SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મોપનિષત્પ્રકરણ ૧/૧૧ ૪૩ जिनाज्ञास्मरणपूर्वकप्रवर्तनस्य कल्याणावहत्वम् जिनाज्ञानैरपेक्ष्येणोपहतत्वान्न फलतः गुणः किन्तु दोष एव । तदुक्तं योगबिन्दौ सच्चेष्टितमपि स्तोकं गुरुदोषवतो न तत् । भौतहन्तुर्यथाऽन्यत्र पादस्पर्शनिषेधनम् ॥ १४८ ॥ न यस्य भक्तिरेतस्मिंस्तस्य धर्मक्रियाऽपि हि । अन्धप्रेक्षाक्रियातुल्या, कर्मदोषादसत्फला || २२६ ॥ यस्य त्वनादरः शास्त्रे तस्य श्रद्धादयो गुणाः । उन्मत्तगुणतुल्यत्वान्न प्रशंसास्पदं सताम् ॥ २२८ ॥ - इति । एतस्मिन् शास्त्रे स्वेच्छामात्रप्रवृत्तत्वात् शुभोsपि पङ्काविलजलस्थानीयः परिणामो न कुशलानुबन्धी । तदुक्तं उपदेशरहस्ये अणियमा आणाबज्झो ण सुंदरो भणिओ <- ( ५ ) इति । सम्बोधप्रकरणेऽपि आणाइ संजमो तह य दाणमाणाए । आणारहिओ धम्मो पलालपूलव्व पडिहाइ ||३२|| <- इत्युक्तम् । जिणाणा कुणंताणं नूणं निव्वाणकारणं । सुंदरं पि सबुद्धिए सव्वं भवनिबंधणं ॥ - ( ) इति । युक्तञ्श्चैतद्, न हि यो यद्वचननिरपेक्षः प्रवर्तते स तत्र बहुमानवान् भवति, यथा कापिलादिः सुगतादौ । ततश्च जिनबहुमानपरिणामाक्षेपकजिनाज्ञास्मरणपूर्वमेव सर्वत्र मुमुक्षुभिः प्रवर्तितव्यम् । तदुक्तं श्रावकधर्मविधौ धम्मो आणाए पडिबद्धो <- (३) । इत्थमेव वचनाराधनाद् धर्मनिष्पत्ति: । तदुक्तं षोडशके‘वचनाराधनया खलु धर्मस्तद्बाधया त्वधर्म इति । इदमत्र धर्मगुह्यं सर्वस्वं चैतदेवास्य ।। ' (२/१२) इति । पञ्चाशकेऽपि आराहणाए तीए पुण्णं, पावं विराहणाए उ। एयं धम्मरहस्सं, विण्णेयं बुद्धिमंतेहिं ॥ = परिणामो वि आणाइ तवो પણ જિનાજ્ઞાથી નિરપેક્ષતા સ્વરૂપ મોટા દોષથી હણાવાને કારણે ફલતઃ ગુણ નથી, પરંતુ દોષ જ છે. યોબિંદુ ગ્રંથમાં આ જ વાતને જણાવતા કહેલ છે કે > મોટા દોષનું સેવન કરનાર વ્યક્તિની નાનકડી સુંદર ચેષ્ટા વાસ્તવમાં સુંદર ચેષ્ટા નથી. જેમ કે ભૌતઋષિને હણનારે સંન્યાસીને પગથી અડકવાનો કરેલો નિષેધ, મતલબ એ છે કે જે વ્યક્તિને શાસ્ત્ર ઉપર ભક્તિ નથી તેની ધર્મક્રિયા પણ તથાવિધ મોહના ઉદયના કારણે આંધળા માણસની જોવાની ક્રિયાની જેમ નિષ્ફળ છે. જે વ્યકિતને શાસ્ત્ર ઉપર આદર નથી તેના શ્રદ્ધા વગેરે ગુણો, ઉન્મત્ત માણસના ગુણ જેવા હોવાથી, વિવેકીને પ્રશંસનીય નથી. — આશય એ છે કે સ્વેચ્છા માત્રથી પ્રવૃત્ત થનાર શુભ એવો પરિણામ પણ કુશલાનુબન્ધી નથી. તે પરિણામ કાદવથી મિશ્રિત થયેલ પાણી જેવો છે. આ જ વાતને જણાવતા ઉપદેશહસ્ય ગ્રંથમાં કહેલ છે કે —> પરિણામ પણ જો જિનાજ્ઞાથી બાહ્ય હોય તો સુંદર કહેવાતો નથી. — સંબોધપ્રકરણમાં પણ કહેલ છે કે —> આજ્ઞાથી તપ, આજ્ઞાનુસારે સંયમ અને આજ્ઞા મુજબ દાન દેવું. આજ્ઞા વિનાનો ધર્મ એ ઘાસના પૂળા જેવો લાગે છે. — ‘જિનાજ્ઞા મુજબ કરાતું બધું જ કાર્ય મોક્ષનું કારણ છે. અને સ્વચ્છંદ મતિથી કરાયેલ દરેક સારું પણ કાર્ય સંસારનું કારણ બને છે.’ આ રીતે કહેવાયેલ વાત યોગ્ય પણ છે. કારણ કે જે માણસ જેના વચનથી નિરપેક્ષપણે એટલે કે તેને અવગણીને પ્રવૃત્તિ કરે તેને તે વ્યક્તિમાં બહુમાન હોઈ શકતું નથી. જેમ કે કપિલ મુનિએ પ્રવર્તાવેલ એવા સાંખ્યદર્શનના અનુયાયીઓને ગૌતમબુદ્ધ વગેરેમાં બહુમાન હોતું નથી. માટે તેઓ પોતાની પ્રવૃત્તિમાં બુદ્ધના વચનની અવગણના જ કરતા હોય છે. તેથી મુમુક્ષુઓએ ભગવાન ઉપર બહુમાન પરિણામ આવે તે રીતે જિનાજ્ઞાના સ્મરણપૂર્વક જ સર્વત્ર પ્રવૃત્તિ કરવી જોઈએ. કારણ કે શ્રાવકધર્મવિધિ ગ્રંથમાં શ્રીહરિભદ્રસૂરિજીએ કહેલ છે કે —>ધર્મ જિનાજ્ઞાને બંધાયેલો છે. ← આ રીતે જ જિનવચનની આરાધના કરવાથી ધર્મ નિષ્પન્ન થાય છે. ષોડશક ગ્રંથમાં જણાવેલ છે કે —> જિનવચનની આરાધનાથી જ ધર્મ થાય છે. અને જિનવચનને ઉવેખવાથી અધર્મ ઉત્પન્ન થાય છે. આ જ ધર્મનું રહસ્ય છે. અને આ જ ધર્મનું સર્વસ્વ છે. ← પંચાશજી ગ્રંથમાં પણ જણાવેલ છે કે —> જિનાજ્ઞાની આરાધનાથી પુણ્ય પ્રાપ્ત થાય
SR No.023420
Book TitleAdhyatma Upnishad Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages188
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy