________________
અધ્યાત્મોપનિષત્પ્રકરણ-૧/૬૦ ૪ સૌપતયે નિત્યત્વસિદ્ધિ
૧૨૧
किञ्चैकान्तक्षणिकत्वे → इत एकनवतौ कल्पे शक्त्या मे पुरुषो हतः । तेन कर्मविपाकेन पादे विद्धोऽस्मि भिक्षवः ।। - इति सुगतवचनमपि विशीर्येत । → ‘मे मये' त्यात्मनिर्देशस्तद्गतोक्ता વધક્રિયા | સ્વયમાક્ષેન યત્તત્ વ: જોયું ક્ષળિતાગ્રહઃ ? || ← - ( ४ / १२५ ) इति शास्त्रवार्तासमुच्चयेऽपि व्यक्तम्। ' कप्पट्ठाइ पुहइ भिक्खवो !' ( ) इत्यत्रापि भगवता बुद्धेन स्वयमेव पृथिव्याः कल्पस्थायित्वमुक्तम् । ततश्च एतत् आनन्तर्यं क्षणानां भेदकमित्यपार्थकमेवेति चर्चितं अन्यत्र स्याद्वादकल्पलतान्यायखण्डखाद्यादौ विस्तरतः ||१ / ५९ ||
=
अहिंसादिर्नित्यानित्यात्मवाद एव व्यवतिष्ठत इति दर्शयति 'नित्ये 'ति । नित्यानित्याद्यनेकान्तशास्त्रं तस्माद्विशिष्यते ।
तद्दृष्ट्यैव हि माध्यस्थ्यं गरिष्ठमुपपद्यते ॥ ६० ॥
તસ્માત્ = एकान्तनित्यात्मपक्षे एकान्तानित्यात्मपक्षे चाहिंसादेरघटमानत्वात् एकान्तशास्त्राऽपेक्षया नित्यानित्याद्यनेकान्तशास्त्रं = नित्यत्वसम्भिन्नानित्यत्वाद्यनन्तधर्मावच्छिन्नसर्ववस्तुप्रतिपादकस्याद्वादसूत्रं विशिष्यते अतिशेते । तद्दृष्ट्यैव = सापेक्षसर्वसुनयसमूहात्मकस्याद्वादविचारविमर्शेनैव गरिष्ठं परमं माध्यस्थ्यं = राग-द्वेषयोर्मध्यवर्तित्वं अपक्षपातित्वं साम्यमिति यावत्, उपपद्यते = उपधीयते, तस्य गुणग्राहितया
=
=
કે —> સ્વયં ગૌતમ બુદ્ધે જ મારા વડે'' આવો પોતાની જાતનો નિર્દેશ કરેલો છે, અને પોતાનામાં રહેલી પુરૂષવધાનુકૂલ ક્રિયા જણાવેલી છે. તેથી હે બૌદ્ધ વિદ્વાનો ! આત્માને એકાંતે ક્ષણિક માનવો એવો તમારો આ કેવો આગ્રહ છે ? અર્થાત્ દુરાગ્રહ છે. – આ પ્રમાણે શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં પણ સ્પષ્ટ જણાવેલ છે. તથા —— હે ભિક્ષુઓ ! પૃથ્વી કલ્પસ્થાયી છે. – આ પ્રમાણે ભગવાન ગૌતમ બુદ્ધે જાતે જ પૃથ્વીને દીર્ઘ કાલ સુધી રહેનારી જણાવી છે. તેથી આત્મભિન્ન પદાર્થમાં પણ ક્ષણિકતાનો આગ્રહ એ દુરાગ્રહ છે તેથી પૂર્વોત્તર ક્ષણો વચ્ચેના આનન્તર્ય દ્વારા સર્વ પદાર્થોમાં ભેદની સિદ્ધિ કરવી નિરર્થક છે. આ વાતની વિસ્તારથી ચર્ચા મહોપાધ્યાયજી મહારાજાએ સ્યાદ્વાદકલ્પલતા, ન્યાયખંડખાદ્ય વગેરે ગ્રંથમાં કરેલી છે. (૧/૫૯)
નિત્યાનિત્ય આત્માને સ્વીકારનાર દર્શનમાં અહિંસા વગેરેની વ્યવસ્થા સંગત થાય છે. આ વાતને ગ્રંથકારશ્રી જણાવે છે.
શ્લોકાર્થ :- તેથી નિત્યાનિત્ય વગેરે અનેકાંતશાસ્ત્ર ચઢિયાતું બને છે. ખરેખર, અનેકાન્તદૃષ્ટિથી જ પરમ માધ્યસ્થ્ય પ્રાપ્ત થાય છે. (૧/૬૦)
* અનેકાન્તવાદથી માધ્યસ્થ્યની ઉપલબ્ધિ
ટીકાર્ય :- આત્માને એકાન્તનિત્ય માનનાર સાંખ્ય વગેરે દર્શનમાં તથા એકાંતક્ષણિક માનનાર બૌદ્ધદર્શનમાં અહિંસા વગેરે મુખ્યવૃત્તિથી સંગત બનતી ન હોવાથી, એકાન્તશાસ્ત્રની અપેક્ષાએ અનેકાન્તશાસ્ત્ર ઉત્કૃષ્ટ બને છે. નિત્યત્વથી વ્યાપ્ત એવું અનિત્યત્વ, સાધારણ ધર્મથી મિશ્ર થયેલ વિશેષ ધર્મ વગેરે અનંત ધર્મોથી યુક્ત એવી સર્વ વસ્તુનું પ્રતિપાદન કરનાર અનેકાન્તશાસ્ત્ર છે. સાપેક્ષ એવા સર્વ સુનયોના સમૂહાત્મક સ્વાદ્દાદના વિચાર-વિમર્શથી જ ઉત્કૃષ્ટ માધ્યસ્થ્ય = રાગદ્વેષમધ્યવર્તિતા અપક્ષપાત = સામ્ય પ્રાપ્ત થાય છે. કારણ કે તે અનેકાંત વિચાર ગુણગ્રાહી હોવાથી અન્યના વચનને સ્વીકારવાથી આવનારી અનુપપત્તિનો પરિહાર કરવામાં