SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૭ आत्मैकत्वस्थापनम् અધ્યાત્મોપનિષત્પ્રકરણ-૨/૪૦ जायते तथैवाचेतनानां स्वेतरचेतनानाञ्च सत्त्वेऽपि ज्ञायमानत्वेऽपि चात्मज्ञानिनस्तु 'अहमेक एवे' त्यनुभवोऽनाविल एवेत्यभिप्रायेण 'एगे आया' इति सूत्रं सङ्गच्छत इत्यपि प्रतिसन्धातव्यम् । यद्वा नानौदयिकभावेष्वप्यन्वय्यात्मद्रव्यस्यैकत्वादात्माद्वैतमनुसन्धेयम् । तदुक्तं अध्यात्मसारे → नृनारकादिपर्यायैरप्युत्पन्न- विनश्वरैः । भिन्नैर्जहाति नैकत्वमात्मद्रव्यं सदान्वयि ।। यथैकं हेम केयुर - कुण्डलादिषु वर्तते । नृनारकादिभावेषु तथात्मैको निरञ्जनः । कर्मणस्ते हि पर्याया नात्मनः शुद्धसाक्षिणः । कर्म क्रियास्वभावं यदात्मा त्वजस्वभाववान् ।। नाणूनां कर्मणो वासौ भवसर्गः स्वभावजः । एकैकविरहेऽभावान्न च तत्त्वान्तरं स्थितम् ।। श्वेतद्रव्यकृतं श्वैत्यं भित्तिभागे यथा द्वयोः । भात्यनन्तर्भवच्छून्यं प्रपञ्चोऽपि तथेक्ष्यताम् ।। यथा स्वप्नावबुद्धोऽर्थो विबुद्धेन न दृश्यते । व्यवहारमतः सर्गो ज्ञानिना न तथेक्ष्यते । मध्याह्ने मृगतृष्णायां पयःपूरो यथेक्ष्यते । तथा संयोगजः सर्गो विवेकाख्यातिविप्लवे ।। गन्धर्वनगरादीनामम्बरे डम्बरो यथा । तथा संयोगजः सर्वो विलासो वितथाऽऽकृतिः ॥ इति शुद्धनयायत्तमेकत्वं प्राप्तमाપદાર્થો અને પોતાના સિવાયના બીજા આત્માઓ વાસ્તવિક હોવા છતાં અને અન્ય ચેતન કે જડ પદાર્થનું ભાન થવા છતાં પણ ‘હું એકલો જ છું’ આવો અનુભવ આત્માજ્ઞાનીને થતો હોય છે. (‘હું’ = ‘આત્મા’) આ કારણસર ‘આત્મા એક છે' આવું સ્થાનાંગસૂત્ર સંગત થાય છે. આ પ્રમાણે પણ સૂત્રનું પ્રતિસંધાનસંબંધ જોડી શકાય તેમ છે. = અથવા તો અનેક પ્રકારના ઔદિયક ભાવોમાં પણ અનુગત એવું આત્મદ્રવ્ય એક જ હોવાના કારણે આત્માના અદ્વૈતનું પ્રસ્તુતમાં અનુસંધાન કરવું. અધ્યાત્મસાર ગ્રંથમાં જણાવેલ છે કે —> નરકનો જીવ મરીને માણસ થાય ત્યારે જીવના નારક પર્યાયનો નાશ થાય છે અને મનુષ્ય પર્યાયની ઉત્પત્તિ થાય છે. છતાં પણ સદા અનુગત એવું આત્મદ્રવ્ય તો મનુષ્ય, નારક વગેરે ક્ષણભંગુર વિભિન્ન પર્યાય દ્વારા બદલાતું નથી. જેમ કેયુર (આભૂષણવિશેષ) તોડીને કુંડલ વગેરે બનાવવામાં આવે છતાં પણ કેયુર, કુંડલ વગેરે પર્યાયોમાં સોનું તો એક જ હોય છે. તેમ નર, નારક આદિ પર્યાયોમાં નિરંજન એવો આત્મા એક જ છે. નર, નારક વગેરે ભાવો તો કર્મના પર્યાયો છે, આત્માના નહિ. આત્મા તો માનવ, નારક આદિ પર્યાયોમાં શુદ્ધ સાક્ષીમાત્ર છે. ઉત્પત્તિ, નાશ વગેરે ક્રિયા કરવાનો તો કર્મનો પુદ્ગલનો સ્વભાવ છે. જ્યારે આત્મા તો ઉત્પત્તિ, વિનાશથી રહિત સ્વભાવવાળો છે. સંસારની સૃષ્ટિ માત્ર પરમાણુના સ્વભાવથી ઉત્પન્ન થતી નથી, અથવા તો કેવળ કર્મના સ્વભાવથી ઉત્પન્ન થતી નથી, કેમ કે કર્મ કે પરમાણુ - આ બેમાંથી કોઈનો પણ અભાવ હોય તો સંસારનું સર્જન અશક્ય છે. વળી, સંસારની સૃષ્ટિ સ્વતન્ત્ર તત્ત્વ પણ નથી. જેમ દીવાલ ઉપર સફેદ ચુના દ્વારા સફેદાઈ કરવામાં આવે ત્યારે તે સફેદાઈનો કેવળ દીવાલમાં કે કેવળ ચુનામાં સમાવેશ થતો નથી. માત્ર દીવાલરૂપે કે ફક્ત ચુના રૂપે ત્યારે સફેદાઈનું અસ્તિત્વ નથી. તે જ રીતે સંસારનો પ્રપંચ જાણવો. જેમ સ્વપ્નમાં જાણેલો અર્થ જાગેલો માણસ જોતો નથી. તેમ વ્યવહારમાન્ય ભવસૃષ્ટિને જ્ઞાની જોતા નથી. જેમ ઉનાળાના મધ્યાહ્ન કાળમાં રણપ્રદેશમાં મરૂમરીચિકામાં સૂર્યકિરણો-ગરમીના લીધે જમીનમાંથી ઉષ્મા વગેરેમાં પાણીનું પૂર દૂરથી દેખાય છે, તેમ સંયોગજનિત સૃષ્ટિ વિવેકદૃષ્ટિના અભાવ સ્વરૂપ ઉપદ્રવના લીધે દેખાય છે. જેમ આકાશમાં ગંધર્વ નગર વગેરેનો આડંબર મિથ્યા છે તેમ સંયોગજન્ય સર્વ પ્રપંચ મિથ્યા આકારનો છે. આ પ્રમાણે આત્મામાં શુદ્ધ નયને આધીન એવું એકત્વ પ્રાપ્ત થાય છે. નિશ્ચય નય પરિપૂર્ણ વસ્તુને સ્વીકારે आदौ अन्ते च यन्नास्ति तन्मध्येऽपि भवेत्तथा <- इति न्यायेनेदमवगन्तव्यम् । १.
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy