SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મોપનિષપ્રકરણ * आचारभ्रष्टानां धर्मशून्यता * ૨૯૦ लेखन-दानादिका सर्वज्ञोक्ता शुभक्रिया प्रबलशक्तिमती सती जातं = स्वसामग्रीसमुपजातं भावं = प्रशस्ताध्यवसायं न पातयेत् = स्थिरीकुर्यात् वृद्धिश्चापादयेत्, अजातं = सामग्रीवैकल्यादनुत्पन्नं भावं = प्रशस्ताध्यवसायं जनयेदपि = उत्पादयेदपि । शुभक्रियात्यागे जातोऽपि शुभभावः शिथिलः स्यात् विनश्येच्च । अजातश्च शुभाध्यवसायो नैव जायेत । तदुक्तं पराशरस्मृतौ अपि → आचारभ्रष्टदेहानां भवेद् धर्मः પરાક્રવ: <– (૨/૩૭) તિ | वस्तुतस्तु 'गुणवद्बहुमानादेः' इत्यत्राऽऽदिपदेन प्रतिपक्षजुगुप्सा-परिणत्यालोचन-तीर्थङ्करभक्ति-साधुपर्युपासनोत्तरगुणश्रद्धानां ग्रहणं कर्तव्यम् । तदुक्तं पञ्चाशके → तम्हा णिच्चसईए बहुमाणेणं च अहिगयगुणमि । पडिवक्खदुगंछाए परिणइआलोयणेणं च ॥ तित्थंकरभत्तीए सुसाहुजणपज्जुवासणाए य । उत्तरगुणसद्धाए य एत्थ सया होइ जइयव्वं ॥ एवमसंतो वि इमो जायइ, जाओ वि ण पडइ कयाई । ता एत्थं ગુદ્ધિમયા મામામો ો પડ્યો છે – (૨/૩૬-૨૭-૨૮) કૃતિ રૂ/દ્દા ननु विनयरत्नादिभिः बहुशःशुभक्रियाकरणेऽपि तेषां न शुभभावो जातः, सत्क्रियाकुशलानां नन्दिषेणाપાલન, સિદ્ધાન્તસંબંધી શ્રવણ-લેખન-દાન વગેરે સર્વજ્ઞ ભગવંતે બતાવેલી શુભ કિયાઓ પ્રબળ શક્તિશાળી થાય છે અને તેના કારણે તે શુભ કિયાઓ પોતાની સામગ્રીથી ઉત્પન્ન થયેલા એવા પ્રશસ્ત અધ્યવસાયોને સ્થિર કરે છે અને વૃદ્ધિગત કરે છે, તેમજ સામગ્રીની ન્યૂનતાને કારણે અનુત્પન્ન એવા પ્રશસ્ત અધ્યવસાયને ઉત્પન્ન કરે છે. આ રીતે પ્રશસ્ત પરિણામના યોગક્ષેમ માટે શુભ કિયા આવશ્યક છે. આનાથી ઊલટું જે શુભ કિયાનો ત્યાગ કરવામાં આવે તો પૂર્વે ઉત્પન્ન થયેલ પાણ પ્રશસ્ત ભાવ શિથિલ થાય અને નાશ પામે, તેમ જ અનુત્પન્ન અધ્યવસાય = શુભ ભાવ ઉત્પન્ન જ ન થઈ શકે. પરાશરસ્મૃતિમાં પણ જણાવેલ છે કે - > જેનો દેહ આચારથી ભ્રષ્ટ થયેલ છે તેવા જીવોને ધર્મ પરામુખ બને છે. – શું પરિણામના યોગક્ષેમ માટેના ૭ ઉપાયો છે વસ્તુ | વાસ્તવમાં તો “ગુણવાનનું બહુમાન વગેરે" - આ પ્રમાણે મૂળ ગાથામાં જણાવેલ છે તેમાં વગેરે શબ્દથી પ્રતિપક્ષની જુગુપ્સા, પરિણતિની વિચારણા, તીર્થકરની ભક્તિ, સાધુની ઉપાસના અને ઉત્તરગુણની શ્રદ્ધા - આ પાંચનું ગ્રહણ કરવાનું છે. શુભ પરિણામના યોગક્ષેમ કરનાર આ સાત પ્રકારના પરિબળોને જ જણાવતા પંચાશક ગ્રંથમાં શ્રી હરિભદ્રસૂરિ મહારાજે જણાવેલ છે કે – તેથી (૧) નિત્ય સ્મૃતિથી, (૨) પ્રસ્તુત ગુણવાળાનું બહુમાન કરવાથી, (૩) પ્રતિપક્ષની જુગુપ્સા કરવાથી, (૪) પરિણામનો = ફળનો વિચાર કરવાથી, (૫) તીર્થંકરની ભક્તિથી (૬) સુસાધુ વર્ગની પર્યાપાસના કરવાથી અને (૭) ઉત્તર ગુણની શ્રદ્ધા કરવાથી અહીં સદા પ્રયત્ન કરવો. આ રીતે પ્રવૃત્તિ કરવાથી અનુત્પન્ન એવો શુભ અધ્યવસાય ઉત્પન્ન થાય છે, અને પૂર્વે ઉત્પન્ન થયેલો પ્રશસ્ત પરિણામ ક્યારેય પડતો નથી. તેથી બુદ્ધિશાળી પુરૂષે આ સાત બાબતોને વિશે સદા અપ્રમત્ત રહેવું. <– (૩/૧૧) અહીં એક સમસ્યા ઉભી થાય છે કે – વિનયન વગેરે અનેક વખત શુભ ક્રિયા કરી તો પણ તેને સુંદર ભાવ = અધ્યવસાય ઉત્પન્ન થયો નહિ તેમ જ જિનોક્ત કિયાકલાપમાં કુશળ એવા બંદિપેણ વગેરે સાધકોને પૂર્વે ઉત્પન્ન થયેલો પણ શુભ ભાવ પડી ગયો - આ વાત જૈનવાફમયમાં સુપ્રસિદ્ધ છે. વિનય રત્ન વગેરેમાં શુભ ભાવનો યોગ અને નંદીષણ વગેરેમાં શુભ ભાવનો શ્રેમ = રક્ષણ કરવામાં ક્રિયા નિષ્ફળ ગઈ.
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy