________________
૨ ૧૫
મૂળગાથા - શબ્દાર્થ આઉસ્સ બંધકાલો, અબાહકાલો ઉ અંતસમઓ યા અપવત્તણણપવત્તણ-ઉવક્કમાણવક્રમા ભણિયા / ૩૨૦ //
આયુષ્યના બંધકાળ, અબાધાકાળ, અંતસમય, અપવર્તન, અનપવર્તન,ઉપક્રમ, અનુપક્રમ કહ્યા છે. (૩૨૦) દેવા નેરઇઆ અસંખ-વાસાઉઆ ય તિરિમણુઆ છમ્માસવસેલાઊ, પરભવિએ આઉં બંધંતિ . ૩૨૧ ..
દેવો, નારકો, અસંખ્ય વર્ષના આયુષ્યવાળા તિર્યચ-મનુષ્ય છ માસ આયુષ્ય બાકી હોય ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે. (૩૨૧) એગિંદિઆ તહ વિગલા, પશિંદિઆ જે ય અણપવત્તાઊ ! તે જીવિઅતિભાગે, સેસે બંધંતિ પરમાઉં || ૩૨૨ |
એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય જે અનપવર્તનીયાયુષ્યવાળા છે તે જીવિતનો ત્રીજો ભાગ શેષ હોય ત્યારે ઉત્કૃષ્ટ આયુષ્ય બાંધે છે. (૩૨૨) સેસા પુણો તિભાગે, નવભાએ સત્તવીસભાએ વા. બંધંતિ પરભવાઉં, જંતુમુહર્તતિએ વાડવિ . ૩૨૩ /
શેષ જીવો ત્રીજો ભાગ, નવમો ભાગ, સત્યાવીસમો ભાગ શેષ હોય ત્યારે અથવા છેલ્લા અંતર્મુહૂર્તમાં પરભવનું આયુષ્ય બાંધે છે. (૩૨૩) જે જાવઇમે ભાગે, જીવા બંધતિ પરભવસ્તાઉં તેસિમબાહાકાલો, અણુદયકાલુત્તિ સો ભણિઓ . ૩૨૪ ..
જે જીવો જેટલામા ભાગે પરભવનું આયુષ્ય બાંધે છે તેમનો તે અબાધાકાળ – અનુદાયકાળ કહ્યો છે. (૩૨૪)