________________
૪૮૦
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન
111) વિશેષવિધિ – સામાન્યની અપેક્ષાએ વ્યાપ્ય એવી વસ્તુને વિશેષ કહેવાય અને તાદશ વિશેષને આશ્રયીને થતી વિધિને વિશેષવિધિ કહેવાય. જેમકે ‘વોડર્થઃ ’ પ્રયોગસ્થળે TM + સ્ + અર્થઃ અવસ્થામાં ‘સો રુ: ૨.૬.૭૨’ સૂત્રથી TM + ર્ + અર્થઃ અવસ્થા પ્રાપ્ત થતા એકસાથે “ોઃ ૬.રૂ.ર૬’અને ‘અતોઽત્તિ૦ ૧.રૂ.૨૦' સૂત્રોની પ્રાપ્તિ વર્તે છે. તો આ અવસ્થામાં ‘ોર્યઃ ૧.રૂ.ર૬' સૂત્રમાં ર્ નો ય્ આદેશ કરવા નિમિત્ત રૂપે સ્વરની અપેક્ષા રાખી છે. જ્યારે ‘ઞતોઽતિ૦ ૧.રૂ.૨૦’ સૂત્રમાં ર્ નો ૩ આદેશ કરવા નિમિત્ત રૂપે ૐ ની અપેક્ષા રાખી છે. તો ૪ પોતે જ સ્વર હોવાથી ‘જ્યાં જ્યાં મૈં ત્યાં ત્યાં સ્વર' આ રીતની વ્યાપ્તિ મળતી હોવાથી આ વ્યાપ્ય બને છે, તેથી તે વિશેષ કહેવાય. તેની અપેક્ષાએ સ્વર વ્યાપક બનતો હોવાથી તેને સામાન્ય કહેવાય. આમ વિશેષ એવા અને આશ્રયીને પ્રાપ્ત ૩ આદેશ રૂપ વિધિને વિશેષવિધિ કહેવાય અને સામાન્ય એવા સ્વરને આશ્રયીને પ્રાપ્ત ય્ આદેશ રૂપ વિધિને સામાન્યવિધિ કહેવાય. ‘સર્વત્રાપિ વિશેષેળ સામાન્ય વાધ્યતે ન તુ સામાન્યેન વિશેષઃ ' ન્યાયાનુસાર સામાન્યવિધિનો બાધ થવાથી ‘અતોઽતિ૦ ૧.રૂ.૨૦’ સૂત્રથી ૩ આદેશ રૂપ વિશેષવિધિ થતા ‘જોઽર્થઃ ’પ્રયોગ સિદ્ધ થાય છે.
112) વૃત્તિ – પરાભિધાયી હોય તેને વૃત્તિ કહેવાય. અર્થાત્ જ્યાં ગૌણ શબ્દ પર (પ્રધાન) શબ્દના અર્થનો બોધ કરાવતો હોય તેવા સ્થળે વૃત્તિ હોય છે. જેમકે રાનપુરુષ સમાસસ્થળે આમ તો વિગ્રહાવસ્થામાં પુરૂષ રૂપ પ્રધાનશબ્દાર્થનું બોધન ન કરાવતો રાખન્ શબ્દ સમાસાવસ્થામાં ગૌણ પડી ગયા બાદ પ્રધાન એવા પુરુષ શબ્દના ‘પુરૂષ’ અર્થનું બોધન કરાવે છે, તેથી ત્યાં વૃત્તિ હોય છે. અહીં પ્રશ્નો થશે કે “જો આ રીતે સમાસાવસ્થામાં રાનન્ શબ્દ પુરુષ શબ્દના ‘પુરૂષ’ અર્થનું પ્રતિપાદન કરશે તો તે પોતાના ‘રાજા’ અર્થનું પ્રતિપાદન કરશે કે નહીં? અને જો તે પોતાના ‘રાજા’ અર્થનું પ્રતિપાદન કરતો હોય તો તે બીજા ‘પુરૂષ’ અર્થનું પ્રતિપાદન શી રીતે કરી શકે ? વળી ‘પુરૂષ’ અર્થનું પ્રતિપાદન તો પુરુષ શબ્દથી જ થઇ જાય છે તો શા માટે રાનન્ શબ્દ દ્વારા ‘પુરૂષ’ અર્થનું પ્રતિપાદન થાય એવો આગ્રહ રાખવો પડે ?'' પરંતુ આ પ્રશ્નોના જવાબ ઘણો વિસ્તાર માંગી લે તેવા હોવાથી જિજ્ઞાસુઓએ જવાબ માટે ‘પાણિ સૂ. ૨.૧.૧. મહાભાષ્યપ્રદીપોદ્યોત', વાક્યપદીય વૃત્તિસમુદ્દેશ અને ન્યાયસમુચ્ચય તરંગ– ૨૯ વિગેરે ગ્રંથો અવલોકનીય છે. કૃદન્ત, તન્દ્રિતાન્ત નામ, સમાસ, એકશેષ અને સનાઘન્ત આ પાંચ વૃત્તિઓ છે. વૃત્તિને લઇને જહત્સ્વાર્થ અને અજહત્સ્વાર્થ આમ બે પક્ષો છે. જે અંગે વિશેષ જાણવા તે શબ્દો જોઇ લેવા.
113) વ્યક્ત્તિ
જાતિના આશ્રયભૂત કોક પદાર્થ.
114) વ્યòિપક્ષ વ્યક્તિ એટલે ઘટત્વાદિ જાતિઓના આશ્રયભૂત અનેક ઘટાદિ પદાર્થો. જે પક્ષ ‘શબ્દથી વ્યક્તિ જ વાચ્ય બને છે, જાતિ નહીં.' આવું માને છે તેને વ્યક્તિપક્ષ કહેવાય. આ પક્ષ નૈયાયિકોનો છે. તેમનું કહેવું એમ છે કે શબ્દથી જો જાતિ વાચ્ય બનતી હોય તો કેમ ‘ઘટ’ શબ્દ બોલાતા ઘટત્વ જાતિની ઉપસ્થિતિ ન થતા
-