SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મોપનિષત્પકરણ 488 पूर्वकाले साम्यदर्शनं हानिकरम् 8 ૨૩૪ सेवमानोऽपि रागादिविरहेण विषयसेवनकुटुफलस्वामित्वाभावात्तदसेवक एवेत्यपि दृष्टव्यम् । तदुक्तं समयसारे > સેવંતો વિ જ લેવડું કલેવમળો વિ લેવો જોરું – (૨૨૭) તિ | જ્ઞાન જ્ઞાનયોરિટું વિકૃમિतम् । इदमेवाभिप्रेत्य ज्ञानार्णवे → करोत्यतो ग्रह-त्यागौ बहिरन्तस्तु तत्त्ववित् । शुद्धात्मा न बहिर्वाન્તસ્તી વિધ્યાત્ થશ્ચન || <– (૩૨/૬૦) રૂતિ | इदश्चात्रावधातव्यम् -> अलिप्तो निश्चयेनात्मा लिप्तश्च व्यवहारतः । शुध्यत्यलिप्तया ज्ञानी, क्रियावान् लिप्तया दृशा ।। -(११/६) इति ज्ञानसारदर्शितव्यवस्थया ज्ञानी अलेपदृष्ट्या क्रियावांश्च सलेपदृष्ट्या शुध्यति । प्रथममेवाऽलेपदृष्ट्युपादाने सर्वविषयसाम्यदर्शने सर्वदर्शनसाम्यदर्शने वा दोष एव रागिणः । इदमेवाभिप्रेत्य अध्यात्मसारे > अर्वाग्दशायां दोषाय वैषम्ये साम्यदर्शनम् । निरपेक्षमुनीनान्तु राग-द्वेषક્ષય તત્ | <– (૨૬/૪૬) રૂત્યુમિતિ મીનીયમ્ ૨/૩ વિષયોને ભોગવવા છતાં પણ તેના પ્રત્યે રાગાદિ ન હોવાના કારણે વિષયોને ભોગવવાના કટુ ફળને મેળવતો નથી. આ કારણે તે વિષયોનું સેવન કરનાર નથી જ. આ વાત પણ ખ્યાલમાં રાખવી. સમયસાર ગ્રંથમાં પણ જણાવેલ છે કે – કોઈ જીવ વિષયોને સેવવા છતાં નથી સેવતો અને કોઈ જીવ વિષયને નહિ સેવતો હોવા છતાં સેવનારો છે. – જ્ઞાન અને અજ્ઞાનનો આ વિલાસ છે. આ જ અભિપ્રાયથી જ્ઞાનાર્ણવ ગ્રંથમાં જણાવેલ છે કે – અજ્ઞાની જીવ બહારમાં વસ્તુને પકડે છે અને છોડે છે. તત્ત્વજ્ઞાની પુરૂષ મનમાં સારી વસ્તુને પકડે છે અને ખરાબ વસ્તુને (કૃષ્ણલેશ્યા વગેરેને) છોડે છે. જ્યારે શુદ્ધ આત્મા બહાર કે અંદર કોઈ પણ પ્રકારે ત્યાગ કે સ્વીકાર કરતો નથી. હ જ્ઞાનયોગી અને ક્રિયાયોગીની શુદ્ધિની પ્રક્રિયા હશે ટું વા૦ | અહીં એક વાત ધ્યાનમાં રાખવી કે > નિશ્ચય નયથી આત્મા અલિપ્ત છે અને વ્યવહાર નથી આમા કર્મ વગેરેથી લેપાયેલો છે. તત્ત્વજ્ઞાની “આત્મા અલિપ્ત છે' - આવી દષ્ટિથી શુદ્ધ થાય છે. અને ક્રિયાયોગી મારો આત્મા કર્મથી લેપાયેલો છે.' આવી દૃષ્ટિથી શુદ્ધ થાય છે. <–આમ જ્ઞાનસાર ગ્રંથમાં બતાવેલી વ્યવસ્થા મુજબ જ્ઞાનયોગી નિર્લેપ દષ્ટિથી, અને ક્રિયાયોગી સલેપ દૃષ્ટિથી શુદ્ધ થાય છે. પરંતુ પ્રાથમિક અવસ્થામાં જ હું કર્મો, શરીર વગેરેથી લેપાયેલો નથી.' - આવી દષ્ટિને અપનાવવામાં આવે અથવા તો સર્વ વિષયોમાં સમાનતાનું દર્શન કરવામાં આવે અથવા સર્વ ધર્મોમાં સમાનતાનું દર્શન કરવામાં આવે તો રાગી વ્યક્તિને માટે તે દોષ સ્વરૂપ છે. આવા જ અભિપ્રાયથી અધ્યાત્મસાર ગ્રંથમાં જણાવેલ છે કે – સાધનાની પ્રાથમિક ભૂમિકામાં વિષમ પદાર્થોમાં સમાનતાનું દર્શન દોષ માટે થાય છે. નિરપેક્ષ વૃત્તિવાળા મહામુનિઓને તો વિષમ પદાર્થોમાં સમાનતાનું દર્શન રાગ-દ્વેષના ક્ષય માટે થાય છે. કહેવાનો મતલબ એ છે કે ધર્મની પ્રાથમિક અવસ્થામાં હું કર્મથી ક્યારેય પણ લપાતો નથી. મીઠાઈ અને સૂકો રોટલો પુદ્ગલ સ્વરૂપ હોવાના કારણે સમાન જ છે. જેન અને જૈનેતર ધર્મ પણ મોક્ષનું પ્રતિપાદન કરવાના કારણે તુલ્ય છે.' - આવી દષ્ટિને આગળ કરીને એ સાધક નિષ્કારણ રીતે મીઠાઈ, ફરસાણ વગેરે ઉત્તમ દ્રવ્યોનો ઉપભોગ કરે અથવા અસર્વજ્ઞકથિત અશુદ્ધ ધર્મનો સ્વીકાર તે પોતાનું ભવભ્રમણ વધારી બેસે તેવી પુરેપુરી શક્યતા છે. વિશુદ્ધિની પરમોચ્ચ દશામાં મહર્ષિઓને સર્વ શુભાશુભ દ્રવ્યોમાં માત્ર પુદગલપણાનું ભાન થાય અને મોક્ષદર્શી સર્વ આસ્તિકદર્શનોમાં સમાનતાનું ભાન થાય અને આત્મજાગૃતિપૂર્વક વિવેકપૂર્ણ વ્યવહારમાં યથોચિત રૂપે તેનો આશ્રય કરવામાં આવે તો તેવા પરમજ્ઞાનીઓને તો એકાંતે કર્મનિર્જરા જ છે. અવસ્થાભેદે ધર્મની પ્રક્રિયા પણ બદલાય છે. સંગ્રહાગીના દર્દીને ગુંદરપાક નુકશાનનું કારણ બને છે અને સશક્ત હોજરીવાળા પુરૂષને તે જ ગુંદરપાક વધુ પુષ્ટિનું કારણ બને છે. માટે દરેક સાધકે
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy