________________
૧.૪.૭
૨૯
વચ્ચેના સંયોગ સંબંધનો તેમજ રાસભ અને લાંબા કાન વચ્ચેના સમવાય સંબંધનો અભાવ થઇ જતા વ્યક્તિ શુકલવસ્રવાળો ન રહેવાથી અને રાસભ લાંબા કાનવાળો ન રહેવાથી અનુક્રમે તેમના ‘શુક્લવસ્ત્રવાળા અને લાંબા કાનવાળા’ આ સ્વરૂપનો નાશ થઇ જાય. સ્વરૂપનો જ નાશ થઇ જાય તો તેમને માટે શુવન્તવાસાઃ અને તન્વર્ગ: શબ્દપ્રયોગ શી રીતે થઇ શકે ? માટે સંયોગ કે સમવાયવાળા સ્થળે ઉભયનો ક્રિયામાં અન્વય થાય છે.
(ii) જ્યારે સ્વ-સ્વામીભાવ સંબંધવાળા ચિત્રનુઃ સ્થળે જો કોઇ વ્યક્તિ “ચિત્રનુઃ આનીયતામ્" કહે અને લાવનાર માણસ માત્ર ગાય વગરના ગોવાળને જ લાવે એટલે કે ચિત્રગાય રહિત માત્ર ગોવાળનો જ આનયન ક્રિયામાં અન્વય કરવામાં આવે તો પણ ગાયો અને ગોવાળ વચ્ચેનો સ્વ-સ્વામીભાવ સંબંધ અકબંધ રહેતા ગાયો વનમાં હોવા છતાં અન્યત્ર સ્થિત ગોવાળ તેમનાં સ્વામી રૂપે જ રહેવાથી તેના ‘ચિત્રગાયવાળા’ આ સ્વરૂપનો નાશ નથી થતો માટે તે અવસ્થામાં પણ તેને માટે વિભુઃ પ્રયોગ થઇ શકે છે. તેથી સ્વ-સ્વામીભાવ વિગેરે અન્ય સંબંધવાળા સ્થળે માત્ર અન્યપદાર્થનો જ ક્રિયામાં અન્વય થાય છે.
[વિશેષ ઃ → ‘જ્યાં અન્યપદાર્થ અને સમાસના ઘટકીભૂત પૂર્વોત્તરપદાર્થ વચ્ચે સંયોગ-૨ ૫-સમવાય સંબંધ હોય ત્યાં તદ્ગુણવિજ્ઞાન બહુવ્રીહિ હોય છે.' આમ આગળ જે કથન કર્યું તેને પરિભાષેન્દ્રશેખર ગ્રંથમાં ‘નાગેશ ભટ્ટ’ પ્રાયિક) કથન કહે છે. એટલે કે સંયોગ-સમવાય સંબંધવાળા સ્થળે ક્વચિત તદ્ગુણસંવિજ્ઞાન બહુવ્રીહિ ન હોય તેવું પણ બને. આશય એ છે કે સંયોગ-સમવાયવાળા સ્થળે બે પ્રકારની અવસ્થા જોવા મળે છે. (i) ગુપ્તવાસા: આનીયતામ્ અને તમ્બળ: સનીયતામ્ સ્થળે અન્યપદાર્થ અને પૂર્વોત્તરપદાર્થ ઉભયનો આનયન ક્રિયામાં અન્વય થતો હોય તેવી અવસ્થા જોવા મળે છે. માટે આવા સ્થળે તદ્ગુણસંવિજ્ઞાન બહુવ્રીહિ હોય છે, અને (ii) ગુવનવાસસં મોનય અને ત્તવાળું મોનય સ્થળે ભોજન ક્રિયામાં માત્ર અન્યપદાર્થભૂત વ્યક્તિ અને રાસભનો જ અન્વય થતો જોવા મળે છે. પૂર્વોત્તરપદાર્થભૂત શુક્લવસ્ત્ર અને લાંબા કાનનું તો ભોજનક્રિયાકાળે માત્ર સંનિધાન (ઉપસ્થિતિ) હોય છે. સમજી શકાય એવી વાત છે કે “જીવતવાસર્સ મોનય અને સ્વર્ગ મોનવ" કહેવામાં આવતા વ્યક્તિ અને રાસભને જ ખવરાવવામાં આવે છે વસ્ત્ર કે કાનને નહીં માટે આવા સ્થળે ઉભયનો ક્રિયામાં અન્વય ન થતો હોવાથી અતદ્ગુણસંવિજ્ઞાન બહુવ્રીહિ હોય છે. આ અવસ્થાને નજરમાં રાખતા ‘નાગેશે' ઉપરોક્ત કથનને પ્રાયિક ગણાવ્યું છે.
આ જ રીતે ‘જ્યાં અન્યપદાર્થ અને સમાસના ઘટકીભૂત પૂર્વોત્તરપદાર્થ વચ્ચે સંયોગ-સમવાય સિવાયનો સ્વ-સ્વામીભાવ સંબંધ વિગેરે અન્ય કોઈ સંબંધ હોય ત્યાં અતદ્ગુણસંવિજ્ઞાન બહુવ્રીહિ હોય છે.’ આ પૂર્વોક્ત यत्र समवायसम्बन्धेन सम्बन्ध्यन्यपदार्थः, तत्र प्रायस्तद्गुणसंविज्ञानम् । अन्यत्र प्रायोऽन्यत् (परि.शे. ७८)
(A)