SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ अतिशयचतुष्कविचारः અધ્યાત્મોપનિષદ્ઘકરણ स्वशिष्यादिहितशिक्षायै ग्रन्थाध्ययनेऽनुषङ्गतः शिष्यादीनां मङ्गलसम्पत्तये च मङ्गलं ग्रन्थनिबद्धम् । कामितपूरणसुरतरु-स्वेष्ट-सिद्ध-वाग्देवतामन्त्रस्मरणादिकृते 'ऐन्द्रे' त्युक्तम् । अनेन च वाग्देवतां प्रति स्वकृतज्ञतादिकमाविष्कृतम् । ऐन्द्रवृन्दनतमित्यनेन भगवत: पूजातिशयः प्रकटितः, वीतरागमित्यनेनाऽपायापगमातिशयो द्योतितः, स्वयम्भुवमित्यनेन च ज्ञानातिशयः प्रकाशितः । परेषां परप्रबुद्धत्वेऽपि भगवतः स्वयंसम्बुद्धत्वेन ज्ञानातिशयभाजनत्वात् चरमभवे तीर्थङ्करादिरूपेण स्वतो भवनं सङ्गतमेव । ततश्च तीर्थङ्करस्य पार्थिवदेहरूपेण औदारिकशरीरात्मना वा परतो भवनेऽपि न क्षतिः । वचनातिशयश्च 'तद्ग्रहणे तत्सजातीयोऽपि गृह्यते' इति न्यायेन गम्यः । केचित्तु > ‘સ્વયંમુવં’ ત્યનેન વશ્વનાતિરાય: પ્રતિત: ← કૃતિ વ્યાવક્ષતે । ‘वीतरागमि' ति पदं द्विरावर्त्य क्रमशः विवक्षाभेदेन विशेषणता - विशेष्यताक्रान्तमवगन्तव्यम् । नमस्कार्यः कीदृगित्याकाङ्क्षायां तद्विशेषणताप्रतिपादकम्, नमस्कार्यः कः ? इत्याकाङ्क्षायां च तद्विशेष्यताद्योतकम् । ततश्च न निराकाङ्क्षशाब्दबोधानुपपत्तिः । न च ' महावीरमिति पदमेवाऽध्याहार्यं विशेष्यरूपेणेति नैकत्र કહેવાને બદલે ‘કેન્દ્રવૃત્ત્વનતં'' આ રીતે પ્રસ્તુત ગ્રંથની શરૂઆત કરવાનું પ્રયોજન એ છે કે મનોવાંછિતપૂરણ સુરતરુ અને પોતાને ઇષ્ટ તેમ જ સિદ્ધ થયેલ એવા સારસ્વત મંત્રનું ગ્રંથકારશ્રીને સ્મરણ વગેરે કરવું છે. આના દ્વારા સરસ્વતી માતા પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વગેરે મહોપાધ્યાયજી મહારાજે વ્યક્ત કરી છે. સારસ્વત મંત્રનું પ્રધાન બીજ ‘'' છે. ૨ ભગવાનના ચાર અતિશય પ્રથમ પદ દ્વારા ભગવાનનો પૂજાઅતિશય વ્યક્ત કરેલો છે. વીતરાગ પદ દ્વારા ભગવાનનો અપાયઅપગમ અતિશય પ્રગટ કર્યો છે. સ્વયંભૂ શબ્દથી ભગવાનનો જ્ઞાનઅતિશય પ્રકાશિત થયેલો છે. સ્વયંભૂ શબ્દનો અર્થ છે સ્વયં થવું. બીજા બધા જીવો ગુરુઉપદેશ વગેરે દ્વારા બોધ પામે છે. પરંતુ ભગવાન સ્વયંસંબુદ્ધ હોય છે. તેથી તેઓ જ્ઞાનાતિશયનું ભાજન હોય છે. માટે ચરમ ભવની અંદર તીર્થંકર વગેરે સ્વરૂપે સ્વયં જ થવું તેઓને માટે સંગત છે. તેથી પાર્થિવ દેહરૂપે કે ઔદારિક શરીરરૂપે તીર્થંકરનું અસ્તિત્વ બીજાથી (માતા, પિતા, ઔદારિક શરીરનામ કર્મ વગેરે થકી) આવે તો પણ તીર્થંકરનું સ્વયંભૂપણું હણાતું નથી. પૂજાઅતિશય વગેરેનો સજાતીય હોવાથી વચનાતિશયનું પણ અહીં ગ્રહણ કરી લેવું. તે માટે ‘તગ્રહણે તસજાતીયોઽપ ગૃહ્યતે.' આવો ન્યાય પ્રચલિત છે. (દા.ત. ‘દહેરાસરની સંભાળ કરવી' આ વાક્યમાં દહેરાસરને સજાતીય એવી જિનપ્રતિમા, તીર્થો વગેરેની સંભાળ પણ આવી જાય.) કોઈક વિદ્વાનો એવું કહે છે કે સ્વયંભૂ શબ્દથી વચનાતિશય સૂચિત થાય છે. ‘‘વીતરાગં’’ એવું પદ આવૃત્તિ કરીને બે વાર ગ્રહણ કરવું. તથા ક્રમશઃ અલગ અલગ વિવક્ષાથી તે પદ વિશેષણપ્રતિપાદક અને વિશેષ્યપ્રતિપાદક છે. ‘નમસ્કાર્ય કેવા છે ?' આવી આકાંક્ષા ઉપસ્થિત થાય ત્યારે તે વિશેષણનું પ્રતિપાદક છે ‘નમસ્કાર્ય કોણ છે ?' એવી જિજ્ઞાસાના ઉત્તર રૂપે તે વિશેષ્યનું પ્રતિપાદક છે. તેથી —> ‘વીતરાગ એવું પદ તો માત્ર વિશેષણવાચક જ છે, તો નમસ્કારનો વિશેષ્યાત્મક વિષય કોણ છે ?'' આવી આકાંક્ષા શાંત ન થવાના કારણે નિરાકાંક્ષ શાબ્દબોધ ઘટી નહીં શકે. ← આવી શંકાનું પણ સમાધાન થઈ જાય છે, કેમ કે અહીં વીતરાગ પદનું બે વાર ઉચ્ચારણ કરવાનું છે. એક વીતરાગપદ વિશેષણવાચક સમજવાનું અને બીજું વીતરાગપદ વિશેષ્યબોધક સમજવાનું. તેથી કોઈ અસંગતિ નહિ આવે. પ્રસ્તુતમાં વિશેષ્યરૂપે ‘મહાવીર’ આવા કોઈક પદનો અધ્યાહાર કરવો જ યોગ્ય છે, કારણ કે શંકા :
SR No.023420
Book TitleAdhyatma Upnishad Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages188
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy