________________
૮૪
વાલુકાપ્રભામાં
પંકપ્રભામાં
નરકમાં ક્ષેત્રસ્વભાવજનિત વેદના
- ઉષ્ણવેદના (તીવ્રતમ)
ઉપરના ઘણા નરકાવાસોમાં
ઉષ્ણવેદના, નીચેના થોડા નરકાવાસોમાં શીતવેદના
-
ધૂમપ્રભામાં – ઉપરના ઘણા નરકાવાસોમાં શીતવેદના, નીચેના થોડા નરકાવાસોમાં ઉષ્ણવેદના
ઉપ૨ કરતા અનંતગુણ
ઉપર કરતા અનંતગુણ
તમઃપ્રભામાં - શીતવેદના (અતિકષ્ટતર)
તમસ્તમઃપ્રભામાં – શીતવેદના (અતિકષ્ટતમ)
ઉત્તરોત્તર પૃથ્વીમાં આ વેદના અનંતગુણ અને વધુ તીવ્ર હોય છે.
ઉષ્ણવેદના - પિત્તના પ્રકોપવાળા, ચારે બાજુ અગ્નિથી ઘેરાયેલા, છત્ર વિનાના મનુષ્યને ભર ઉનાળામાં બપોરે પવનરહિત, વાદળરહિત આકાશમાં જેવુ ઉષ્ણવેદનાનું દુઃખ હોય છે તેના કરતા અનંતગુણ ઉષ્ણવેદનાનું દુઃખ નારકીને હોય છે.
જો તે નારકીને ત્યાંથી ઉપાડીને અહીં સળગતા અંગારાના ઢગલા ઉપર મૂકવામાં આવે તો તે તેને પવનવાળા ઠંડા છાંયડાની જેમ માની અનુપમ સુખ પામે અને સુઇ જાય.
શીતવેદના - બરફના કણીયાથી જેનું શરીર લેપાયેલુ છે એવા, આશ્રય વિનાના, વસ્ત્ર વિનાના મનુષ્યને પોષ મહિનાની કડકડતી ઠંડીવાળી રાતે વધુ ને વધુ ઠંડો પવન વાતે છતે જેવુ ઠંડીનું દુઃખ હોય તેના કરતા અનંતગુણ શીતવેદનાનું દુઃખ નારકીને હોય છે.