________________
સંયમથી અનાશ્રવતા, અનાશ્રવતાથી તપ, તપથી સુદાન, સુદાનથી અક્રિયા અને અક્રિયાથી સિદ્ધિની પ્રાપ્તિ થાય છે.' - એમ ઉત્તરાધ્યયન સૂત્રાદિના આધારે જણાવ્યું છે.
કેટલાંક પોતાને જ તારનારા વટપત્ર સમાન તાપાત્ર ગુરુ હોય છે. કેટલાંક સ્વ-પરને તારનારા યાનપાત્ર (જહાજ) સમાન જ્ઞાનપાત્ર ગુરુઓ હોય છે.
સંપૂર્ણ છત્રીસ ગુણવાળા હોય તેને જ ગુરુ તરીકે સ્વીકારવા, એકાદ ગુણ રહિત ગુરુને પણ સ્વીકારવા નહીં આવો કદાગ્રહ ધરનારને એક-બે-ત્રણ ગુણહીનથી માંડી યાવતું જઘન્યમાં જઘન્ય ગીતાર્થ અને સારણાદિ કરવામાં ઉઘુક્ત હોય તેવા ગુરુને પણ ગુરુ તરીકે સ્વીકારવા પુષ્પમાળાનો પાઠ આપ્યો છે.
આગળ વધીને કેટલાંક લોકો વર્તમાનમાં ગુરુનો વિરહ માને છે અને કેટલાંક લોકો મહાવિદેહ ક્ષેત્રમાં રહેલાં સાધુ ભગવંતોને પ્રમાણ કરીને ધર્માનુષ્ઠાન કરવાનું માને છે. તેમને પણ જાવંત કેવિ સાહુ, અઢાઈજજેસુ વગેરે સૂત્રોના આધારે ગુરુની વિદ્યમાનતા અને દશવૈકાલિક, ભગવતી સૂત્ર વગેરે આગમોનાં આધારે અહીં રહેલાં સાધુ ભગવંતોને પ્રમાણ કરી ધર્માનુષ્ઠાનો કરવા માટે યુક્તિ સંગત સમાધાનો આપ્યાં છે.
ગુરુના યોગથી જ જીવોમાં યોગ્યતા પ્રાપ્ત થાય છે તે બાબતમાં પ્રદેશ રાજાનું વર્ણન કરી ગુરુના પ્રત્યનીકપણાથી કેવાં નુકશાનો અને ગુરુની ભક્તિ કરવાથી કેવા લાભો થાય છે, તેનું સુંદર વર્ણન કર્યું છે. સાથોસાથ ચંડરુદ્રાચાર્ય-સુનક્ષત્રમુનિ-આમ્રભટ્ટ અને આમરાજાનાં દૃષ્ટાંતો પણ આપ્યાં છે.
એક સ્પષ્ટતા કેટલાક પુણ્યાત્માઓ તપાગચ્છ માન્ય ગુરુપૂજન અને નવાંગી ગરપજન જેવી શાસ્ત્રાધારિત અનુષ્ઠાન-પ્રવૃત્તિનો આંધળો વિરોધ કરવા માટે મન્નત જિણાણ આણે સ્વાધ્યાયનો આધાર ટાંકીને ભોળા ભકતોને એમ સમજાવે છે કે “આ શ્રાવકના ૩૦ કર્તવ્યોમાં જિનપૂજા પછી જિનસ્તુતિ આવે છે અને ત્યાર બાદ ગુરુસ્તુતિ નામનું કર્તવ્ય આવે છે. આમાં ક્યાંય ગુરુપૂજા કે નવાંગી ગુરુપૂજનનું વિધાન નથી - માટે તે શાસ્ત્ર વિરુદ્ધ છે.. વગેરે... વગેરે...' એવા મહાનુભાવ ઉપદેશકો જાણી જોઈને ઉત્સુત્ર પ્રરૂપણા નામનું મહાપાપ બાંધે છે. એમના મતને સાચો માની લઈએ તો પણ આ સ્વાધ્યાયમાં અહીં “ગુરુવંદન'ની વાત પણ કહેવાઈ નથી, તેથી ગુરુને વંદન કરવું એ પણ શાસ્ત્ર વિરુદ્ધ બનશે. એ જ રીતે ગુરુને વસ્ત્ર પાત્ર-અન્નપાન વહોરાવવા એને જ ગુરુપૂજન માનનારાની એવી ગુરુપૂજા પણ અહીં વર્ણવાઈ નથી, તેથી તે પણ શાસ્ત્ર વિરુદ્ધ ઠરશે.
મુખ્ય વાત એ છે કે આ સઝાયમાં શ્રાવક જીવનનાં અગણિત કર્તવ્યો પૈકીનાં ચૂંટેલાં ૩૬નો જ સંગ્રહ છે. અન્ય અન્ય આગમો, શાસ્ત્રો, ગ્રંથો અને સક્ઝાયો વગેરેમાં અન્ય અન્ય કર્તવ્યો પણ બતાવેલાં છે. તે બધાનું સંકલન કરીને એક બીજા સાથે વિરોધ ન આવે તે રીતે શાસ્ત્ર સાપેક્ષ સ્યાદ્વાદ શૈલીથી તેની પ્રરૂપણા કરવી એ જ સ્વ-પર કલ્યાણનો માર્ગ છે.
સાધર્મિક વાત્સલ્ય નામના બાવીશમા કર્તવ્યનું પ્રતિપાદન કરતાં જણાવ્યું છે કે, અનાદિ સંસારમાં પરિભ્રમણ કરતાં આપણે બધા જ જીવો સાથે બધા જ સંબંધો બાંધ્યા હશે. પણ આ સાધર્મિકનો સંબંધ ક્યારેય બાંધ્યો નથી. કારણ કે જ્યાં સુધી આપણે ધર્મ પામતા નથી ત્યાં સુધી સાધર્મિકનો સંબંધ બંધાતો નથી. આ કર્તવ્યમાં સાધર્મિક સંબંધની દુર્લભતા બતાવતાં કહ્યું છે કે, અનાદિ સંસારમાં મનુષ્યભવ પ્રાપ્ત કરવો એ જ દુર્લભ છે. તેમાં ય સર્વજ્ઞભાષિતધર્મ મળવો અતિ દુર્લભ છે. તેમાં ય સાધુ અને સાધર્મિક મળવા
31