________________
૮૬
નરકમાં પુદ્ગલોનો દશ પ્રકારના પરિણામ (૧) બન્ધન - તે તે આહાર્ય પુદ્ગલોની સાથેનો સંબંધ મહાગ્નિના
સંબંધ કરતા પણ વધુ વેદનાવાળો છે. (૨) ગતિ - તપેલા લોઢા વગેરે ઉપર પગ મૂકવા કરતા પણ વધુ
પીડાદાયક, ઉંટ વગેરે જેવી ગતિ હોય છે. (૩) સંસ્થાન - મહાઉગ કરાવનાર હુડકસંસ્થાન હોય છે. તે પાંખ
છેદાયેલા પક્ષી જેવું હોય છે. (૪) ભેદ - કુંભી વગેરેમાંથી ખરતા પુગલોનો પ્રહાર શસ્ત્રોના
પ્રહાર કરતા પણ વધુ પીડાકારી હોય છે. (૫) વર્ણ - નરકમાં વર્ણ અત્યંત ખરાબ અને ભયંકર હોય છે.
નરકાવાસો અન્ધકારમય હોય છે. તે શ્લેષ્મ, મૂત્ર, વિષ્ટા, લોહી, ચરબી, પરુ વગેરેથી લેપાયેલ તળીયાવાળા હોય છે. તેમની ભૂમિ ઉપર સ્મશાનની જેમ માંસ, કેશ, હાડકા,
નખ, દાંત, ચામડી પથરાયેલા હોય છે. (૬) ગબ્ધ - નરકમાં ગન્ધ કોહવાઈ ગયેલા શીયાળ, બીલાડી,
નોળીયા, સાપ, ઉંદર, હાથી, ઘોડા, ગાય, મનુષ્યના
જીવરહિત ક્લેવરો કરતા પણ વધુ ખરાબ હોય છે. (૭) રસ - તે લીંબડા, ઘોષાતકી વગેરેના રસ કરતા પણ વધુ
કડવો હોય છે. (૮) સ્પર્શ - તે વીંછી, કપિકચ્છલતા વગેરેના સ્પર્શ કરતા વધુ
દુઃખદાયી હોય છે. (૯) અગુરુલઘુ - તે અતિતીવ્ર અને અનેકદુઃખયુક્ત હોય છે. (૧૦) શબ્દ - તે અતિ અશુભ હોય છે. નારકો હંમેશા કરુણ અને
પીડિત સ્વરમાં વિલાપ કરતા હોય છે.
૧. ઘોષાતકી એ એક પ્રકારની વનસ્પતિ છે.