________________
અધ્યાત્મોપનિષત્પકરણ
(સંશોઘનનું સંબોઘન) આધુનિક અર્ધદગ્ધ અર્થશાસ્ત્રીઓએ આંધળા વિકાસની ધૂનમાં વિશ્વના દેશોને ત્રણ વિભાગમાં વહેંચી નાખ્યા છે.
(૧) વિકસિત - જ્યાં તમામ આધુનિક સાધન-સગવડો અને આધુનિક રાક્ષસકાય યન્ત્રો કે અધતન ટેકનોલોજીએ પ્રજા ઉપર જબરજસ્ત વર્ચસ્વ જમાવી દીધું છે.
(૨) અર્ધવિકસિત અથવા વિકાસાધીન - જ્યાં પહેલા વિશ્વનું અનેક રીતે પેટ ભરી ભરીને ત્યાંથી યત્નો અને ટેકનોલોજીની આયાત કરીને વિકાસની હરણફાળ ભરવા માટે પ્રજા થનગની રહી છે.
(૩) પછાત :- જ્યાં કોઈ આધુનિક કહી શકાય એવું કશું ન હોય. માણસ જાણે કે સત્તરમી સદીમાં જીવી રહ્યો હોય.
પરદેશી અર્થશાસ્ત્રીઓએ શોષણના પાયા ઉપર રચેલી આ વિકાસ અને પછાતપણાની વ્યાખ્યા આંખો મીંચીને અપનાવી લઈને આખરે ભારતદેશની પ્રજા આજે બરબાદીના આરે આવીને ઊભી રહી ગઈ છે.
જડનો વિકાસ અને ચૈતન્યનો રકાસ - આ શોષણવાદીઓની વ્યાખ્યાનું પરિણામ છે.
ચૈતન્યનો વિકાસ અને જડનો રકાસ - આ વ્યાખ્યા ભારતીય મનીષિઓની ભણાવેલી છે. તેમાં || શોષણને બદલે પરસ્પર સહકાર-સહાનુભૂતિ-પ્રેમભરેલું સૌના હિતનું પોષણ છલકાતું હતું.
ભારતદેશ ક્યારે પણ પછાત હતો જ નહિ. જડ તત્ત્વોની જેલમાંથી છોડાવીને ચૈતન્યને ટોચ સુધી વિકસિત કરનારા હજારો-લાખો મહાપુરૂષો આ પુણ્યભૂમિમાં થઈ ગયા. કરૂણાના ધોધ વરસાવી ગયા. કષ્ટો વેઠીને પ્રજાને ચૈતન્યવિકાસનું અમૃતપાન કરાવી ગયા. દેશના ખૂણે ખૂણામાં અધ્યાત્મની સુગંધ અને આત્માનંદનો દિવ્ય પ્રકાશ પાથરતા ગયા.
અધ્યાત્મ એટલે જડ તત્ત્વોને કોઈ મહત્ત્વ આપવાનું નહીં, ચૈતન્યના પૂર્ણ વિકાસ માટે જેટલા અંશે ઉપયોગી હોય એટલા અંશે જડ તત્ત્વની મદદ લેવાની પણ ભૂલે ચુકે જડનું મહત્ત્વ વધારવાનું તો નહીં જ. ચૈતન્યના વિકાસને જ સર્વોચ્ચ અગ્રક્રમ આપવાનો - એનું જ મહત્ત્વ સ્થાપિત કરવાનું. આ રીતે જોઈએ તો આ ભારત દેશ સમગ્ર વિશ્વમાં વિકસિતમાં વિકસિત દેશ હતો અને આજે પણ એનું એ જ સ્થાન છે.
અધ્યાત્મનું મધુર સંગીત સકલ વિશ્વમાં વહેતુ કરનારા સુવિકસિત લેશમાત્ર પછાત નહીં એવા આ ભારત દેશમાં આજે પણ અધ્યાત્મના વિષય ઉપર પ્રકાશ પાથરતા હજારો શાસ્ત્રગ્રન્થો હયાત છે. એ બધાની અંદર મહોપાધ્યાય શ્રી યશોવિજય (૧૭/૧૮ મી સદી) મહારાજે રચેલા આ પ્રસ્તુત અધ્યાત્મોપનિષદ્ ગ્રન્થનું અનોખુ સ્થાન છે.
ઉપાધ્યાય મહર્ષિએ ૧૭મી સદી પૂર્વે રચાયેલા અગણિત અધ્યાત્મવિષયક ગ્રન્થોનું જે ગહન ચિંતનમનન-સંવેદન કર્યું છે તેનું ઝળહળતું પ્રતિબિંબ આ ગ્રન્થમાં સ્પષ્ટ દેખાઈ આવે છે.
અધ્યાત્મ પ્રત્યે અભિમુખ બનેલા મુમુક્ષુ જીવે સૌ પહેલા તો પોતાનું શાસન અને ત્રાણ કરનારા મહર્ષિઓના અમૂલ્ય વચનોનું આકંઠ પાન કરવું જરૂરી છે, ક્યાંક શાસ્ત્રના નામે પોતે શાસ્ત્રાભાસના મૃગજળ સમાન ઝેરીમાં ઝેરી એકાન્તવાદ-કદાગ્રહ-હઠાગ્રહ-દુરાગ્રહોમાં ન તણાઈ જાય તે માટે