________________
૬.૪.૬૪
૨૭૧
પ્રિયતિમ્ તમ્, પ્રિયવતમ્ તમ્ વિગેરે પ્રયોગોની સિદ્ધયર્થે સિ-અમ્ પ્રત્યયનો સ્થાનિવભાવ તો ‘પ્રત્યયોપેઽપિ’ ન્યાયથી જ મનાતા ‘પ્રત્યયોપેપિ૰’ ન્યાયથી અમે જે ત્તિ પ્રત્યયનો સ્થાનિવદ્ભાવ માન્યો છે તે આવશ્યક છે.
શંકા :- જો ‘પ્રત્યયનોપેઽપિ' ન્યાયથી લુપ્ત સિ-અમ્ પ્રત્યયોનો સ્થાનિવદ્ભાવ મનાય છે, તો તેઓ દૃષ્ટિગોચર કેમ થતા નથી ? આથી તેમનું અસ્તિત્વ ન માની શકાય.
સમાધાનઃ- વિભક્તિના પ્રત્યયોનું અસ્તિત્વ બે પ્રકારનું હોય છે; મુખ્ય અને ઔપચારિક. તેમાં જે સ્થળે પ્રયોગકાળે કે ઉચ્ચારણકાળે વિભક્તિના પ્રત્યયો દષ્ટિગોચર થતા હોય કે સંભળાતા હોય ત્યાં વિભક્તિના પ્રત્યયોનું મુખ્યપણે અસ્તિત્વ સમજવું અને જે સ્થળે વિભક્તિના પ્રત્યયોનો લોપ થઇ ગયો હોય તેમ છતાં લુપ્ત વિભક્તિના પ્રત્યયોને આશ્રયીને કાર્યો થતા હોય તો ત્યાં વિભક્તિના પ્રત્યયો ભલે દષ્ટિગોચર ન થતા હોય છતાં કાર્યના બળે તેમની કલ્પના થતી હોવાથી તેમનું ઔપચારિકપણે અસ્તિત્વ સમજવું. લોકમાં પણ ‘પૂર્વે બાંધેલુ કર્મ હાલ વિદ્યમાન છે’ એમ કહેવાય છે. ત્યાં કર્મ (= ધર્માધર્મ) દૃષ્ટિગોચર ન થવા છતાં તેમાં રહેલું જે સુખ-દુઃખ રૂપ ફળ આપવાનું સામર્થ્ય અનુભવાય છે તેના બળે કલ્પના કરી ‘પૂર્વે બાંધેલા કર્મો વિદ્યમાન છે' એમ કહેવાય છે. તેમ પ્રસ્તુતમાં ત્રપુ વિગેરેથી પરમાં રહેલા સિ-અમ્ પ્રત્યયનો ‘નામિનો તુક્ વા ૧.૪.૬' સૂત્રથી લોપ થઇ ગયો હોવાથી તેઓ દષ્ટિગોચર ન થતા મુખ્યપણે તેમનું અસ્તિત્વ નથી મનાતું, છતાં પણ લુક પક્ષે ‘પ્રત્યયનોપેપિ’ન્યાયથી તેમનો સ્થાનિવદ્ભાવ મનાતા હૈ ત્રો!, પ્રિયંતિક઼ તમ્ વિગેરે પ્રયોગસ્થળે ‘હ્રસ્વસ્ય મુળ: ૧.૪.૪૬' સૂત્રથી તેમજ ‘ત્રિચતુરસ્॰ ૨.૨.૧’ સૂત્રથી થતા ગુણ તેમજ તિર્ આદેશ રૂપ કાર્યો જોવા મળતા હોવાથી તે કાર્યોના બળે દૃષ્ટિગોચર ન થતા લુપ્ત સિ–અમ્ પ્રત્યયોનું ઔપચારિકપણે અસ્તિત્વ માની શકાય છે.
લઘુન્યાસકારશ્રીએ આ સૂત્રમાં સ્વરે પદ મૂકવા પાછળ જુદું કારણ દર્શાવ્યું છે. તેમનું કહેવું એમ છે કે આ સૂત્રમાં અનામ્ આવું પદ મૂકી ગ્રંથકારશ્રીએ આમ્ સિવાયના પ્રત્યયોને ગ્રહણ કરવાનું જે કહ્યું છે ત્યાં અનામ્ પદસ્થળે ‘તમિત્રસ્તત્ત્તવૃઘ્રાફી' પર્યાદાસ નગ્ હોવાથી આમ્ સ્વરાદિ સ્યાદિપ્રત્યય રૂપે વર્તતા સૂત્રમાં આન્ થી ભિન્ન અને સ્વરાદિ સ્યાદિપ્રત્યય રૂપે આમ્ ને સદશ એવા સ્વરાદિ સ્યાદિ પ્રત્યયોનું જ આમ તો નિમિત્ત રૂપે ગ્રહણ થવાનું હતું. પણ તેમ થતા પૂર્વસૂત્રમાં અનુવર્તમાન ટો પદ આ સૂત્રમાં પણ અનુવર્તતા આ સૂત્રમાં નિમિત્ત રૂપે માત્ર ટા વિગેરે સ્વરાદિ સ્યાદિ પ્રત્યયોનું જ ગ્રહણ થઇ શકતા ટાવો પદની અનુવૃત્તિ અટકે અને આ સૂત્રમાં આમ્ સિવાયના સઘળાય સ્વરાદિ સ્યાદિપ્રત્યયોનું નિમિત્ત રૂપે ગ્રહણ થઇ શકે તે માટે સૂત્રમાં સ્વરે પદ મૂક્યું છે.