SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મોપનિષત્પ્રકરણ ૧/૪ धर्माचारपुष्टनिर्मलचित्तस्याध्यात्मरूपता तत्तदवस्थापेक्षया शुद्धा क्रियाऽध्यात्ममिति सङ्ग्रहनयेनावगन्तव्यम् । सङ्ग्रहनयाभिप्रायेणैव अध्यात्मसारे → अपुनर्बन्धकाद्यावद् गुणस्थानं चतुर्दशम् । क्रमशुद्धिमती तावत्क्रियाऽध्यात्ममयी मता ॥ ←← (२/ ૪) ત્યુત્તમિતિ માવનીયમ્। साम्प्रतमवसर प्राप्तमुच्यते - व्यवहारर्जुसूत्रयोः व्यवहारनयर्जुसूत्रनयप्रतिपाद्यः यथायथं = यथायोग्यं 'बाह्यव्यवहारोपबृंहितं मैत्र्यादिवासितं निर्मलं चित्तं अध्यात्मं' इति तृतीयकारिकोक्तो द्वितीयः अर्थो ज्ञेयः । सङ्ग्रहनयगोचरीकृतानर्थान् विधाय, न तु निषिध्य यः परामर्शविशेषः तानेव विभजते स व्यवहारनयः । यथोक्तं सर्वार्थसिद्धौ सङ्ग्रहनयाक्षिप्तानामर्थानां विधिपूर्वकमवहरणं = વ્યવહાર: ← -(o/૩૩)| तदुक्तं तत्त्वार्थश्लोकवार्तिकेऽपि सङ्ग्रहेण गृहीतानामर्थानां विधिपूर्वकः । व्यवहारो विभागः स्याद् व्यवहारो नयः स्मृतः || <- (१ / ३५ पृ. २७१) इति । तत्त्वार्थस्वोपज्ञभाष्ये तु 'लौकिकसम उपचारप्रायो विस्तृतार्थो व्यवहार:' ( त. भा. १ / ३५) इत्युक्तम् ।लोकव्यवहारौपयिकोऽध्यवसायविशेषो व्यवहारः — (पृ.१२५) इति नयरहस्ये प्रोक्तम् । ततश्च बाह्यव्यवहारोपबृंहितं सद्धर्मव्यापारपरिपुष्टं निर्मलं चित्तं अध्यात्ममिति व्यवहारनयाभिप्रायः फलितः । व्युत्पत्तिनिमित्तप्रधाने एवम्भूतनये विशेषणत्वेनाऽभिमताया: અધ્યાત્મ છે - આ પ્રમાણે સંગ્રહ નયના મતે જાણવું. સંગ્રહ નયના અભિપ્રાયથી જ અધ્યાત્મસાર ગ્રન્થમાં પ્રસ્તુત ગ્રન્થકારશ્રીએ જણાવેલ છે કે → અપુનર્બંધકથી માંડીને ૧૪મા ગુણસ્થાનક સુધી ક્રમિક બળવાન શુદ્ધિવાળી ક્રિયા અધ્યાત્મમય મનાયેલ છે – આ વાતનું વિજ્ઞ વાચકવર્ગે વિભાવન કરવું. = # વ્યવહાર નયની વ્યાખ્યા ક ૧૭ = હવે અવસર સંગતિથી પ્રાપ્ત (હવે અવશ્ય કહેવા યોગ્ય) અર્થ કહેવાય છે —> બાહ્ય વ્યવહારથી પુષ્ટ થયેલ, મૈત્રી આદિથી વાસિત નિર્મળ ચિત્ત અધ્યાત્મ છે. – આમ ત્રીજી કારિકામાં જણાવેલ અધ્યાત્મ શબ્દનો બીજો અર્થ વ્યવહાર નય અને ઋજુસૂત્ર નયથી પ્રતિપાદ્ય જાણવો. શ્લોકના ઉત્તરાર્ધનો આ સામાન્ય અર્થ જાણવો. તેનો વિશેષ વિચારવિમર્શ કરતાં પૂર્વે વ્યવહાર નયની વ્યાખ્યા કરવામાં આવે છે. તત્ત્વાર્થસૂત્રની સર્વાર્થસિદ્ધિ ટીકા અને તત્ત્વાર્થશ્લોકવાર્તિક મુજબ —> સંગ્રહનયે જે અર્થોને પોતાના વિષય બનાવેલા છે તેનું વિધાન કરીને, નહિ કે નિષેધ કરીને, જે વિશિષ્ટ પરામર્શ તે અર્થોનો યથાવસ્થિત રીતે વિભાગ કરે છે તે વ્યવહાર નય કહેવાય છે. અર્થાત્ સંગ્રહ નયના વિષયને વિભક્ત કરનાર વિશિષ્ટ અધ્યવસાય તે વ્યવહાર નય કહેવાય છે. તત્ત્વાર્થસૂત્રના ભાષ્યમાં ઉમાસ્વાતિ મહારાજાએ તો એમ જણાવ્યું છે કે —> લૌકિકઅભિપ્રાય સમાન, ઉપચારબહુલ, વિસ્તૃત અર્થ વિષયક વ્યવહાર નય છે. ભયરહસ્ય ગ્રંથ મુજબ જે અધ્યવસાયવિશેષ લોકોના વ્યવહારમાં ઉપાયભૂત છે તે વ્યવહારનય છે. = * અધ્યાત્મ ઃ વ્યવહાર નયની દૃષ્ટિમાં વ્યવહાર નયની ઉપરોક્ત બહુવિધ વ્યાખ્યાઓને નજર સમક્ષ રાખતાં —>બાહ્ય વ્યવહારથી પુષ્ટ થયેલ અર્થાત્ સદ્ધર્મ વ્યાપારથી બળવાન બનેલ નિર્મળ ચિત્ત અધ્યાત્મ. <— આવો વ્યવહાર નયનો અભિપ્રાય ફલિત થાય છે. અહીં એ પણ ખ્યાલમાં રહે કે પૂર્વોક્ત એવંભૂત નય વ્યુત્પત્તિનિમિત્તપ્રધાન હોવાથી તેના મતે ક્રિયા એ પદાર્થનું વિશેષણ છે. અર્થાત્ શબ્દથી જણાતી ક્રિયા શબ્દપ્રયોગ કરતી વખતે અર્થમાં હોવી અનિવાર્ય છે. જ્યારે પ્રસ્તુત વ્યવહારનય રૂઢિ વગેરેમાં સાધારણ એવા પદપ્રવૃત્તિનિમિત્તને પ્રધાન કરે છે. માટે તેના મતે ક્રિયા એ પદાર્થનું ઉપલક્ષણ છે. અર્થાત્ શબ્દથી જણાતી ક્રિયા શબ્દપ્રયોગ કરતી વખતે પદાર્થમાં હોવી અનિવાર્ય
SR No.023420
Book TitleAdhyatma Upnishad Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages188
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy