SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ ઉB સીસમેતહિંસાવિવાર: ઉ અધ્યાત્મોપનિષપ્રકરણ गतदुःखोत्पादरूपा हिंसा साङ्ख्यानामात्मनि प्रतिबिम्बोदयेनानुपचरिता सम्भवति, न वा नैयायिकानां स्वभिन्नदुःखगुणरूपा सा आत्मनि समवायेन, प्रतिबिम्बसमवाययोरेव काल्पनिकत्वात् । ततश्च यदुक्तं विन्ध्यवासिना साङ्ख्याचार्येण -> पुरुषोऽविकृतात्मैव, स्वनि समचेतनम् । मनः करोति सान्निध्यादुपाधिः स्फटिकं यथा ।। ततश्चेदृक्परिणतौ बुद्धौ भोगोऽस्य कथ्यते । प्रतिबिम्बोदयः स्वच्छे यथा चन्द्रमसोऽम्भसि ।। ८-तद्विप्लवत एव । न हि कथमपि स्वपर्यायविनाशाभावे मुख्यो हिंसाव्यवहारः कल्पनाशतेनाऽप्युपपादयितुं शक्यते । तदुक्तं अष्टकप्रकरणे → निष्क्रियोऽसौ ततो हन्ति हन्यते वा न जातुचित् । ચનદ્રિવં ન હિંડોચતે || (૨૪/૨) – તિ | ___ न चात्ममनोयोगनाशस्यैवाऽऽत्ममरणरूपत्वाद्धिंसासम्भव इति वाच्यम्, मनसोऽतिचञ्चलत्वेन प्रतिक्षणं तत्प्रसङ्गात्तद्विरतेर्दुर्लभत्वापातात् । न च प्रतिक्षणं तन्नाशेऽप्यभिनवस्याऽत्ममनःसंयोगस्योत्पत्तेर्न हिंसाव्यवहारप्रसङ्गः, चरमस्याऽऽत्ममनोयोगस्य नाश एव हिंसात्वेनाभिभत इति वाच्यम्, एकान्तनित्यपक्षे आत्मनो विभुत्वेन नित्यत्वेन च सदा मूर्त्तनित्यमनसा संयुक्तत्वात्कदापि हिंसाऽनुपपत्तेः । न च ज्ञानजनकात्ममनःसंयोगनाशस्य हिंसात्वमिति नोक्तदोष इति वक्तव्यम्, एवं सति सुषुप्त्यादी मरणव्यवहारापत्तेः । न હિંસાને પાણી આત્માથી સર્વથા ભિન્ન માને છે. તેમના મતે દુઃખાત્મક હિંસા પણ આત્માથી સર્વથા ભિન્ન છે. એટલે સમવાય સંબંધથી આત્મામાં અનુપચરિતરૂપે હિંસા સંભવિત નથી, કેમ કે સમવાય પોતે પણ કાલ્પનિક છે. આમ સાંખ્યસંમત પ્રતિબિંબ અને નૈયાયિકને સંમત સમવાય આ બન્ને કાલ્પનિક હોવાથી સાંખ્ય કે નૈયાયિકના મતે મુખ્યરૂપે હિંસા ઘટતી નથી. આવું હોવાથી વિંધ્યવાસી સાંખ્યાચાર્યએ જે કહ્યું છે કે – પુરૂષ અવિકારી જ છે. જેમ લાલ ફલ વગેરે ઉપાધિ પોતાના સાન્નિધ્યથી નિર્મલ એવા સ્ફટિકને પણ લાલરંગમય બનાવે છે. તેમ જડ એવું મન પણ પોતાના સાંન્નિધ્યથી નિર્વિકારી એવા આત્માને પોતાના આકારવાળું કરે છે. તેથી આવા મનના આકારના પરિણામરૂપે આત્માનું બુદ્ધિમાં પ્રતિબિંબ પડવું તે આત્માનો ભોગ (= સુખદુઃખાનુભવ) કહેવાય છે. આનું દષ્ટાંત એ કહી શકાય કે નિર્મળ એવા પાણીમાં નિર્મળ એવા ચંદ્રનું પ્રતિબિંબ પડે છે. તેમ સ્વચ્છ બુદ્ધિમાં સ્વચ્છ આત્માનું પ્રતિબિંબ પડી શકે છે – તેનું નિરાકરણ થઈ જાય છે. કારણ કે કોઈ પણ રીતે આત્માના પોતાના પર્યાયનો નાશ ન થાય તો સેંકડો કલ્પનાઓથી પણ હિંસાના વ્યવહારની મુખ્યરૂપે સંગતિ કરી શકાતી નથી. અષ્ટપ્રકરણમાં શ્રીહરિભદ્રસૂરિ મહારાજાએ જણાવેલ છે કે – પરદર્શનમાન્ય આત્મા નિષ્ક્રિય છે. તેથી તે કયારેય પણ કોઈને હણતો નથી, ક્યારેય પણ કોઈના વડે હણાતો નથી. તેથી તેની હિંસા સંગત થઈ શકતી નથી. છે; નેયાયિકમાન્ય હિંસાની મીમાંસા છે ન વાતમ | ‘આત્મા અને મનના સંયોગના નાશને જ મૃત્યુ સ્વરૂપ માનીને હિંસા સંભવિત છે' - એવું કહી શકાય તેમ નથી. કારણ કે મન અત્યંત ચંચળ હોવાના કારણે પ્રતિક્ષણ આત્મમનસંયોગનો નાશ થતો હોવાથી પ્રતિક્ષણ હિંસાની આપત્તિ આવશે અને તેવું માનવામાં હિંસાની વિરતિ પણ દુર્લભ બની જશે. અહીં એવી શંકા થાય કે – પ્રતિક્ષણ આત્મમનસંયોગનો નાશ થવા છતાં પણ આત્માની સાથે મનના # # સંરો જ રે જે છે તેની જોક્સ &ઃ જજ જતિ જ જરે જન્માક્તર સાથે મનનો જે ચરમ સંયોગ હોય તેનો જ નાશ હિંસારૂપે માન્ય છે. – તો તે અનુચિત છે. કારણ કે એકાંત નિત્ય પક્ષમાં આત્મા સર્વવ્યાપી અને નિત્ય છે. તેમ જ મન મૂર્તિ તથા નિત્ય છે. સર્વ મૂર્ત પદાર્થથી
SR No.023420
Book TitleAdhyatma Upnishad Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages188
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy