________________
કૃષ્ણરાજી
૫૧ પહેલા બે પ્રતરોને આવરીને બ્રહ્મલોકના ત્રીજા રિઝવિમાનના પ્રતરમાં પૂર્ણ થાય છે. તે નીચે કોળિયાની પડઘીના આકારે છે અને ઉપર કુકડાના પાંજરાના આકારે છે. મૂળથી ઉપર સંખ્યાતા યોજન સુધી તેનો વિસ્તાર સંખ્યાત યોજનનો છે, ત્યારપછી તેનો વિસ્તાર અસંખ્ય યોજનાનો છે. તેની પરિધિ સર્વત્ર અસંખ્ય યોજના પ્રમાણ છે. જે મહદ્ધિક દેવ જે ગતિથી ત્રણ ચપટીમાં ૨૧ વાર જંબદ્વીપને પ્રદક્ષિણા આપીને આવે, તે જ દેવ તે જ ગતિથી છ મહિના સુધી જાય તો પણ તમસ્કાયના વિસ્તારના સંખ્યાત યોજનને જ ઓળંગી શકે, વધુ નહીં. (જુઓ ચિત્ર નં. ૬)
કૃષ્ણરાજી - બ્રહ્મલોક દેવલોકના ત્રીજા પ્રતરમાં રિષ્ટવિમાનની ચારે દિશામાં સચિત્ત-અચિત્ત પૃથ્વીના પરિણામરૂપ બેબે કૃષ્ણરાજીઓ આવેલી છે. તે અખાડાના આકારે રહેલી છે. પૂર્વ અને પશ્ચિમ દિશાની કૃષ્ણરાજીઓ ઉત્તર-દક્ષિણ લાંબી છે અને પૂર્વ-પશ્ચિમ પહોળી છે. ઉત્તર અને દક્ષિણ દિશાની કૃષ્ણરાજીઓ પૂર્વ-પશ્ચિમ લાંબી છે અને ઉત્તર-દક્ષિણ પહોળી છે. પૂર્વદિશાની અંદરની કૃષ્ણરાજી દક્ષિણદિશાની બહારની કૃષ્ણરાજીને સ્પર્શે છે. દક્ષિણદિશાની અંદરની કૃષ્ણરાજી પશ્ચિમદિશાની બહારની કૃષ્ણ રાજીને સ્પર્શે છે. પશ્ચિમદિશાની અંદરની કૃષ્ણરાજી ઉત્તરદિશાની બહારની કૃષ્ણરાજીને સ્પર્શે છે. ઉત્તરદિશાની અંદરની કૃષ્ણરાજી પૂર્વદિશાની બહારની કૃષ્ણરાજીને સ્પર્શે છે. ચારે દિશાની અંદરની કૃષ્ણરાજીઓ લંબચોરસ છે. પૂર્વ-પશ્ચિમની બહારની કૃષ્ણરાજીઓ ષટ્કોણ છે. ઉત્તર-દક્ષિણની બહારની કૃષ્ણરાજીઓ ત્રિકોણ છે. આ કૃષ્ણરાજીઓની પહોળાઈ સંખ્યાતા યોજનની છે અને લંબાઈ-પરિધિ અસંખ્ય યોજનની છે. જે મહદ્ધિક દેવ જે ગતિથી ત્રણ ચપટીમાં જંબૂદ્વીપને ૨૧ વાર પ્રદક્ષિણા આપીને આવે,