________________
परिशिष्ट-३
૪૬૩
(d) વૃત્ત - વૃત્ત એટલે આચરણ કે સ્વભાવ. તેના સામ્યને લઇને થતા ઉપચારને વૃત્ત ઉપચાર કહેવાય. દા.ત. યમો ના, વેરો રાના રાજા યમ છે, રાજા કુબેર છે.
(e) માન – માન (માપ) વાચી નામોનો મેય (માપવા યોગ્ય) પદાર્થમાં થતો જે ઉપચાર તેને માન ઉપચાર કહેવાય.
દા.ત. માઢવક્તવ: આઢકથી મપાયેલ સકતુ. આઢક = માપ વિશેષ અને વસ્તુ = સાથવો.
અહીં અઢકથી મપાયેલ સકતને આઢક સક કહેવાય છે. આમ આઢકાત્મક માપ વિશેષનો સાથવામાં ઉપચાર કરવાથી સાથવો આઢક વ્યપદેશને પામે છે.
જેમ વ્યવહારમાં પણ શેર વજનથી મપાયેલા ચોખા શેર ચોખા કહેવાય છે. ત્યાં માનવાચી શેર શબ્દનો મેય એવા ચોખામાં ઉપચાર છે.
(f) પારાગ – ધારકવસ્તુવાચી નામનો ધૃતવસ્તુરૂપે ઉપચાર તે ધારણ ઉપચાર કહેવાય. દા.ત. તુનાવના તુલામાં ધરાયેલું ચંદન. અહીં ધૃત એવા ચંદનમાં તેના ધારક તુના શબ્દનો ઉપચાર કરેલો છે.
(g) સામીપ્ય – શબ્દ જ્યારે સ્વવાર્થની સમીપમાં રહેલ પદાર્થને જણાવે ત્યારે તેને સામીપ્ય ઉપચાર કહેવાય. અર્થાત્ સામીપ્ય સંબંધને લઈને કરાતો ઉપચાર તે સામીપ્ય ઉપચાર.
દા.ત. Tયાં વિશ્વન્તિાગંગા કિનારે ગાયો ચરે છે. અહીં fiT શબ્દનો સમીપવર્તી કિનારામાં ઉપચાર છે.
(h) યોગ – શબ્દ જ્યારે સ્વવાચ્ય પદાર્થથી યુક્ત એવી વસ્તુને જણાવવામાં તત્પર બને ત્યારે તેને યોગ ઉપચાર કહેવાય. દા.ત. કૃwોન રાળ યુ: શાટિ:, Mા: રૂલ્યમથીયતા કાળા રંગથી યુકત સાડી કાળી' કહેવાય.
I શબ્દ આમ તો કાળા વર્ણનો વાચક છે, પણ અહીં તેનાથી યુક્ત એવી સાડીમાં ઉપચરિત છે. (i) સાધન - સાધનભૂત વસ્તુનો સાધ્ય રૂપે વ્યપદેશ કરાય તેને સાધન ઉપચાર કહેવાય. દા.ત. બન્ને પ્રાણTEા અન્ન પ્રાણ છે.
આમ તો અન્ન પોતે પ્રાણ નથી, પણ તે પ્રાણનું સાધન (= હેતુ) છે. છતાં અહીં સાધનમાં સાધ્યનો ઉપચાર કરી અન્નને પ્રાણ કીધા છે. આને કારણમાં કાર્યનો ઉપચાર પણ કહી શકાય.