SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મોપનિષત્પકરણ ૧/૨ ક8 ત્રિવિધામોહન” & भावार्थस्त्वेवम् त्रिविधा ह्यात्मानः बहिरात्मा, अन्तरात्मा, परमात्मा च । तत्स्वरूपञ्च > “विषयकषायावेशस्तत्त्वाश्रद्धा गुणेषु च द्वेषः । आत्माऽज्ञानश्च यदा बाह्यात्मा स्यात्तदा व्यक्तः ।। तत्त्वश्रद्धा ज्ञानं महाव्रतान्यप्रमादपरता च । मोहजयश्च यदा स्यात्तदान्तरात्मा भवेद् व्यक्तः ।। ज्ञानं केवलसंज्ञं योगनिरोधः समग्रकर्महतिः । सिद्धिनिवासश्च यदा परमात्मा स्यात् तदा व्यक्तः ॥ (२०/२२-२३२४) <- इत्येवं अध्यात्मसारे प्रोक्तम् । बहिरात्मा प्रकृते नाधिकृतः । प्राधान्येन स्वगत-परमात्मभावाऽऽविर्भावं समुद्दिश्य अन्तरात्मनो यत् चारुपञ्चाचारपरिपालनं तदध्यात्ममिति भावः । દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચારનું જે સૌંદર્ય આવે તેને અધ્યાત્મ કહેવાય. શબ્દના પ્રકૃતિ અને પ્રત્યયના સંબંધથી જે અર્થ મળે તેને યોગા કહેવાય છે. તેવા અર્થને જાણવામાં કુશળ એવા વિદ્વાનોના મતે અધ્યાત્મની આવી વ્યાખ્યા છે. જ્ઞાનાચાર વગેરે પાંચે આગમ પ્રસિદ્ધ છે. જો કે જ્ઞાનાચાર આદિચાર આચારોમાં ઉત્સાહ ઉમંગ હોવો તે જ વીર્યાચાર છે. અને તે છત્રીશ અવાજોર પ્રકાશથી યુક્ત એવા જ્ઞાન આદિ મુખ્ય ચાર આચારોમાં વાગાયેલ = વ્યાપીને જ રહેલો છે. તેથી જ્ઞાન આદિ ચાર આચારોથી સ્વતંત્રરૂપે વીર્યાચારની પ્રવૃત્તિ સંભવિત નથી, છતાં પણ જ્ઞાન આદિ ચાર આચારોને ચેતનવંતા, પ્રાણવંતા બનાવવાનું કાર્ય વિચાર કરે છે. ઉલ્લાસ, ઉત્સાહ, ઉમળકા વગરના જ્ઞાન આદિ આચારો મોહનીય ક સમર્થ નથી. માટે જ્ઞાન આદિ ચાર આચારો કરતાં વીર્યાચારની પ્રધાનતાને સૂચવવા માટે જ્ઞાન આદિ ચાર આચારોથી સ્વતંત્રરૂપે વીર્યાચારનો નિર્દેશ આગમમાં કરેલો છે. આ વાત નિશીથ સૂત્ર પીઠિકાની ચૂર્ણિમાં સ્પષ્ટ છે. ચારુ શબ્દને ‘મન’ પ્રત્યય લાગવાથી “પારમા' એવું રૂ૫ “પૃથ્વામિન્' આ સિદ્ધહેમ-શબ્દાનુશાસનસૂત્રથી જાણવું. લક્ષ્ય સ્થાને પરમાત્માને ગોઠવો. 8 માતા આત્માની ત્રણ અવસ્થા છે. બહિરાત્મા, અન્તરાત્મા અને પરમાત્મા. અધ્યાત્મસાર ગ્રંથમાં ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે બહિરઆત્મા વગેરેનું સ્વરૂપ આ મુજબ જણાવેલું છે. (૧) વિષય-કષાયનો આવેશ, તત્ત્વની શ્રદ્ધાનો અભાવ, ગુણષ અને આત્માનું અજ્ઞાન જ્યારે હોય ત્યારે બહિરાત્મા વ્યકત થાય છે. (૨) તત્ત્વશ્રદ્ધા, જ્ઞાન, મહાવ્રતો, અપ્રમત્તતા અને મોહનો જય જ્યારે થાય ત્યારે અંતરાત્મા વ્યકત થાય છે. (૩) કેવળજ્ઞાન, યોગનિરોધ, સર્વ કર્મોનો નાશ અને સિદ્ધશિલામાં વાસ જ્યારે થાય ત્યારે પરમાત્મા વ્યક્ત થાય. પ્રસ્તુતમાં અધ્યાત્મને વિશે બહિરાત્માનો અધિકાર નથી, તેમ જ અંતરાત્માને ઉદ્દેશીને પાગ અધ્યાત્મની પ્રવૃત્તિ હોતી નથી, પરંતુ પોતાનામાં રહેલ પરમાત્મપણાના આવિર્ભાવને જ મુખ્યતયા લક્ષ્યમાં રાખીને અંતરાત્માનું જે સુંદર પંચાચારનું પરિપાલન તે અધ્યાત્મ છે. (જો લક્ષ્ય તરીકે પોતાની અંતરાત્મદશા વ્યકત થાય એવું રાખવામાં આવે તો પરમાત્મદશાને પ્રગટ કરવા માટેનો સાધકનો પુરૂષાર્થ મંદ થવાની સંભાવના મહદ્ અંશે રહે છે. ડોક્ટર થવાના લક્ષ્યને છોડી, માત્ર દશમું ધોરણ પાસ કરવાનું જ લક્ષ્ય હોય તો ડોકટર-સર્જન થવાની શકયતા નહિવત્ રહે છે. માટે જ તો, “સીમંધર સ્વામી પાસે આવતા ભવમાં મને દીક્ષા મળો” આવું નિયાણું કરવાનો પણ દશાશ્રુતસ્કંધમાં નિષેધ કર્યો છે. કારણ કે માત્ર દીક્ષા સુધીનું જ લક્ષ્ય બંધાયેલું હોય તો કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા સુધીનો પુરૂષાર્થ, તેવું નિયાણું કરનાર, કરી શકતો નથી. માટે વિકાસશીલ એવી અંતરાત્મદશાને
SR No.023420
Book TitleAdhyatma Upnishad Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages188
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy