________________
દ્વાર ૮ - આગતિ, લેશ્યા
૧૨૭
જ્યારે તીવ્ર મોહોદય હોય, અતિભયાનક અજ્ઞાન હોય, અસાતા વેદનીયનો ઉદય હોય ત્યારે જીવ એકેન્દ્રિય થાય.
દ્વાર ૮ - આતિ
એકેન્દ્રિય, વિકલેન્દ્રિય - સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા મનુષ્ય-તિર્યંચમાં આવે.
સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા પંચેન્દ્રિય તિર્યંચ - ચારે ગતિમાં આવે.
અસંખ્ય વર્ષના આયુષ્યવાળા પંચેન્દ્રિય તિર્યંચ - દેવલોકમાં
આવે.
સંમૂર્છિમ-ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ, પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાયમાંથી આવેલ જીવ સિદ્ધ થઈ શકે. શેષ તિર્યંચોમાંથી આવેલ જીવ સિદ્ધ ન થઇ શકે.
સૂક્ષ્મત્રસ (તેઉકાય-વાયુકાય)માંથી આવેલ જીવ સમ્યક્ત્વાદિ કોઇ પણ ગુણ ન પામે.
♦ લેશ્યા
જીવો
બાદર પર્યાપ્તા પૃથ્વીકાય-અપ્કાયપ્રત્યેક વનસ્પતિકાય
બાદર પર્યાપ્તા તેઉકાય, વાયુકાય, સાધારણ વનસ્પતિકાય, સૂક્ષ્મ એકેન્દ્રિય, બાદર અપર્યાપ્તા એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, સંમૂચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચ
ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ
લેશ્યા
કૃષ્ણ, નીલ, કાપોત,
તેજો.
કૃષ્ણ, નીલ, કાપોત.
છ લેશ્યા.