SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મોપનિષપ્રકરણ ॐ ब्रह्मणि नयप्रचारः 8 ૨૪૨ एवं = निरुक्तरीत्या ऋजुसूत्रोपजीविना = क्षणभङ्गुर-साम्प्रतीन-स्वकीयपर्यायमात्रग्राहकर्जुसूत्रनयानुगृहीतेन सङ्ग्रहेण = सामान्यमात्रग्राहकेण सङ्ग्रहाभिधानेन नयेन = इतरांशाप्रतिक्षेपिना प्रकृतवस्त्वंशग्राहकेणाध्यवसायविशेषेण । ब्रह्मणः = आत्मनः परमात्मनो वा सच्चिदानन्दरूपत्वं परस्परव्यामिश्रितसत्त्वज्ञान-सुखमयत्वं व्यवतिष्ठते = व्यवस्थाप्यते । तदुक्तं ब्रह्मविद्योपनिषदि -> सच्चिदानन्दमात्रोऽहं स्वप्रकाशोऽस्मि चिद्घनः सत्त्वस्वरूप-सन्मात्र-सिद्ध-सर्वात्मकोऽस्म्यहम् ॥१०९।। ८– इति । यथा शाबलेयत्वधावलेयत्वादिरूपेण नानात्वेन प्रतिभासमानानां बहूनां गवामन्यूनानतिरिक्तेन गोत्वरूपेण सङ्ग्रहो भवति तथा व्यवहारतो मनुष्यत्व-पशुत्वाज्ञत्वादिरूपेण नानात्वेन प्रतिभासमानानां बहूनामात्मनामन्यूनानतिरिक्तेन चित्त्वाद्यनुविद्धसत्त्वेन रूपेण सङ्ग्रहो युज्यत एव । केवलेन सङ्ग्रहनयेन तु ब्रह्मणः सद्रूपत्वमेव किन्तु ज्ञानादिपर्यायप्रेक्षिणमृजुसूत्रनयमवलम्ब्य सङ्ग्रहनयेन तस्य सच्चिदानन्दरूपतोच्यत इत्यवधेयम् ॥२/४३॥ ननु ब्रह्मणः सच्चिदानन्दमयत्वं न घटते, यतः ब्रह्मगतानां सत्त्वचित्त्वादिधर्माणां ब्रह्मणो भिन्नत्वमभिन्नत्वं वा ? इति विमलविकल्पयुगलमत्रोपतिष्ठते । तत्र नाद्योऽनवद्यः, आत्माद्वैतभङ्गापत्तेः । नापि શુદ્ધ આત્મા છે. - આ પ્રમાણે વ્યવસ્થા કરાય છે. (૨/૪3) ક આત્મા સચ્ચિદાનંદમય ટીકાર્ચ :- અભિમત વસ્તુના અંશને સ્વીકારવા છતાં તે જ વસ્તુના અન્ય (પોતાને અનભિમત) અંશનો અપલાપ નહીં કરનાર એવો અધ્યવસાયવિશેષ નય કહેવાય છે. અનુસૂત્ર નય ક્ષણભંગુર વર્તમાનકાલીન પોતાના પર્યાયને જ સ્વીકારે છે. અર્થાત તેવા પર્યાય સ્વરૂપ પદાર્થનું પ્રતિપાદન કરે છે. જ્યારે સંગ્રહનય કેવળ સામાન્ય ધર્મને સ્વીકારે છે. અર્થાત સામાન્ય સ્વરૂપ અભિમુખે વસ્તુનું નિરૂપણ કરે છે. અનુસૂત્ર નયથી ઉપકૃત થયેલ એવા સંગ્રહનયથી આત્મા કે પરમાત્મા સચ્ચિદાનંદમય છે. અર્થાત પરસ્પર અનુવિદ્ધ એવા સત્ત્વ, જ્ઞાન અને સુખ - આ ત્રણ ધર્મમય આત્મા-પરમાત્મા છે. આવી વ્યવસ્થા આજુસૂત્રથી અનુગૃહીત સંગ્રહનય કરે છે. બ્રહ્મવિધા ઉપનિષદ્દમાં જણાવેલ છે કે – હું કેવલ સચિદાનંદ સ્વરૂપ છું. સ્વપ્રકાશાત્મક છું, જ્ઞાનઘન છું, પારમાર્થિક કેવલ સન્માત્ર સિદ્ધ સર્વ આત્મસ્વરૂપ છું. <– જેમ કાળાશ, ધોળાશ વગેરે વિવિધ ધર્મરૂપે જણાતી સર્વ ગાયોમાં અવશ્ય રહે અને ગાય સિવાય અન્ય પદાર્થમાં ક્યાંય પણ ન રહે એવા ગોત્વ નામના સામાન્ય ધર્મથી વિવિધ ગાયોનો સંગ્રહ થાય છે તેમ સર્વ આત્મામાં રહેલ અને આત્મા સિવાય ક્યાય પણ ન રહેલ એવા સજ્વાનુવિદ્ધ જ્ઞાન વગેરે સામાન્ય ધર્મથી સર્વ આત્માનો સંગ્રહ સંગત જ છે, ભલે ને વ્યવહારથી મનુષ્યત્વ, પશત્વ, અજ્ઞત્વ વગેરે વિવિધ ધર્મથી આત્માઓ અનેક પ્રકારના જણાતા હોય. કેવળ સંગ્રહનયથી તો આત્મતત્ત્વ સન્મય જ છે. તેથી શુદ્ધ સંગ્રહનય આત્મામાં જ્ઞાન કે સુખનો ઉલ્લેખ કરી ન શકે. પરંતુ ઋજુ સૂત્રનય જ્ઞાનાદિ પર્યાયોને પણ જુએ છે. તેથી સૂત્રનય આત્માને જ્ઞાનમય કે સુખમય = સુખમાત્ર કહેશે. તેથી ઋજુસૂત્રનયનું અવલંબન કરનાર સંગ્રહનય આત્માને સચ્ચિદાનંદમય કહેશે. આ વાત ધ્યાનમાં રાખવી. (૨/૪3) અહીં એવી શંકા થઈ શકે કે – “બ્રહ્મ તત્ત્વ સચ્ચિદાનંદમય છે.” - આ વાત સંભવી શકતી નથી. કેમ કે તેવું માનવામાં એવી સમસ્યા ઉભી થાય છે કે બ્રહ્મતત્વમાં રહેલ સત્વ, ચિત્ત્વ વગેરે ધર્મો બ્રહ્માથી ભિન્ન છે કે અભિન્ન છે ? આ સ્પષ્ટ બે વિકલ્પ પ્રસ્તૃતમાં ઉપસ્થિત થાય છે. સર્વ વગેરે ધર્મો આત્માથી ભિન્ન છે - આવો પ્રથમ વિકલ્પ નિર્દોષ નથી જ, કેમ કે તેવું માનવામાં આત્મઅતિ ભાંગી પડશે. આત્મા, સત્ત્વ, જ્ઞાન વગેરે અનેક
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy