________________
૧૩૦
त्रिविधविषयविमर्शः
માવનાજ્ઞાનું પ્રતિપાદ્યતિ -> ‘તેતર્યં’તિ ।
-
અધ્યાત્મોપનિષત્પ્રકરણ
ऐदम्पर्यगतं यच्च, विध्यादौ यत्नवच्च यत् तृतीयं तदशुद्धोच्च - जात्यरत्नविभानिभम् ॥६७॥
=
ऐदम्पर्यं तात्पर्यं 'सर्वज्ञेयविषये सर्वज्ञाज्ञैव प्रधानं कारणं' इत्येवं रूपं तद्गतं तद्विषयं यत् ज्ञानं, अयं भावः हेयोपादेय - ज्ञेयभेदेन त्रिविधाः विषया भवन्ति । तत्र हेयोपादेययोरविपर्यस्तबोधः निर्मलसम्यग्दर्शनवतां मिथ्यात्वक्षयोपशम- दृष्टिवादोपदेशिकीसंज्ञादिप्रभावेन स्वत एव भवति । परं ज्ञानावरणोदयादिना निगोदाऽभव्यादिज्ञेयपदार्थगोचरः संशय - भ्रमादिरपि सम्भवति । अतः तन्निरासाय सर्वज्ञोपदेशस्याऽऽवश्यकता । तत एव तद्गोचराऽभ्रान्तज्ञानसम्भवादिति ‘सर्वज्ञेयविषयबोधे सर्वज्ञाज्ञेव प्रधानं कारणमिति स्वीक्रियते । ज्ञेयादिविषयोऽपि नयाभिप्रायभेदे पदार्थ - वाक्यार्थ- महावाक्यार्थेदम्पर्यार्थभेदेन चतुर्धा भिद्यते । पदार्थादिभावना चैवं बोध्या, यथा ' मा हिंस्यात् सर्वभूतानि' इत्यत्र 'सर्वजीवानां सर्वथा बाधां न कुर्यादिति पदार्थः । ' गृहस्थस्य चैत्यालयादौ यत्नः कथं स्यात् ?, इति चालनात्मकः वाक्यार्थः । ‘अविधिकरणे आज्ञाविराधनात् चैत्यकरणस्य सदोषत्वेन विधि - यतनादिना यतितव्यमिति प्रत्यवस्थानात्मको महावाक्यार्थः । प्रमादाविध्ययतनानां हिंसादिहेतूनां विरहेण चैत्यकरणादौ स्वरूपहिंसाया निर्दोषतया तज्ज्ञापिका → जिनाज्ञैव धर्मे सारः - इति चैदम्पर्यार्थः । तदुक्तं उपदेशपदे > हिंसिज्ज ण भूयाई
ભાવનાજ્ઞાનનું ગ્રંથકારથી પ્રતિપાદન કરે છે.
શ્લોકાર્થ :- જે જ્ઞાન ઐદંપર્યવિષયક હોય તથા વિધિ વગેરેમાં જે જ્ઞાન પરમ આદરવાળું હોય તે ભાવનાજ્ઞાન અશુદ્ધ હોવા છતાં પણ ઉંચા પ્રકારના શ્રેષ્ઠ રત્નની કાન્તિ સમાન છે. (૧/૬૭)
ભાવનાજ્ઞાનને પરિણમાવીએ
=
ઢીકાર્થ :- સર્વ શેયવિષયને સ્વીકારવામાં સર્વજ્ઞની આજ્ઞા એ જ પ્રધાન કારણ છે. આ પ્રમાણે જે તાત્પર્ય તે ઐદપર્ય કહેવાય છે. તદ્વિષયકજ્ઞાન ભાવનાજ્ઞાન કહેવાય છે. કહેવાનો આશય એ છે કે હેય, ઉપાદેય અને લેય આમ ત્રણ પ્રકારના વિષયો હોય છે. તેમાંથી હેય અને ઉપાદેય પદાર્થનો અવિપરીત બોધ નિર્મળ સમ્યગ્દર્શનવાળા સાધકોને મિથ્યાત્વના ક્ષયોપશમ અને દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા વગેરેના પ્રભાવથી સ્વતઃ = પરોપદેશથી નિરપેક્ષપણે થાય છે. પરંતુ જ્ઞાનાવરણના ઉદય વગેરેના કારણે ‘નિગોદમાં અનંતા જીવો છે, અનંતા અભવ્ય જીવો છે. નિગોદમાં અનંતા જાતિભવ્ય જીવો છે' આવા પ્રકારના શેયપદાર્થમાં સંશય, ભ્રમ વગેરે પણ સંભવી શકે છે. આથી તેવા સંશય આદિને દૂર કરવા માટે સર્વજ્ઞના ઉપદેશની આવશ્યકતા છે. તેનાથી જ નિગોદ આદિ જ્ઞેયપદાર્થવિષયક અભ્રાન્ત બોધ સંભવી શકે છે. માટે ‘‘સર્વ જ્ઞેયપદાર્થના બોધમાં સર્વજ્ઞની આજ્ઞા = વચન જ પ્રધાન કારણ છે.'' આવું સ્વીકારવામાં આવે છે. જ્ઞેય વગેરે પદાર્થો પણ અલગ અલગ નયના અભિપ્રાયથી પદાર્થ, વાક્યાર્થ, મહાવાક્યાર્થ અને ઐદંપર્યાર્થ આ પ્રકારે ચતુર્વિધ હોય છે. પદાર્થ આદિની ભાવના આ રીતે સમજવી. જેમ કે ‘મા હિઁસ્વાત્ સર્વભૂતાનિ’ આ વાક્યમાં ‘સર્વ જીવોને કોઈ પણ પ્રકારે પીડા ન કરવી.’ આ પદાર્થ છે. ‘“તો પછી ગૃહસ્થ દહેરાસર વગેરે બંધાવવામાં કઈ રીતે પ્રયત્ન કરી શકે ? તથા પ્રમત્ત સાધુઓ લોચ કરવા વગેરેમાં પ્રયત્ન કઈ રીતે કરી શકશે ?’’
આવો આક્ષેપાત્મક = પ્રશ્નાત્મક = ચાલના સ્વરૂપ વાકયાર્થ જાણવો. ‘‘અવિધિથી કરવામાં આવે તો જિનાજ્ઞાની વિરાધના હોવાથી દહેરાસર વગેરે બનાવવામાં અવિધિકૃત દોષ રહેલો છે. માટે વિધિ, યતના વગેરે પૂર્વક તેમાં