SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મપનિષત્રકરણ ૧/૨૪ % સાદોઢાદરપનમું છું ૬૫ <- इति शतपथब्राह्मणग्रन्थे भूतिकामिभिः कर्तव्यतया विधानेऽपि सामान्यतो निषिद्धस्य दाहस्य इव सद्वैद्यैः = भिषग्वर्यैः सेव्यतया विधानेऽपि प्रकृतिदुष्टता = साहिजकसदोषता न = नैव याति । यथा 'दाहो न कार्यः' इति वैद्यक-निषेधवाक्यनिषिद्धतया दाहमात्रस्यैव अनिष्टसाधनत्वसिद्धेः 'व्याधिनिवृत्त्यर्थं दाहः कार्यः' इत्येवं व्याधिनिवृत्त्युदेशेन दाहविधानेऽपि दाहतः तापलक्षणो दोषस्तु भवत्येव, स्वभावस्य त्यक्तुमशक्यत्वात् । तथा 'न हिंस्यात् सर्वभूतानि' इत्यनेन राग-द्वेष-मोह-तृष्णादिनिबन्धनहिंसात्वावच्छिन्नस्यानिष्टसाधनत्वसिद्धेः भूत्याद्युद्देशेन क्रत्वङ्गहिंसाविधानेऽपि हिंसासकाशात् पापलक्षणो दोषस्तु स्यात्, तृष्णामूलकहिंसात्वेनैवाऽधर्मजनकत्वात् । भूत्यादिलक्षणं फलं भवतु मा वेत्यन्यदेतत् । ___एतेन -> यज्ञार्थं पशवः सृष्टाः स्वयमेव स्वयंभुवा । यज्ञोऽस्य भूत्यै सर्वस्य तस्माद् यज्ञे वधोऽવધઃ || – ( ) તિ મનુસ્મૃતિવને નિરાકૃતમ્ | ત રાત્રવાર્તાસંમુ – “ન હિંસ્યાત્િ भूतानि' हिंसनं दोषकृन्मतम् । दाहवत् वैद्यके स्पष्टमुत्सर्गप्रतिषेधतः ।। ततो व्याधिनिवृत्त्यर्थं दाहः कार्यस्तु नोदिते । न ततोऽपि न दोषः स्यात् फलोद्देशेन नोदनात् ॥ एवं तत्फलभावेऽपि नोदनातोऽपि सर्वथा । આવ્યો છે. તેથી > ભૂતિની = ઐશ્વર્યની ઈચ્છાવાળાએ વાયુદેવતાને માટે શ્રેત બકરાથી યજ્ઞ કરવો જોઈએ. – આ રીતે શતપથબ્રાહ્મણ ગ્રંથમાં આબાદીની કામનાવાળા જીવો માટે હિંસાનું વિધાન કરવામાં આવે તો પણ હિંસાની દોષપ્રકૃતિ રવાના નથી. સામાન્યથી નિષિદ્ધ એવો દાહ અમુક રોગમાં શ્રેષ્ઠ વૈદ્યો વડે સેવન કરવા રૂપે વિહિત થવા છતાં પણ તેનો બળતરા આપવાનો દોષ સ્વભાવ દૂર થતો નથી. આશય એ છે કે જેમ “દાહ ન કરવો.' આવા વૈદ્યક શાસ્ત્રોના નિષેધ વાક્યથી નિષિદ્ધ હોવાના લીધે સર્વ પ્રકારના દાહમાં અનિષ્ટસાધનતા સિદ્ધ થાય છે. તેથી જ “વ્યાધિની નિવૃત્તિ માટે દાહ કરવો' આ રીતે વ્યાધિનિવારણના ઉદ્દેશથી દાહનું વિધાન કરવામાં આવે તો પાગ દાહથી તાપ, બળતરા વગેરે દોષ તો થાય જ છે. માટે અહીં એમ કહી ન શકાય કે “દાહ રોગનિવારણરૂપ ફળવિશેષના ઉદ્દેશ્યથી શાસ્ત્રવિહિત હોવાના કારણે સામાન્યતઃ નિષિદ્ધ હોવા છતાં પણ તેનાથી દોષ થતો નથી.” તે જ રીતે “ર હિંચાત્ સર્વભૂતાનિ' આ વેદ વાક્યથી સર્વ પ્રકારની હિંસામાં અનિષ્ટજનકતા સિદ્ધ થાય છે. ભલે પછી તે રાગ, દ્વેષ, મોહ, તૃષણા વગેરે કોઈ પણ નિમિત્તથી કરવામાં આવે. માટે આબાદી વગેરેના ઉદ્દેશથી યજ્ઞના અંગભૂત હિંસાનું વિધાન કરવા છતાં પણ હિંસાથી પાપસ્વરૂપ દોષ થશે જ. કારણ કે ઐશ્વર્યની પ્રાપ્તિ માટે વિહિત હોવાથી ઐશ્વર્યની તૃષ્ણા એ યાજ્ઞિક હિંસાનું મૂળ છે. તેથી બીજી હિંસાની જેમ ખૂણામૂલક હિંસાથી પાણ પાપબંધ થવો ન્યાયપ્રાપ્ત છે. ઐશ્વર્ય વગેરે સ્વરૂપ ફળ મળે કે ન મળે એ વસ્તુ અલગ છે. તેન૦ | – યજ્ઞ માટે સ્વયંભૂ પુરૂષે સ્વયં જ પશુઓનું સર્જન કર્યું છે અને યજ્ઞ આ બધાની સમૃદ્ધિ માટે છે. તેથી યજ્ઞમાં થતી હિંસા એ હિંસા નથી -- આવું મનુસ્મૃતિનું વચન ઉપરોક્ત વિચારવિમર્શથી જર્જરિત થઈ જાય છે. શાસ્ત્રવાર્તાસમુચ્ચય ગ્રંથમાં પણ જણાવેલ છે કે – “કોઈ પણ જીવની હિંસા ન કરવી.' આવા વેદવાક્યથી ‘હિંસા દોષકારી છે.' એવું અભિમત છે. આ વાત બરાબર તે પ્રકારે માની શકાય છે. જેમ કે ચિકિત્સા શાસ્ત્રમાં ‘દાહ ન કરવો.' આવા ઔત્સર્ગિક નિષેધવાથી સર્વ પ્રકારના દાહ દોષકારક તરીકે અભિપ્રેત છે. તેથી “રોગના નિવારણ માટે દાહ કરવો.” આ રીતે વ્યાધિના પ્રતિકાર રૂપી ફળને ઉદ્દેશીને થનાર દાહથી દોષ ન થાય એવું નથી, એ જ રીતે ઐશ્વર્યરૂપી ફળને ઉદ્દેશીને યજ્ઞના અંગસ્વરૂપ હિંસાના વિધાયક વાક્યથી થનારી હિંસાથી ભલે ઐશ્વર્યરૂપી ફળ પ્રાપ્ત થાય તો પણ સર્ગિક દોષ અવશ્ય
SR No.023420
Book TitleAdhyatma Upnishad Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages188
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy