________________
દેવાધિકાર, દેવોના પ્રકાર (૮) ગતિ - દેવ વગેરેમાં કયા જીવો ઉત્પન્ન થાય છે.' (૯) આગતિ - દેવ વગેરેમાંથી ઍવીને જીવો ક્યાં ઉત્પન્ન
થાય તે. ૪ અધિકાર :
(૧) દેવાધિકાર, (૨) નરકાધિકાર, (૩) મનુષ્યાધિકાર, (૪) તિર્યંચાધિકાર.
દેવાધિકાર અને નરકાધિકારમાં ૯-૯ દ્વારોનું નિરૂપણ કરાશે. મનુષાધિકાર અને તિર્યંચાધિકારમાં ભવન સિવાયના ૮-૮ દ્વારોનું નિરૂપણ કરાશે, કેમકે મનુષ્ય-તિર્યંચોના રહેવાના સ્થાન નિયત નથી હોતા. એટલે કુલ ૩૪ લારોનું નિરૂપણ કરાશે.
) દેવાધિકાર દેવો ચાર પ્રકારના છે – (૧) ભવનપતિ - તે ૧૦ પ્રકારના છે.
(૧) અસુરકુમાર, (૬) વાયુકમાર, (૨) નાગકુમાર, (૭) સ્વનિતકુમાર, (૩) વિઘુકુમાર, (૮) ઉદધિકુમાર, (૪) સુવર્ણકુમાર, (૯) દ્વીપકુમાર,
(૫) અગ્નિકુમાર, (૧૦) દિકુમાર. (૨) વ્યન્તર - તે ૮ પ્રકારના છે -
(૧) પિશાચ, (૩) યક્ષ, (૫) કિન્નર, (૭) મહોરગ, (૨) ભૂત, (૪) રાક્ષસ, (૬) ઝિંપુરુષ, (૮) ગન્ધર્વ.
૧. ૨. બૃહત્સંગ્રહણિ મૂળ-ટીકામાં અને સંગ્રહણિ સૂત્ર મૂળ-ટીકામાં ગતિ
આગતિની વ્યાખ્યા આ પ્રમાણે કરી હોવાથી અમે પણ તે જ પ્રમાણે ગતિ-આગતિની વ્યાખ્યા કરી છે. અન્ય ગ્રન્થોમાં ગતિ-આગતિની વ્યાખ્યા વિપરીત રીતે કરી છે. તે આ પ્રમાણે- ગતિ–દેવ વગેરે અવીને ક્યાં જાય તે. આગતિ=અન્ય જીવોમાંથી દેવ વગેરેમાં કોણ આવે તે.