________________
४८४
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન પદોના વર્ગો વચ્ચે નિત્ય સંહિતા હોય છે. અર્થાત્ યથાર્થ અર્થબોધ કરવા માટે આ ત્રણેયને અટક્યા વિના જ બોલવા પડે. જ્યારે વાક્યમાં સંહિતા વક્તાની ઇચ્છાનુસારે હોય છે. કેમકે ઘટસ્ માનવામને વકતા પટમીના આમ અટક્યા વિના સળંગ બોલવું હોય તો પણ બોલી શકે છે અને ઘટમ્ ....માનવ આમ વિરામ લઈને બોલવું હોય તો પણ બોલી શકે છે. બન્ને રીતે યોગ્ય અર્થબોધ થઈ જતો હોવાથી તે તેની ઇચ્છાને આધીન છે. સંહિતા અંગે વ્યવસ્થા સૂચવતી કારિકા આ પ્રમાણે છે –
'संहितैकपदे नित्या, नित्या धातूपसर्गयोः । नित्या समासे वाक्ये तु सा विवक्षामपेक्षते।।' 127) ત્રિપાન – નિમિત્ત. 128) સમવાય- આ એક ન્યાયાદિ દર્શન દ્વારા સ્વીકૃત સંબંધવિશેષ છે. જે વસ્તુ પદાર્થોને પરસ્પર જોડવાનું કામ કરે તેને સંબંધ કહેવાય. પરંતુ સંબંધ તો સમવાય, સંયોગ, સ્વરૂપ વિગેરે અનેક પ્રકારના છે. તેમાં સમવાય એ બે અપૃથક્ સિદ્ધ વસ્તુ વચ્ચેનો સંબંધ છે. જોડાનાર બે પદાર્થો પૈકીનો એક પદાર્થ જો પોતાનો નાશ ન થાય ત્યાં સુધી બીજા પદાર્થની સાથે જોડાઇને જ રહેવાના સ્વભાવવાળો હોય તો તે બન્ને પદાર્થો અપૃથક સિદ્ધ કહેવાય. જેમકે ઘડાનું રૂપ અને ઘડો, આ બન્ને પદાર્થો પૈકી ઘડાનું રૂપ ક્યારેય ઘડાથી જુદું(છુટ્ટ) જોવા નથી મળતું, પણ ઘડા સાથે જોડાયેલું જ જોવા મળે છે. માટે તે બન્ને પદાર્થો અપૃથક્ સિદ્ધ કહેવાય અને તે બન્ને વચ્ચે સમવાય સંબંધ મનાય. અવયવ-અવયવી, ગુણ-ગુણી, ક્રિયા-ક્રિયાવાનું, જાતિ-વ્યક્તિ તેમજ નિત્યદ્રવ્ય-વિશેષ આ અપૃથ સિદ્ધ પદાર્થો વચ્ચે સમવાય સંબંધ સ્વીકારાય છે. સમવાય સંબંધ એક અને નિત્યરૂપે સ્વીકારવામાં
આવ્યો છે. 129) સમાનાથજર વિશેષવિશેષમાવ - સરખી વિભકિતમાં રહેલા પદો વચ્ચેનો વિશેષણવિશેષ્યભાવ. દા.ત.
नीलं कमलम्. 130) સમાસાત્ત – સમાસના છેડે લાગતા પ્રત્યયને સમાસાત્ત કહેવાય છે. જેમકે વહુની પ્રમ: સ્થળે
બહુવહિસમાસને અંતે લાગેલો વ પ્રત્યય સમાસાનછે. 131) સીમાવિધિ- વિશેષની અપેક્ષાએ વ્યાપક એવી વસ્તુને સામાન્ય કહેવાય અને તાદશ સામાન્યને આશ્રયીને
થતી વિધિને સામાન્ય વિધિ કહેવાય. દષ્ટાંત વિશેષવિધ શબ્દસ્થળે જોઈ લેવું. 132) સાવવા – ચરિતાર્થ, સફળ. 133) સવિI – જે સ્થળે એક સાથે બે સૂત્રોની પ્રવૃત્તિ પ્રાપ્ત હોય તેને વિવાદનું સ્થળ કહેવાય અને તાદશ વિવાદના સ્થળને છોડીને બન્ને કે બન્ને પૈકી જે સૂત્ર અન્ય સ્થળે પોતાની પ્રવૃત્તિ દ્વારા સાર્થક બનતું હોય તે સૂત્રને સાવકાશ સૂત્ર કહેવાય. ટૂંકમાં કહેવું હોય તો “વિવાદના સ્થળને છોડીને અન્યત્ર પોતાની પ્રવૃત્તિ દ્વારા સાર્થક થતા સૂત્રને સાવકાશ કહેવાય.”