________________
૨૦૪
મૂળગાથા - શબ્દાર્થ
આટલા બધી પૃથ્વીઓમાં આવલિકાગત નરકાવાસ છે. તે સિવાયના બધા પુષ્પાવકીર્ણ નરકાવાસ છે. (૨૬૨) એવં પઇન્નગાણં, તેસીઇ હવંતિ સયસહસ્સાઈ । નઉઈ તહા ય સહસ્સા, તિન્નિ સયા ચેવ સીયાલા ॥ ૨૬૩ આમ પ્રકીર્ણક નરકાવાસો ૮૩,૯૦,૩૪૭ છે. (૨૬૩) અપઇઠ્ઠાણો લખ્ખું, સેસા સંખા વ હુજ્જડસંખા વા | વિખંભાયામેણું, ઉચ્ચત્ત તિન્નિ ઉ સહસ્સા II ૨૬૪ ॥
અપ્રતિષ્ઠાન નરકાવાસ ૧ લાખ યોજનનો છે. શેષ નરકાવાસો લંબાઈ-પહોળાઈથી સંખ્યાત કે અસંખ્યાત યોજન છે, ઉંચાઈ ૩,૦00 યોજન છે. (૨૬૪)
ભવધારણિજ્જહે સત્તમાએ, પંચેવ ધણુસઉક્કોસા । અદ્ભુઢ્ઢહીણ તદુવરિ, નેઅવ્વા જાવ રયણાએ ॥ ૨૬૫ ॥
સાતમી પૃથ્વીમાં ભવધારણીય શરીર ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુષ્ય છે. તેની ઉપર રત્નપ્રભા સુધી અર્ધ-અર્ધ ઓછુ જાણવુ. (૨૬૫)
પઢમાએ પુઢવીએ, નેરઈઆણં તુ હોઈ ઉચ્ચત્તે । સત્તધણુ તિન્નિ રયણી, છચ્ચેવ ય અંગુલાઈં તુ ॥ ૨૬૬ ॥ પહેલી પૃથ્વીમાં નારકીઓની ઉંચાઈ ૭ ધનુષ્ય ૩ હાથ ૬ અંગુલ છે. (૨૬૬)
રયણાએ પઢમપયરે, હદ્ઘતિગ દેહઉસ્સયં ભણિયું । છપ્પન્નગુલ સઢા, પયરે પયરે હવઈ વુડ્ડી ॥ ૨૬૭ ॥
રત્નપ્રભાના પ્રથમપ્રત૨માં શરીરની ઉંચાઈ ૩ હાથ છે. દરેક પ્રતરમાં ૫૬ અે અંગુલની વૃદ્ધિ થાય છે. (૨૬૭)