SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ श्रुतज्ञानेऽभिनिवेशविरहः ૧૨૮ અધ્યાત્મોપનિષત્પ્રકરણ र्थविषयं प्रकृतवाक्यैकवाक्यतापन्नस्य सकलशास्त्रवचनस्य योऽर्थः तदविरोधित्वेन निर्णीतार्थं यत् वाक्यं तद्विषयं, परं प्रमाणनयाधिगमरहितं मतम्, न तूत्सर्गापवाद-स्वदर्शनपरदर्शन-द्रव्यार्थिकपर्यायार्थिकप्रभृतिपरस्परविभिन्नविषयशास्त्रावयवभूतनिरपेक्षपदमात्रवाच्यार्थविषयं तस्य संशयादिरूपत्वेनाऽज्ञानत्वात्, न वा प्रमाणनयाधिगमोपेतं, तयोः श्रुतसीमाऽतिक्रान्तत्वात्, न वा मिथ्याभिनिवेशसहकृतं, मिथ्याभिनिविष्टस्य श्रुतबोधस्य दग्धबीजकल्पतया चिन्ताज्ञानादिजनने वन्ध्यत्वात् । तदुक्तं देशनाद्वात्रिंशिकायां > श्रुतं सर्वानुगाद्वाक्यात्प्रमाणनयवर्जितात् ।। उत्पन्नमविनष्टं च बीजं कोष्ठगतं यथा । परस्परविभिन्नोक्तपदार्थविषयं तु न ॥― (२/१०-११) इति । इदञ्च मिथ्याभिनिवेशरहितमवगन्तव्यम्, पदार्थज्ञानोत्थापितानुपपत्तिनिरासप्रधानत्वात् । तदुक्तं षोडशकप्रकरणे - वाक्यार्थमात्रविषयं कोष्टकगतबीजसन्निभं ज्ञानम् । श्रुतमयमिह विज्ञेयं मिथ्याभिनिવેરારહિતમહમ્ ।। – (૨૬/૭) કૃતિ । મિથ્યામિનિવેશે ત્વજ્ઞાનમેવ સ્વાત્ । તનુાં ઉપવેશપરે > એકવાક્યતાઆપન્ન કહેવાય. દાખલા તરીકે : (A) ‘સત્રે ખાવા ન દંતવ્યા' આ વાકય સાથે એકવાક્યતાને પામેલા શાસ્ત્રવચનો છે. (B) સબ્વે નીવા વિ ફ ંતિ નીવિ' (C) ‘વાળવો ન ાયો’ (D) ‘ન ચિંસ્થાત્ સર્વભૂતાનિ...' વગેરે . આવા સર્વ શાસ્ત્રવચનોના અર્થનું અવિરોધી એવું પ્રસ્તુત ‘સવ્વ જીવા ન હુંતા’ વાક્ય છે. ‘જીવહિંસા અનિષ્ટ ફલને આપનારી છે' આ પ્રમાણે તેના માત્ર યથાશ્રુત અર્થને જ વિષય બનાવે તે શ્રુતજ્ઞાન કહેવાય. પરંતુ પરસ્પર વિભિન્ન વિષયનું પ્રતિપાદન કરનારા એવા શાસ્રવચનઘટક પદોના વાચ્યાર્થનું જ અવગાહન કરનાર બોધ શ્રુતજ્ઞાન ન કહેવાય. કારણ કે તે સંશય આદિ સ્વરૂપ બનવાને લીધે અજ્ઞાનાત્મક છે. અહીં તો જ્ઞાનના વિભાગની વાત ચાલે છે. તેથી તેમાં અજ્ઞાનનો અંતર્ભાવ થઈ ન શકે. દાખલા તરીકે કોઈ શાસ્રવચન ઉત્સર્ગપ્રતિપાદક હોય, કોઈ અપવાદપ્રતિપાદક હોય, કોઈ દ્રવ્યાર્થિક નયનું વાક્ય હોય, કોઈ પર્યાયાર્થિક નયનું વાક્ય હોય તેવા અલગ અલગ વિષયવાળા શાસ્રવચનોના કોઈક કોઈક અન્યનિરપેક્ષ પદમાત્રને પકડીને તેના પદાર્થનું ભાન થાય તે તો સંશય-વિપર્યય આદિ સ્વરૂપ બનવાના કારણે અજ્ઞાન જ બને છે. જેમ કે “દ્રવ્ય જ પારમાર્થિક સત્ છે' એવું વ્યાર્થિક નયનું વચન, અને પર્યાય જ પારમાર્થિક સત્ છે.' એવું પર્યાયાર્થિક નયનું વચન પકડીને અપેક્ષાવિશેષ વિના જે યથાશ્રુત બોધ થાય તે સંશય સ્વરૂપ જ બની જાય. જો પ્રમાણ અને નયથી ગર્ભિત એવો બોધ થઈ જાય તો તે પ્રમાણાત્મક હોવા છતાં શ્રુતજ્ઞાનની સીમાને ઓળંગી ગયો હોવાથી તેનો (પહેલાં પ્રકારના) શ્રુતજ્ઞાનમાં સમાવેશ થતો નથી. તે શ્રુતજ્ઞાન મિથ્યા કદાગ્રહથી ગસ્ત હોતું નથી. કેમ કે મિથ્યા દુરાગ્રહવાળો શ્રુતબોધ બળેલા બીજ જેવો છે. તેથી તે ચિન્તાજ્ઞાન વગેરેને ઉત્પન્ન કરવા માટે અસમર્થ છે. દેશનાદ્વાÁિશકામાં મહોપાધ્યાયજી મહારાજાએ જણાવેલ છે કે —> સર્વ શાસ્ત્ર અનુગત અને પ્રમાણનયથી રહિત એવા વાક્યથી ઉત્પન્ન થયેલ શ્રુતજ્ઞાન કોઠારમાં રહેલ બીજની જેમ અવિનાશી છે. તથા પરસ્પર વિભિન્નવિષયક એવા શાસ્ત્રોમાં જણાવેલ વિલક્ષણ પદાર્થોનું તે અવગાહન કરતું નથી –શ્રુતજ્ઞાન મિથ્યાઅભિનિવેશરહિત જાણવું. કારણ કે તે પદાર્થના જ્ઞાનથી ઉત્પન્ન કરવામાં આવેલ અનુપપત્તિનું નિરાકરણ કરવામાં તત્પર છે ષોડશક પ્રકરણમાં જણાવેલ છે કે —> વાક્યાર્થમાત્રવિષયક તથા કોઠારમાં રહેલ બીજ જેવું જ્ઞાન પ્રસ્તુતમાં શ્રુતજ્ઞાન જાણવું, કે જે અત્યંત મિથ્યા અભિનિવેશથી રહિત હોય છે. < – જો મિથ્યા કદાગ્રહ હોય તો તે અજ્ઞાન જ બને. ઉપદેશપદમાં પણ આ વાતને જણાવતા કહ્યું છે કે ‘અનભિનિવિષ્ટ વ્યક્તિને શ્રુતજ્ઞાન હોય, કદાગ્રહી વ્યક્તિનું જ્ઞાન મિથ્યા કહેવાય.' આ વાતને બરોબર ભાવિત કરવી. (૧/૬૫) હવે ચિન્તાજ્ઞાનનું નિરૂપણ થાય છે. =
SR No.023420
Book TitleAdhyatma Upnishad Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages188
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy