SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૪ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન 92) બિન - પ્રાણ દશ પ્રકારના છે. (i) આયુષ્ય (i) શ્વાસોચ્છવાસ (ii) મનબળ (iv) વચનબળ (V) કાયબળ (vi) સ્પર્શનેન્દ્રિય (vi) રસનેન્દ્રિય (viii) ઘાણેન્દ્રિય (ix) ચક્ષુરિન્દ્રિય અને (x) શ્રવણેન્દ્રિય. આ પ્રાણોને જે ધારણ કરે તેને પ્રાણી કહેવાય. તેથી આમ તો એકેન્દ્રિય થી લઈને પંચેન્દ્રિય સુધીના સર્વ જીવો પ્રાણી કહેવાય. ‘ પ્રાપવૃક્ષેગો ૬.૨.૩' સૂત્રસ્થ પ્રાણન શબ્દથી એકેન્દ્રિય એવા વૃક્ષો અને ઔષધિનું ગ્રહણ સંભવતું હોવા છતાં તે સૂત્રમાં પોપ અને વૃક્ષ શબ્દોનું તેમના ગ્રહણાર્થે પૃથક ઉપાદાન કર્યું છે તેથી જણાય છે કે વ્યાકરણશાસ્ત્રમાં પ્રાણી શબ્દથી બેઇન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના જીવોનું ગ્રહણ થાય છે. તેથી પ્રાણી એટલે બેઇન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના જીવો. 93) પ્રતિપતિ – નામ. 94) ત્રીહિ - આ એક અન્ય પદાર્થપ્રધાન સમાસનો પ્રકાર છે. તે અનેક પ્રકારનો છે. જેમકે - (a) સમાના કિરણ બહુવ્રીહિ – શ્વેતમ્ અન્ડર ધ સ = શ્વેતામ્બર: (b) વ્યધિકરણ બહુવ્રીહિ – વાપ: પળો વચ્ચે સ = વાપપળિઃ (c) સહાથે બહુવ્રીહિ – પુત્રેણ સદ = સપુત્રઃ (d) તદ્દગુણસંવિજ્ઞાન બહુવ્રીહિ – જ્યાં બહુવ્રીહિ સમાસના વિશેષ્ય એવા અન્ય પદાર્થની સાથે સમાસના ઘટક (=અવયવ) એવા ગૌણપદાર્થોનો પણ ક્રિયામાં અન્વય થતો હોય ત્યાં તણસંવિજ્ઞાન બહુવ્રીહિ કહેવાય. સ્વમાનવઅહીંઆનયન ક્રિયામાં અન્ય પદાર્થ રાસભની સાથે સમાસના ઘટકગૌણ પદાર્થ કર્મોનો પણ અન્વય થાય છે, માટે આ તદ્ગુણસંવિજ્ઞાન બહુવ્રીહિ છે. (e) અતદ્દગુણસંવિજ્ઞાન બહુવ્રીહિ – જ્યાં બહુવતિ સમાસના વિશેષ્ય એવા અન્ય પદાર્થની સાથે સમાસના ઘટક (= અવયવ) એવા ગૌણપદાર્થોનો ક્રિયામાં અન્વય થતો નથી ત્યાં અતગુણસંવિજ્ઞાન બહુવહિ સમાસ હોય છે. ચિત્રગુમાન અહીં આનયન ક્રિયામાં અન્ય પદાર્થ ગોવાળની સાથે સમાસના ઘટક ગૌણપદાર્થ ચિત્ર ગાયોનો અન્વય થતો નથી. માટે આને અતર્ગુણસંવિજ્ઞાન બહુવ્રીહિ કહેવાય છે. તદ્ગુણસંવિજ્ઞાન અને અતદ્ગુણસંવિજ્ઞાન બહુવતિ અંગે વિશેષ જાણવા આ પરિશિષ્ટમાં તે શબ્દો જુઓ તેમજ ૧.૪.૭ સૂત્રનું વિવરણ જુઓ. 95) મેનિન - જુદી જુદી વિભકિતપૂર્વકનો નિર્દેશ. 96) મા - મર્યાદા એ અવધિનો એક પ્રકાર છે. જ્યાં અમુક પ્રવૃત્તિની સીમા રૂપે બતાવાતું સ્થળ તે પ્રવૃત્તિમાં આવરી લેવાતું નથી ત્યાં મર્યાદા રૂપે અવધિ ગણવામાં આવે છે. જેમકે માનિપુત્રા વૃષ્ટો મેઘ, અહીં જો મા (મા) દ્વારા મર્યાદા અર્થ વિવક્ષિત હોય તો મેઘ પાટલીપુત્રની શરૂઆતની સીમા સુધી જ વરસ્યો છે તેમ સમજવું.
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy