________________
અધ્યાત્મોપનિષત્મકરાણ * ज्ञानस्य क्रियातिशायित्वम् 88
૨૯૪ लब्ध्वाऽपि यत् प्रमाद्यन्ति यत् स्खलत्यथ संयमात् । सोऽपि चारित्रमोहस्य विपाकः परिकीर्तितः (३५/ १८) - इति । अतः छद्मस्थानां संयमस्थानानि तारतम्याऽऽलिङ्गितानि भवन्ति । एकं = अद्वितीयं तारतम्यशून्यमखण्डं मोहक्षोभविहीनं तु संयमस्थानं = यथाख्यातचारित्रं जिनानां राग-द्वेष-मोहजेतृणां अवतिष्ठते । तद्भिन्नानां छद्मस्थानां त्वप्रमाद-प्रमादभावनाभ्यां शुद्धि-वृद्धि-हानियुक्तानि नानाविधानि संयमस्थानानि चञ्चलानि भवन्ति । अतः तदप्रतिपात-वृद्धयादिकृतेऽवश्यमजिनैः सत्क्रियायोगो न त्यक्तव्यः तत्परिशुद्धये यतितव्यश्चेत्युपदेशः ॥३/१८॥ જ્ઞાનનયાનુસારી રીતે > “જ્ઞાને'તિ |
अज्ञाननाशकत्वेन ननु ज्ञानं विशिष्यते ।
न हि रज्जावहिभ्रान्तिर्गमनेन निवर्तते ॥१९॥ ननु अज्ञाननाशकत्वं ज्ञान एव वर्तते न तु क्रियायाम् । इत्थं अज्ञाननाशकत्वेन ज्ञानं = सम्यग्ज्ञानं विशिष्यते = क्रियामतिशेते । न हि रात्रौ सन्ध्याकाले वा रजौ = दूरस्थे दवरके जायमाना अहिभ्रान्तिः = 'अयं सर्पः' इत्याकारको भ्रमः शतशोऽपि गमनेन = पलायनक्रियया निवर्तते । अतो बलाधिकत्वाપ્રશ્ન અસ્થાને છે. કેમ કે અનાદિ કાળના કુસંસ્કાર બળવાન છે. જ્ઞાનાર્ણવ ગ્રંથમાં શુભચંદ્રજીએ જણાવેલ છે કે – તન્વનો સારી રીતે અભ્યાસ કરેલ હોય, સારી રીતે જાણેલ હોય અને દઢ નિર્ણય પણ કરેલો હોય છતાં અનાદિકાલીન વિભ્રમ = મિથ્યાસંસ્કારના કારણે યોગીઓ પણ તત્ત્વથી ખલના પામે જ છે. ચારિત્ર મેળવ્યા પછી પણ જેઓ પ્રમાદ કરે છે, સંયમથી સ્કૂલના પામે છે તે પણ ચારિત્રમોહનીયનો વિપાક કહેવાયેલ છે. અર્થાત્ ચારિત્રમોહનીય કર્મના ઉદયના લીધે યોગીઓ પણ શુભ અધ્યવસાયની ધારાથી, સમ્યમ્ દર્શનજ્ઞાન-ચારિત્રથી ખલના પામે તેવી પુરેપુરી શક્યતા રહેલી છે. કારણ કે છદ્મસ્થ જીવોના સદ્ગુણો, સંયમસ્થાનો તરતમ ભાવવાળા હોય છે. સમ્યગ દર્શન, દેશવિરતિ કે સર્વવિરતિ પામ્યા પછી તેનાથી પતિત થયા વિના મોક્ષમાં જનારા જીવો વિરલ હોય છે - આ વાત આગમમાં પ્રસિદ્ધ છે. અદ્વિતીય, તારતમ્પશૂન્ય, અખંડ, મોહક્ષોભરહિત એવું એકનું એક સંયમસ્થાન = યથાખ્યાત ચારિત્ર તો રાગ-દ્વેષ-મોહને જીતનારા જિનેશ્વર ભગવંતોને જ હોય છે. યથાખ્યાત ચારિત્રીથી ભિન્ન એવા છાસ્થ સંયમી જીવોના વિવિધ પ્રકારના સંયમસ્થાનો ચંચળ હોય છે, કારણ કે અપ્રમાદ ભાવથી તે સંયમ સ્થાનોની શુદ્ધિ અને વૃદ્ધિ થાય છે તેમ જ પ્રમાદભાવથી તેની હાનિઅશુદ્ધિ થાય છે. તે કારણે સંયમસ્થાનથી ભ્રષ્ટ ન થવાય તેમ જ તેની પુષ્ટિ-શુદ્ધિ થાય તે માટે યથાખ્યાત ચારિત્રી સિવાયના જ્ઞાનયોગીઓએ સક્રિયા યોગ છોડવો ન જોઈએ તેમ જ ક્રિયાયોગની શુદ્ધિ માટે પ્રયત્ન કરવો જોઈએ. આવો ઉપદેશ પ્રસ્તુતમાં પ્રાપ્ત થાય છે.(૩/૧૮)
જ્ઞાનનયને અનુસાર વ્યક્તિ પ્રસ્તૃતમાં શંકા કરે છે કે :
શ્લોકાર્ચ :- અજ્ઞાનનાશક હોવાના કારણે જ્ઞાન જ ઉત્કૃષ્ટ છે. ખરેખર, દોરડામાં થયેલ સર્પની ભ્રાન્તિ ભાગી જવાથી નિવૃત્ત થતી નથી. (૩/૧૯)
ઝક ક્રિયા કરતાં જ્ઞાન બળવાન - પૂર્વપક્ષ ઝE ઢીકાર્ચ - -> જ્ઞાન જ અજ્ઞાનનો નાશ કરે છે, નહિ કે કિયા. આમ અજ્ઞાનનાશક હોવાના કારણે સમ્યગ જ્ઞાન એ કિયા કરતા ચઢી જાય છે. રાત્રીના સમયે અથવા સંધ્યાકાળે દર રહેલા દોરડામાં ‘આ સાપ છે'- તેવા પ્રકારનો જે ભ્રમ ઉત્પન્ન થાય છે તે સેંકડોવાર પણ ભાગી જવાની ક્રિયાથી નિવૃત્ત થતો નથી.