SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ શાસન શિરતાજ, દીક્ષાયુગપ્રવર્તકશ્રીજીના શ્રીચરણે ભાવભરી અંજલી ન્યાયાભાનિધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી (આત્મારામજી) મહારાજાના સ્વર્ગવાસના વર્ષે જન્મી ચૂકેલા પાદરાના મા સમરથ અને પિતા છોટાલાલ રાયચંદના એકમેવ સુપુત્રરત્ન ત્રિભુવનકુમારે દીક્ષા માટેની સાર્વત્રિક વિપરીત અવસ્થાઓના વાદળાંઓને સ્વપુરુષાર્થથી વિખેરી ભરૂચ પાસેના ગંધાર તીર્થના આંગણે પૂ.મુ.શ્રી મંગલવિજયજી મહારાજાના વરદહસ્તે રજોહરણ પ્રાપ્ત કરી પૂમુ.શ્રી પ્રેમવિજયજી મહારાજ (ત્યાર બાદ સૂરીશ્વરજી)ના પ્રથમ પટ્ટશિષ્ય રૂપે પૂ.મુ.શ્રી રામવિજયજી મહારાજનું નામ ધારણ કર્યું. એ વખતે દીક્ષિતો અને દીક્ષાર્થીઓને દીક્ષાનું પ્રદાન-આદાન કરવા માટે જે ભીષણ રીતે ઝઝૂમવું પડતું હતું તે પરિસ્થિતિમાં પૂર્વ-પશ્ચિમ જેવો પ્રચંડ પલટો લાવવાનો દૃઢ સંકલ્પ કરી એનાં મૂળ કારણો શોધી એને ધરમૂળથી ઉખેડવાનો ભીષ્મ પુરુષાર્થ તેઓશ્રીમદે આદર્યો. એ પુરુષાર્થની પાયાની શિલા “પ્રવચન ધારા” બની. અનંત તીર્થકરોને હૃદયમાં વસાવી, જિનાજ્ઞાગુર્વાષાને ભાલપ્રદેશે સ્થાપી, કરકમળમાં આગમાદિ ધર્મશાસ્ત્રો ધરી, ચરણદ્વયમાં ચંચલા લક્ષ્મીને ચાંપી, જીઠાના અગ્રભાવે મા શારદાને સંસ્થાપિત કરી આ મહાપુરુષે દીક્ષા વિરોધની સામે ભીષણ જેહાદ જગવી દીધી. અનેક બાળ, યુવા, પ્રૌઢ અને વૃદ્ધોને દીક્ષા આપી. એક સામટા પરિવારો દીક્ષિત થવા લાગ્યા. હીરા બજારના વેપારીઓ, મીલમાલિકો, ડૉક્ટરો, એજીનીયરો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો પણ તેઓશ્રીની વૈરાગ્ય ઝરતી વાણીને ઝીલી વીર શાસનના ભિક્ષુક બન્યા. આ કાર્યકાળ દરમ્યાન તેઓશ્રીમદૂને કેઈ ઝંઝાવાતો, અપમાનો, તિરસ્કારો, કાચની વૃષ્ટિઓ અને કેટકોની પગથાર, કાળા વાવટાઓ, સ્થાન અને ગામમાં પ્રવેશ પણ ન મળે તેવા કારસ્તાનોનો સામનો કરવો પડ્યો. પાંત્રીસથી વધુ વાર તો તેઓશ્રીને સીવીલ કે ક્રિમીનલ ગૂનાના આરોપી બનાવી જૈન વેષધારીઓએ જ ન્યાયની કોર્ટ બતાવી. મા સમરથના જાયા, રતનબાના ઘડતરપાયા, સૂરિદાનની આંખની કીકી અને સમકાલીન સર્વ વડીલ ગુરુવર્યોના હૃદયહાર રૂપે સ્થાન પામેલા પૂજ્યશ્રીએ જિનાજ્ઞા અને સત્યવાદિતાના જોરે એ બધાં જ આક્રમણોને ખાળી વિજયશ્રી પ્રાપ્ત કરી. પૂ.મુ.શ્રી રામવિજયજી મહારાજામાંથી પૂઆ શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના રૂપે વિખ્યાત બનેલા તેઓશ્રીમદ્ વ્યાખ્યાન વાચસ્પતિ, પરમ શાસન પ્રભાવક, મહારાષ્ટ્રાદિ દેશોદ્ધારક, દીક્ષાયુગ પ્રવર્તક, જૈન શાસન શિરતાજ , તપાગચ્છાધિરાજ જેવા ૧૦૮થી ય વધુ સાર્થક બિરૂદોને પામી જૈન શાસનને આરાધના, પ્રભાવના અને સુરક્ષાના ત્રિવેણી સંગમથી પરિસ્નાત કરતા રહ્યા. કટ્ટરમાં કટ્ટર વિરોધી વર્ગને પણ વાત્સલ્યથી નિહાળતા અને પોતાના પ્રત્યે ગંભીર ગુનો આચરનારને પણ ઝટ ક્ષમાનું દાન કરતા તેઓશ્રીએ પોતાના ૭૭-૭૮ વર્ષના સુદીર્ઘ સંયમપર્યાયમાં મુખ્યત્વે દીક્ષાધર્મની સર્વાગીણ સુરક્ષા-સંવર્ધના કરી એનાં બીજ એવાં સુનક્ષત્રમાં વાવ્યાં કે તેઓશ્રીના નામ સાથે પુણ્ય સંબંધ
SR No.023419
Book TitleMannaha Jinan Aanam Swadhyay
Original Sutra AuthorN/A
AuthorVijaykirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2013
Total Pages468
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy