________________
સમુદ્રોની વિગત
૩૭ સાતમી નરકનો અપ્રતિષ્ઠાન નરકેન્દ્રક, સર્વાર્થસિદ્ધવિમાન, જંબુદ્વીપ - આ ત્રણ ૧ લાખ યોજન પ્રમાણવાળા છે.
સમુદ્રોના પાણીનો સ્વાદવારુણીવરસમુદ્રના પાણીનો સ્વાદ મદિરાના સ્વાદ જેવો છે. ક્ષીરવરસમુદ્રના પાણીનો સ્વાદ દુધના સ્વાદ જેવો છે. ધૃતવરસમુદ્રના પાણીનો સ્વાદ ગાયના ઘીના સ્વાદ જેવો છે. લવણસમુદ્રના પાણીનો સ્વાદ ખારા પાણીના સ્વાદ જેવો છે. કાળોદધિ, પુષ્કરવરસમુદ્ર, સ્વયંભૂરમણસમુદ્રના પાણીનો સ્વાદ પાણીના સ્વાદ જેવો છે. શેષસમુદ્રોના પાણીનો સ્વાદ શેરડીના રસના સ્વાદ જેવો છે. કાળોદધિનું પાણી કાળ અને ભારે છે. પુષ્કરવરસમુદ્રનું પાણી સ્ફટિક જેવુ અને પાતળુ છે.
સમુદ્રોના માછલાનું શરીરપ્રમાણ અને કુલકોટી
લવણસમુદ્રમાં માછલાનું ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ પ00 યોજન છે. ત્યાં માછલાની ૭ લાખ કુલકોટી છે. કાળોદધિમાં માછલાનું ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ ૭00 યોજન છે. ત્યાં માછલાની ૯ લાખ કુલકોટી છે. સ્વયંભૂરમણસમુદ્રમાં માછલાનું ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ ૧,000 યોજન છે. ત્યાં માછલાની ૧૨ લાખ કુલકોટી છે.
લવણસમુદ્ર, કાળોદધિસમુદ્ર અને સ્વયંભૂરમણસમુદ્રમાં માછલા વગેરે જલચરો ઘણા છે. શેષ સમુદ્રોમાં માછલા વગેરે જલચરો ઓછા છે. ૦ દ્વીપ-સમુદ્રોના નામ - (૧) આભૂષણો,
(૫) વૃક્ષો, (૨) વસ્ત્રો,
(૬) પદ્મ, (૩) - ગન્ધો,
(૭) નવનિધાન, (૪) ઉત્પલો',
(૮) ચૌદ રત્નો, ૧. ઉત્પલ = રાત્રીવિકાસી કમળ. ૨. પ = દિવસવિકાસી કમળ.