________________
દ્વાર ૧-સ્થિતિ આમાંથી પહેલા પાંચ સૈન્યો યુદ્ધ માટે છે. છેલ્લા બે સૈન્યો ઉપભોગ માટે છે. (૮) પ્રકીર્ણક - પ્રજાજન જેવા દેવો. (૯) આભિયોગિક – ઈન્દ્રોના દાસ જેવા દેવો. (૧૦) કિલ્બિષિક - ચંડાળ જેવા હલકા દેવો.
વ્યન્તર અને જ્યોતિષમાં ત્રાયશ્ચિંશ અને લોકપાલ સિવાયના ૮-૮ પ્રકારના દેવો હોય છે.
દ્વાર-૧ - સ્થિતિ
સ્થિતિ=આયુષ્ય જઘન્ય = ઓછામાં ઓછું, ઉત્કૃષ્ટ = વધુમાં વધુ.
ભવનપતિના દશે પ્રકારના દેવો બે-બે પ્રકારના છે – ઉત્તર દિશાના અને દક્ષિણ દિશાના. અસુરકુમારનો દક્ષિણ દિશાનો ઈન્દ્ર ચમર છે અને ઉત્તર દિશાનો ઈન્દ્ર બલિ છે.
ભવનપતિ દેવ-દેવીની જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિ જીવો
જઘન્ય સ્થિતિ | ઉત્કૃષ્ટ સ્થિતિ ૧ | દક્ષિણ દિશાના અસુરકુમાર દેવ ૧૦,૦૦૦ વર્ષ ૧ સાગરોપમ
(ચમરેન્દ્રની) ૨ | ઉત્તર દિશાના અસુરકુમાર દેવ | ૧૦,૦૦૦ વર્ષ | સાધિક ૧ સાગરોપમ
(બલીન્દ્રની)
૩દક્ષિણ દિશાના શેષ ૯ ભવનપતિ દેવ ૧૦,000 વર્ષ ૧' પલ્યોપમ
(તે તે ઈન્દ્રની) ૪| ઉત્તર દિશાના શેષ ૯ ભવનપતિ દેવ | ૧૦,000 વર્ષ દેશોન ૨ પલ્યોપમ
(તે તે ઈન્દ્રની)
૧. પલ્યોપમ અને સાગરોપમનું સ્વરૂપ પાંચમા કર્મગ્રન્થમાંથી જાણી લેવું.