________________
૧ ૨૯
વિશેષાધિકાર, નિગોદનું સ્વરૂપ
વિશેષાધિકાર હવે કહેલા દ્વારા કરતા કંઈક અધિક કહિએ છીએ
• નિગોદનું સ્વરૂપ - અનંત જીવોના એક શરીરને નિગોદ કહેવાય છે. આ અસંખ્ય નિગોદોનો સમૂહ તે એક ગોલક છે. લોકમાં આવા અસંખ્ય ગોલક છે. દરેક નિગોદમાં અનંત જીવો છે. (જુઓ ચિત્ર નં. ૧૧)
જીવો બે પ્રકારના છે – સાંવ્યવહારિક અને અસાંવ્યવહારિક.
(૧) સાંવ્યવહારિક – જે જીવો અનાદિ સૂક્ષ્મ નિગોદમાંથી નીકળી શેષ જીવોમાં ઉત્પન્ન થાય તે સાંવ્યવહારિક જીવો છે. શેષ જીવોમાંથી નીકળી કેટલાક જીવો ફરી સૂક્ષ્મ નિગોદમાં જાય. પણ ત્યાં પણ તે સાંવ્યવહારિક જ કહેવાય. ત્યાં ઉત્કૃષ્ટથી અસંખ્ય ઉત્સર્પિણીઅવસર્પિણી સુધી રહી ફરી શેષ જીવોમાં જાય. આમ તેઓ વારંવાર ગમનાગમન કરે છે.
- સૂક્ષ્મ નિગોદની કાયસ્થિતિ અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી છે. બાદર નિગોદની કાયસ્થિતિ ૭૦ કોડાકોડી સાગરોપમ છે. સામાન્ય નિગોદની કાયસ્થિતિ અઢી પુદ્ગલપરાવર્ત છે. આ વાત સંગ્રહણિસૂત્રની દેવભદ્રસૂરિજીકૃત ટીકામાં કહી છે. બૃહત્સંગ્રહણીની મલયગિરિ મહારાજત ટીકામાં કહ્યું છે કે સાંવ્યવહારિક જીવો શેષ જીવોમાંથી નિગોદમાં જાય તો ત્યાં ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ પુદ્ગલપરાવર્તી સુધી રહી ફરી શેષ જીવોમાં આવે.
- (૨) અસાંવ્યવહારિક – જે જીવો અનાદિ કાળથી સૂક્ષ્મ નિગોદમાં જ હોય, જેઓ ક્યારેય ત્રાસપણું પામ્યા ન હોય તે અસાંવ્યવહારિક જીવો છે.