SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ કેના અધ્યાત્મોપનિષત્રકરણ ૧/૧૨ લટિ સાર્વત્રિવીતરા પર્યાયપ્રકારની ૪૦-૪૩) ૨/૪ वीतरागपुरस्कारमेवाऽनेकरूपैः वर्णयति - ‘एनमि'ति । एनं केचित् समापत्तिं, वदन्त्यन्ये ध्रुवं पदम् ।' प्रशान्तवाहितामन्ये, विसभागक्षयं परे ॥१५॥ एनं = बहुमानगर्भ-शास्त्रपुरस्काराऽविनाभावि-वीतरागपुरस्कारं केचित् = पातञ्जलयोगदर्शनानुयायिनः समापत्तिं = समतापत्तिं = तुल्यतापत्तिं वदन्ति, भगवत्स्वरूपोपयुक्तस्य तदुपयोगानन्यवृत्तेः परमार्थतः तद्रूपत्वात् । अत एव भगवत्स्वरूपोपयुक्तस्य तदानीमागमतो भावनिक्षेपेन भगवत्ता अनुयोगद्वारसूत्राद्यनुसारेण तत्र सम्पद्यते । तदुक्तं पतञ्जलिना योगसूत्रे → क्षीणवृत्तेरभिजातस्येव मणेर्ग्रहीतृ-ग्रहण-ग्राह्येषु तत्स्थતસનતા = સમાપત્તિઃ –(/૪) યોગસૂત્રમાર્થાતું મિનાતમhqય વેતસો ગ્રહીતૃग्रहण-ग्राह्येषु = पुरुषेन्द्रिय-भूतेषु या तत्स्थ-तदञ्जनता = तेषु स्थितस्य तदाकारतापत्तिः समापत्तिरिત્યુતે – ત્યારે | નમાર્તારસુ > સમપત્તિઃ = તદ્રુપ: પરિણામો મવતીત્યર્થ <– (વો.સૂ./૪? વૃત્તિ. પૃ.૪૭) રૂત્વાદ | > સમા પરિતિ સાક્ષાત્કારપરિમા <–(૩/૪૬ પૃ.૪૭) છે. આ રીતે મનમાં પ્રાયઃ ભગવાન જ સદા કાળ પ્રતિષ્ઠિત થાય છે – આનાથી ફલિત થાય છે કે સર્વત્ર બહુમાનગર્ભિત જિનવચનની સ્મૃતિ મનને પ્રભુમય બનાવે છે. (૧/૧૪). વીતરાગને આગળ કરવાની વાતને અનેક રૂપે ગ્રંથકારશ્રી વર્ણવે છે. લોકાર્ચ - આ અર્થને કેટલાક સમાપત્તિ કહે છે. અન્ય કેટલાક ધુવ પદ કહે છે. અમુક લોકો પ્રશાંતવાહિતા કહે છે અને અમુક ઈતર લોકો વિભાગક્ષય કહે છે. (૧/૧૫) સ સમાપત્તિનું સંવેદન જુ ઢીકાર્ચ :- બહુમાનગર્ભિત શાસ્ત્રને આગળ કરવાની ક્રિયાને વ્યાપીને રહેલ પરમાત્માના પુરસ્કારને પાતંજલ યોગદર્શનના અનુયાયીઓ સમાપત્તિ કહે છે. સમાપત્તિ = સમાન સ્વરૂપની પ્રાપ્તિ. અર્થાત તુલ્યતાની પ્રાપ્તિ. (૧) સમાપત્તિ, (૨) સમરસાપત્તિ. (૩) સમતાપત્તિ, (૪) તુલ્યતાપત્તિ (૫) સમરસીભાવ - આ બધા પર્યાયવાચી શબ્દો છે. ભગવાનના સ્વરૂપમાં ઉપયોગયુક્ત જીવ ભગવાનના સ્વરૂપ સિવાય અન્યત્ર ક્યાંય જ્ઞાનસ્વરૂપે ન રહેવાથી વાસ્તવમાં ભગવાન સ્વરૂપ જ બની જાય છે. તેથી જ અનુયોગદ્વા૨ સૂત્રમાં બતાવેલ નિક્ષેપ વ્યવસ્થા અનુસારે તે જીવ આગમથી ભાવ અરિહંત બને છે. પતંજલિ મહર્ષિએ યોગસૂત્રમાં જણાવેલ છે કે – જેનો મલ ક્ષીણ થઈ ગયો છે તેવા શ્રેષ્ઠ સ્ફટિક મણિની જેમ ગ્રાહ્ય-ગ્રહણ અને ગ્રાહકમાં તસ્થ તરંજનતા = સમાપત્તિ. - આ સૂત્રનો અર્થ સ્પષ્ટ કરતા વ્યાસ મહર્ષિએ યોગસૂત્રભાષ્યમાં જણાવેલ છે કે – પૃથ્વી વગેરે પંચભૂત સ્વરૂપ ગ્રાહ્ય પદાર્થ, પાંચ ઈન્દ્રિય સ્વરૂપ ગ્રહણ પદાર્થ અને પુરૂષ = આત્મા સ્વરૂપ ગ્રાહક પદાર્થને વિશે રહેલ. નિર્મળ શ્રેષ્ઠ મણિ સમાન મનને તેવા આકારની પ્રાપ્તિ થવી = સમાપત્તિ- આશય એ છે કે જેમાં નિર્મળ સ્ફટિકની બાજુમાં લાલ ગુલાબ હોય તો સ્ફટિક લાલ બને છે તેમ પરમાત્મામાં મનને એકાગ્રતાપૂર્વક સ્થિર કરવાથી પુરુષ પરમાત્મમય બને છે, તેને પ્રસ્તૃતમાં સમાપત્તિ કહેવી અભિમત છે. યોગસૂત્રની રાજમાર્તડ ટીકાના રચયિતા ભોજ રાજર્ષિ એમ જણાવે છે કે – સમાપત્તિ = તસ્વરૂપ પરિણામ. <- ભાવગણેશવૃત્તિકાર અને બાણોજી ભક્કા મતે – સમાપત્તિ એ સાક્ષાતકારની પરિભાષા છે.
SR No.023420
Book TitleAdhyatma Upnishad Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages188
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy