________________
૨૬
દિગંબર મતાંતર પરિધિ ૧,૪૫,૪૬,૪૭૬ યોજન છે. આટલી પરિધિમાં સાધિક ૫૦,000 યોજનાના આંતરાવાળા ૧૪પ ચન્દ્ર અને ૧૪૫ સૂર્ય આવે.
ત્યારપછી ૧ લાખ – ૧ લાખ યોજનાના આંતરે ચન્દ્ર-સૂર્યની પંક્તિઓ છે. બીજી પંક્તિમાં ૬ ચન્દ્ર અને ૬ સૂર્યની વૃદ્ધિ થાય. એટલે બીજી પંક્તિમાં ૧૫૧ ચન્દ્ર અને ૧૫૧ સૂર્ય થાય. ત્રીજી પંક્તિમાં ૭ ચન્દ્ર અને ૭ સૂર્યની વૃદ્ધિ થાય. એટલે ત્રીજી પંક્તિમાં ૧૫૮ ચન્દ્ર અને ૧૫૮ સૂર્ય થાય. ત્યાર પછી બે પંક્તિમાં ૬-૬ ચન્દ્ર-સૂર્યની વૃદ્ધિ થાય અને એક પંક્તિમાં ૭ ચન્દ્ર-સૂર્યની વૃદ્ધિ થાય. એમ લોકાન્ત સુધી ઉત્તરોત્તર પંક્તિઓમાં સમજવું.
પુષ્કરવરાર્ધદ્વીપની | ચન્દ્ર | સૂર્ય |
પહેલી પંક્તિ | ૧૪૫ | ૧૪પ બીજી પંક્તિ ૧પ૧ ૧૫૧ ત્રીજી પંક્તિ ૧૫૮ | ચોથી પંક્તિ
૧૬૪ |
૧૬૪ પાંચમી પંક્તિ ૧૭૦ ૧૭૦ છઠ્ઠી પંક્તિ
૧૭૭ સાતમી પંક્તિ ૧૮૩ ૧૮૩ આઠમી પંક્તિ
૧૮૯ |
૧૮૯ કુલ
૧,૩૩૭ | ૧,૩૩૭
૧૫૮
१७७
૧. સંગ્રહણિસૂત્રની દેવભદ્રસૂરિજી મ. કૃત ટીકામાં અહીં મનુષ્યક્ષેત્રની બહારની
પ્રથમ પંક્તિની પરિધિ ૧,૪૫,૪૬,૪૭૭યોજન કહી છે.