताहे सीसावेढेण बंधइ। भणितो य- साह केण गहिता ? ताहे तहा आवेढितो जहा भूमिए अच्छीणि पडियाणि । कुंचगो दारुं फोडतेण सिलिकाए आहतो गलए तेण ते जवा वंता । लोगो भइ વાવ ! તે તે નવા' | सोवि भयवं तं वेयणं अहियासंतो कालगतो सिद्धो य - ॥४/१८॥ = તથા > ‘નાòતિ । जज्वाल नान्तः श्वसुराधमेन, प्रोज्ज्वालितेऽपि ज्वलनेन मौलौ । मौलिर्मुनीनां स न कैर्निषेव्यः, कृष्णानुजन्मा समतामृताब्धिः ॥ १९ ॥ श्वसुराधमेन सोमिलाभिधानेन ब्राह्मणेन स्वजामातृकृतसंसारपरित्यागनिमित्तकस्वपुत्रीदुःखकल्पनकुपितेन मौलौ = शिरसि ज्वलनेन श्मशानाङ्गारकेण प्रोज्ज्वालितेऽपि यो न अन्तः = अन्तःकरणे लेशतोऽपि जज्वाल स मुनीनां मौलिः साम्यसुधासागरः कृष्णानुजन्मा श्रीकृष्णाभिधानवासुदेवानुजः श्रीनेमिनाथतीर्थङ्करसमकालीनो गजसुकुमालः मुनिः कैः न निषेव्यः । सर्वैरेव समताभ्यासिभिर्मुमुक्षुभिः स सेव्य एवेत्यर्थः । तदुक्तं बृहत्संन्यासोपनिषदि → योऽन्तः शीतलया बुद्ध्या साधुशिरोमणिः समतामृताब्धिः - = વડે લાકડાની ફાંસ ક્રોંચ પક્ષીના ગળામાં વાગી અને તેના કારણે તે પક્ષીએ સોનાના જવલાની ઉલટી કરી. લોકોને આ વાતની જાણ થઈ. લોકો સોનીને કહે છે “પાપી ! આ રહ્યા તારાં સોનાના જવલા.'' તે મુનિ ભગવંત પણ તે વેદનાને સહન કરતા કેવલજ્ઞાન પામી કાલધર્મ પામી મોક્ષમાં સિધાવ્યા. –(૪/૧૮) * ગજસુકુમાલ મુનિને કોટી કોટી વંદના શ્લોકાર્થ :- અધમ સસરાએ સળગતા અંગારાથી માથું સળગાવવા છતાં જે અંતઃકરણમાં લેશ પણ કોપ ન પામ્યા તે સમતારૂપી અમૃતના સાગર, મુનિઓમાં મુગટ સમાન અને કૃષ્ણના નાના ભાઈ એવા ગજસુકુમાલ મુનિ કોના વડે સેવ્ય નથી ? (૪/૧૯) ટીડાર્થ :- બાવીસમા શ્રીનેમનાથ ભગવાનના કાળની આ વાત છે. સોમિલ નામના બ્રાહ્મણે પોતાની દીકરી વાસુદેવ શ્રીકૃષ્ણના નાનાભાઈ ગજસુકુમાલને પરણાવી. પણ તેમનાથ ભગવાનની દેશના સાંભળીને ગજસુકુમાલ વૈરાગી થયા અને સંયમસાધનાના પંથે સંચર્યા. પોતાના જમાઈએ દીક્ષા લીધી તેના કારણે પોતાની દીકરીના દુઃખની કલ્પનાથી કોપાયમાન થયેલ સોમિલ સસરાએ સ્મશાનમાં કાઉસગ્ગ ધ્યાને ઉભેલા જમાઈ ગજસુકુમાલ મુનિના માથા ઉપર સ્મશાનના સળગતા અંગારા ભર્યા. માથું સળગવા છતાં મુનિ મનમાં લેશમાત્ર પણ ગુસ્સે ન થયા. ઊલટું, કર્મનિર્જરામાં નિમિત્ત થવાને કારણે પોતાના સસરાને ઉપકારી માન્યા. ‘શિવસુંદરીને પરણવા જતા અને સિદ્ધશીલાનું શાશ્વત રાજ્ય પામવા માટે થનગનતા એવા મારા માથે સસરાએ શુકનની પાઘડી બાંધી.’’ આવી સુંદર વિચારધારાના કારણે સમતારૂપી અમૃતના તેઓ સાગર બન્યા. મુનિઓમાં તે મુગટ સમાન હતા. આવા મુનિ કોને સેવ્ય ન હોય ? અર્થાત્ સમતાનો અભ્યાસ કરનાર એવા સર્વ મુમુક્ષુઓ માટે ગજસુકુમાલ મુનિ સેવનીય છે, વંદનીય છે, પૂજનીય છે. બૃહસંન્યાસઉનિષમાં જણાવેલ છે કે —> અંતઃકરણમાં શીતલ તથા રાગદ્વેષથી મુક્ત એવી બુદ્ધિથી જે સાક્ષીની જેમ કેવલ દૃષ્ટાભાવે જુએ છે તેનું જ જીવન શોભે છે. – (૪/૧૯)
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy