________________
૪૭૦
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન
વાચ્ય બને છે તેમ સ્વીકારીએ તો તેઓ એક-એક જ હોવાથી તેમની સાથે ઘટાદિ શબ્દનો વાચ્ય-વાચકભાવ સંબંધ ગોઠવવો શક્ય છે. તેથી જાતિ જ શબ્દથી વાચ્ય બને છે તેમ સ્વીકારવું જોઇએ અને પછી વ્યક્તિ તો તે જાતિની સાથે અવિનાભાવી (= અવશ્યપણે જોડાયેલ) જ હોવાથી તે દુગ્ધની સાથે અવશ્યપણે જોડાયેલ તેના આધારની જેમ આપમેળે જણાઇ આવે છે. આ અંગે વિસ્તારથી જાણવા નાગેશ ભટ્ટ કૃત ‘વૈયાકરણસિદ્ધાન્તમંજૂષા’ ગ્રંથ અવલોકનીય છે. વૈયાકરણો સ્વ-આવશ્યકતાનુસાર ક્યારેક જાતિપક્ષનો તો ક્યારેક વ્યક્તિપક્ષનો આશ્રય કરે છે.
67) સાપ દૃષ્ટાંત.
68) તળુળસંવિજ્ઞાનવહુવ્રીતિ – જે બહુવ્રીહિસમાસમાં વિશેષ્ય અન્યપદાર્થનો જે ક્રિયામાં અન્વય થતો હોય તે જ ક્રિયામાં સમાસના ઘટકીભૂત પદાર્થોનો પણ અન્વય થતો હોય તો તે તદ્ગુણસંવિજ્ઞાનબહુવ્રીહિ સમાસ કહેવાય છે. જેમકે તમ્બામ્ આનવ સ્થળે નમ્યો વર્ગો યસ્ય સ વિગ્રહાનુસાર તન્વર્ઝ: એ બહુવ્રીહિસમાસ પામેલ પદ છે અને ત્યાં અન્યપદાર્થ રાસભ છે. તો આનયન ક્રિયામાં જેમ અન્યપદાર્થ રાસભનો અન્વય થાય છે તેમ
સમાસના ઘટકીભૂત લાંબા કાનોનો પણ અન્વય થાય છે. અર્થાત્ સ્તવર્ણમ્ માનવ કહેવાતા જેમ અન્યપદાર્થ રાસભને લાવવામાં આવે છે તો ભેગા ભેગા સમાસના ઘટકીભૂત લાંબા કાનો પણ આવી જ જાય છે, માટે નમ્નવર્ગ સ્થળે તદ્ગુણસંવિજ્ઞાનબહુવ્રીહિ સમાસ છે. જે બહુવ્રીહિ સ્થળે અન્યપદાર્થ અને સમાસના ઘટકીભૂત પદાર્થ વચ્ચે સંયોગ અથવા સમવાય સંબંધ પ્રાપ્ત થતો હોય ત્યાં પ્રાયઃ તદ્ગુણસંવિજ્ઞાનબહુવ્રીહિ સમાસ હોય છે. આ અંગે વિસ્તારથી જાણવા ‘સર્વારેઃ સ્મે૦ ૧.૪.૭’ સૂત્રનું વિવરણ જોવું.
69) તન્ન
-
કહેવાય.
બે અર્થને જણાવવાની ઇચ્છાથી વિવક્ષિત શબ્દનું એક જ વાર ઉચ્ચારણ કરવામાં આવે તેને તન્ત્ર
10) ત્રણિપ ત્રિલિંગ કહેવાય.
-
ત
તૂટી અને તટમ્; આમ તટ શબ્દનો પ્રયોગ ત્રણે લિંગમાં થતો હોવાથી આવા શબ્દોને
71) ચાવલ્પ – સૂત્રમાં પ્રયોગોની સિદ્ધિ માટે જેટલા નિમિત્તો દર્શાવ્યા હોય તે સઘળાય નિમિત્તો પ્રયોગના અંગ કહેવાય અને સૂત્રમાં દર્શાવાતું દૃષ્ટાંત હંમેશા સર્વાંગ સંપૂર્ણ અર્થાત્ એકપણ નિમિત્તથી વિકલ ન હોવું જોઇએ. જ્યારે સૂત્રમાં દર્શાવાતું વિરૂદ્ધદષ્ટાંત કોઇપણ એક જ અંગથી વિકલ હોવું જોઇએ. જો બે કે તેથી વધુ અંગથી વિકલ વિરૂદ્ધદષ્ટાંત દર્શાવ્યું હોય તો તે કયા અંગની વિકલતાના કારણે વિરૂદ્ધદષ્ટાંત રૂપે વર્તી રહ્યું છે ? તેનો નિર્ણય ન થઇ શકે. માટે ત્યાં ધયગવૈકલ્ય દોષ આવે અને આવા ધચગવિકલ વિરૂદ્ધદષ્ટાંતો સૂત્રમાં દર્શાવવા ઉચિત ન ગણાય.