________________
૭૩
દેવોનું સ્વરૂપ
વિગ્રહગતિમાં રહેલા જીવો ઉત્કૃષ્ટથી ચાર સમય સુધી, કેવળી સમુદ્ધાતમાં રહેલ જીવો ત્રીજા-ચોથા-પાંચમા સમયરૂપ ત્રણ સમય સુધી, અયોગી કેવળી ભગવંતો અંતર્મુહૂર્ત સુધી અને સિદ્ધ ભગવંતો સાદિ અનંતકાળ સુધી અનાહારક હોય છે. શેષ બધા જીવો આહારક છે.
• દેવોનું સ્વરૂપ દેવો (૧) સોનાની જેમ ધૂળ-પસીના વગેરેના લેપથી રહિત શરીરવાળા, (૨) નિર્મળ ગાત્રવાળા, (૩) સુગન્ધી શ્વાસોચ્છવાસવાળા, (૪) બધા અંગો ઉપર આભૂષણવાળા,
સમચતુરગ્ન સંસ્થાનવાળા, (૬) કેશ, નખ, માંસ, રોમ, ચામડી, ચરબી, લોહી, મૂત્ર,
વિષ્ટા, હાડકા, નસ, દાઢી, મૂછ વિનાના, સર્વોત્તમ વર્ણાદિથી યુક્ત દ્રવ્યથી બનેલા અને સૌભાગ્યાદિ
ગુણોવાળા શરીરવાળા, (૮) અનિમેષ નયનવાળા, (૯) મનથી કાર્ય સાધનારા, (૧૦) નહિ કરમાતી ફૂલની માળાવાળા, (૧૧) પૃથ્વીતલ ઉપર આવે તો પણ ૪ અંગુલ અદ્ધર રહેનારા, (૧૨) અંતર્મુહૂર્તમાં પર્યાપ્તા થઈ યુવાન પુરુષ જેવા થનારા, (૧૩) જરા વિનાના, (૧૪) રોગ વિનાના
હોય છે.