SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મોપનિષત્પ્રકરણ ૧/૪ आत्मनिरीक्षण - देववन्दन - जपादेरध्यात्मरूपता स्वौचित्यालोचनं नैगमनयमाश्रित्य स्वौचित्यालोचनादिकमप्यध्यात्ममवगन्तव्यम् । तदुक्तं योगबिन्दौ सम्यक् ततो धर्मप्रवर्तनम् । आत्मसम्प्रेक्षणञ्चैव तदेतदपरे जगुः || ३८९ ॥ - इति । एतत् अध्यात्मम्, कुशलाशयत्वात् । तदुक्तं तत्रैव सर्वमेवेदमध्यात्मं, कुशलाशयभावतः । औचित्याद्यत्र नियमाल्लक्षणं યત્પુરોહિતમ્ ।।૩૬।। ← - इति । देववन्दनादिकमप्यध्यात्ममेव । तदुक्तं योगबिन्दौ " देवादिवन्दनं सम्यक्, પ્રતિમળમેવ ૬ । મૈત્ર્યાતિચિન્તનÅતત્, સત્ત્વાવિષ્વપરે વિદુઃ ।।૩૧૭। ←રૂતિ । ‘તત્’ अध्यात्मम्, अन्वर्थयोगादिति गम्यते। तदुक्तं तत्रैव एवं विचित्रमध्यात्ममेतदन्वर्थयोगतः । आत्मन्यधीतिसंवृत्तेर्ज्ञेयमध्यात्मचिन्तकैः ||४०४|| <— इति । जपोऽप्यध्यात्मम् । तदुक्तं योगबिन्दौ → आदिकर्मकमाश्रित्य जो ह्यध्यात्ममुच्यते । देवतानुग्रहाङ्गत्वादतोऽयमभिधीयते ॥ ३८१ ॥ <- इति । इत्थं नानाविधमध्यात्मं मार्गानुसार्यादिकमाश्रित्य स्थूलताप्रेक्षणप्रवणेन नैगमनयेन स्वसमयाऽविरोधेनाङ्गीक्रियते । सामान्यरूपतया सर्ववस्तूनां संग्रहणं = सङ्ग्रहः । अथवा सामान्यरूपतया सर्वं गृह्णातीति सङ्ग्रहः । यद्वा सर्वेऽपि सामान्यभेदाः सङ्गृह्यन्तेऽनेनेति सङ्ग्रहः । सङ्ग्रहीत- पिण्डितार्थप्रतिपादकं वचनं सङ्ग्रहनय તેમ કહેવું, ઉપરોક્ત પ્રસ્થક દૃષ્ટાંતનાં આધારે અમને યોગ્ય જણાય છે. તેમ જ પોતાની ભૂમિકાને અનુરૂપ ઔચિત્યની વિચારણા વગેરે પણ નૈગમ નયને આશ્રયી અધ્યાત્મ સ્વરૂપ જાણવા. યોગબિંદુ ગ્રંથમાં જણાવેલ છે કે —> (૧) યથાવસ્થિત રૂપે પોતાના માટે શું કરવું ઉચિત છે? તેવી વિચારણા, (૨) પછી અનુષ્ઠાન સ્વરૂપ ધર્મમાં પ્રવૃત્તિ કરવી, (૩) અને સમ્યક્ રીતે આત્મનિરીક્ષણ કરવું. આ ત્રણ વસ્તુને શાસ્ત્રકારો અધ્યાત્મ કહે છે. આ બધું જ અધ્યાત્મ હોવાનું કારણ એ છે કે તેમાં પ્રશસ્ત અધ્યવસાય વિદ્યમાન છે. કેમ કે ઔચિત્યથી વ્રતસંપન્નતા અહીં નિયમા હોય છે. — તથા દેવવંદન વગેરે પણ અધ્યાત્મ જ છે. યોબિંદુમાં જણાવેલ છે કે —> (૧) સમ્યક્ પ્રકારે પોતાના ઇષ્ટદેવ વગેરેને નમસ્કાર, સ્તવન વગેરે કરવા, (૨) પ્રતિક્રમણ (પાપનો પસ્તાવો, પ્રાયશ્ચિત્ત વગેરે) અને (૩) જીવો વગેરે વિશે મૈત્રી આદિ ભાવનાનું ચિંતન કરવું. આને અન્યશાસ્ત્રકારો અધ્યાત્મ કહે છે. કારણ કે તેમાં ‘અધ્યાત્મ’ શબ્દનો પ્રયોગ સાર્થક છે. આત્માને આશ્રયીને સંગત રીતે વર્તવું, આ અધ્યાત્મમાં વિદ્યમાન છે. આવું અધ્યાત્મચિંતક પુરૂષોએ જાણવું. ← જપ પણ અધ્યાત્મ છે. –> આદિધાર્મિક પુરુષને જપ જ અધ્યાત્મ કહેવાય છે. કારણ કે અધ્યાત્મને અનુકૂળ એવી દેવપ્રસન્નતાનું જાપ એ નિમિત્ત છે —એમ યોગબંદુમાં જણાવેલ છે. આમ સ્થૂલતાને જોવામાં-સ્વીકારવામાં નિપુણ એવા નૈગમ નય દ્વારા માર્ગાનુસારી વગેરેને આશ્રયીને, પોતાના સિદ્ધાન્તને વિરોધ ન આવે તે રીતે અનેક પ્રકારનું અધ્યાત્મ સ્વીકારાય છે. પ્રસ્થક દૃષ્ટાન્ત અને વસતિ ઉદાહરણને ખ્યાલમાં રાખીને નૈગમ નયના મતે અધ્યાત્મનું સ્વરૂપ ગુરૂગમથી સમજવા માટે વિજ્ઞ વાચકવર્ગે ખ્યાલ રાખવો. * સંગ્રહ નયનું સ્વરૂપ = = = ૧૫ સામા॰ । સામાન્ય રૂપે સર્વ વસ્તુઓનું સમ્યક્ રીતે ગ્રહણ કરવું તે સંગ્રહ અથવા સામાન્યરૂપે બધી વસ્તુનું ગ્રહણ થઈ જાય તે સંગ્રહ. અથવા સામાન્યના દરેક અંશનો સંગ્રહ કરે તે સંગ્રહ. સંગ્રહ નયનું વચન સંગૃહીત પિંડિત અર્થનું પ્રતિપાદક હોય છે. સામાન્ય અભિમુખ બોધ દ્વારા જ્ઞાત અર્થ સંગૃહીતાર્થ. વિવક્ષિત એક જાતિનો ઉલ્લેખ કરીને પ્રતિપાદન કરવાને ઈચ્છાયેલ અર્થ પિંડિતાર્થ, અથવા સંગૃહીત = મહાસામાન્ય અને પિંડિત = અવાન્તર સામાન્ય. આ રીતે વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે. તત્ત્વાર્થભાષ્ય મુજબ વસ્તુઓના સર્વાશ અને એકદેશનો સંગ્રહ કરે તે સંગ્રહ નય, આવું જણાવેલ છે. મતલબ કે વસ્તુનું સામાન્ય સ્વરૂપ
SR No.023420
Book TitleAdhyatma Upnishad Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages188
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy