________________
xlix ટિપ્પણ પણ મૂકી છે કે વિદ્વાનો આ સ્થળનો જો આનાથી સારો કોઈ અર્થ બેસતો હોય તો બેસાડવા પ્રયત્ન કરે.” વળી બે-ત્રણ સ્થળે પંકિતઓ મને સમજાઇ નથી, તેથી મેં તેમનો અર્થ વિવરણમાં સમાવ્યો નથી. તો તે સ્થળ પણ વિદ્વાનોએ જાતે બેસાડવાના રહેશે. આ સિવાય પુસ્તકમાં છેલ્લે ૮ પરિશિષ્ટો મૂક્યા છે, તેમાં વાચકોને પારિભાષિક શબ્દોને લગતું ત્રીજું પરિશિષ્ટ જોવા મારી ખાસ ભલામણ છે. તે વાંચવાથી વ્યાકરણને લગતા ઘણા પદાર્થોનો બોધ થશે. વળી ક્વચિત સંધ્યક્ષરોની નિષ્પત્તિ જેવી બાબતોમાં બૃહન્યાસકાર અને લઘુન્યાસકારની માન્યતામાં જે ફેર આવે છે તેનો, તેમજ કેટલાક પદાર્થો જે બૃહન્યાસ તેમજ લઘુન્યાસમાં ઉલ્લિખિત ન હોય છતાં પદાર્થના વિષદ બોધ માટે આવશ્યક હોય તેમનો સમાવેશ પણ મેં અન્ય ગ્રંથોના સહારે આ વિવરણમાં કર્યો છે. આ વિવરણ વાંચતા અભ્યાસુઓને જો લખાણમાં મારી કોઈ પદાર્થકીય કે ભાષાકીય ક્ષતિ થયેલી નજરે ચડી આવે તો તેઓ જણાવવા દ્વારા મને ઉપકૃત કરે.
અંતે કલિકાલસર્વજ્ઞશ્રીની એક રીતિ બતાવું તો બ્રહવૃત્તિમાં તેઓશ્રી અન્ય વ્યાકરણકારોના પ્રયોગોને દર્શાવવા ક્યાંક ‘, મળે' આમ બહુવચનાન્ત પ્રયોગ કરે છે, તે તેમના પ્રયોગોની આદરણીયતાને સૂચવવા માટે હોય છે અને ક્યાંક તેઓશ્રી ‘ઈશ્વત્ , અન્ય:' આમ એકવચનાન્ત પ્રયોગ કરે છે, તે તેમના પ્રયોગોની અવજ્ઞાર્થે હોય છે(A). વિશ્વાસ છે કે આ વિવરણને વાંચીને પણ વાચકોના મુખમાંથી બહુવચનાન્સ ઉદ્દારો જ સરી પડશે. વિવરણમાં કલિકાલસર્વજ્ઞશ્રીના કે લઘુન્યાસકારશ્રી આદિ ગ્રંથકારોના આશય વિરુદ્ધ જો કાંઇ લખાઇ ગયું હોય તો મિચ્છામિ દુકડમ્'.
ગુરૂચરણકજદાસ મનિ પ્રશમપ્રભવિજય
(A)
પતો તિ શ્વા (ઉ.૪.ર૬ બુ. વૃત્તિ) – ઈશ્વરિત્યે નિર્દેશોડવજ્ઞાર્થ વૃતિા (ઉ.૪.ર૬ બુ.ન્યાસ) 'મને' રૂતિ વેહુવચનાત્ શાસ્ત્ર/રવિ સમ્મત.... ‘મચસ્તુ તિ તન્મતી = ભાષ્યવૃતિવિરુદ્ધતયાડપાચતાવને નિર્દેિતા (ઉ.૪.૨૮ બૃન્યાસ)