________________
૧૪૭
અવગાહના, સંઘયણ, સંસ્થાન (૨) અવગાહના - શરીરપ્રમાણ. તે પૂર્વે કહ્યું છે. (૩) સંઘયણ - ૬ પ્રકારે છે. તે પૂર્વે કહ્યા છે.
સંસ્થાન - બે પ્રકારે છે. (i) જીવોના - ૬ પ્રકારે પૂર્વે કહ્યા છે. (ii) અજીવોન - ૫ પ્રકારે છે. તે આ પ્રમાણે
(a) પરિમંડલ (b) ગોળ (C) ત્રિકોણ (1) ચોરસ (e) આયત (લાંબુ).
દરેકના બે પ્રકાર છે – પ્રતર, ઘન. આયતના ૩ પ્રકાર છે - શ્રેણિ, પ્રતર, ઘન. પરિમંડલ વિના તે દરેકના ફરી બે પ્રકાર છે - ઓજપ્રદેશજન્ય, યુગ્મપ્રદેશજન્ય. (૧) ઓજપ્રદેશપ્રતરગોળ – ૫ પ્રદેશથી બનેલ હોય.
(૨) યુગ્મપ્રદેશપ્રતરગોળ – ૧૨ પ્રદેશથી બનેલ હોય.
(૩) ઓજપ્રદેશઘનગોળ - ૭ પ્રદેશથી બનેલ હોય. ઓજપ્રદેશપ્રતરગોળના વચ્ચેના પરમાણુની ઉપર-નીચે એક-એક પરમાણુ મૂકવા.