________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન
૨૬૪
શબ્દને ‘ઇષ્ટ’ અર્થના વાચક રૂપે ગણી ‘બે સૂત્રો સ્પર્ધ હોય તો તેમાંથી પર (ઇષ્ટ) સૂત્રની પ્રવૃત્તિ પૂર્વે કરવી' આ પ્રમાણે પણ તે સૂત્રનો અર્થ થઇ શકતો હોવાથી ન્ આગમ કરતા ઇષ્ટ નામ્ આદેશ પૂર્વે થાય છે. તેથી તમારી શંકા ઉચિત નથી. )
શંકા :- સૂત્રમાં સ્વરે પદ ન મૂકીએ અને ર્ આગમ નિત્ય બનવાના કારણે તે પૂર્વે થાય તો પણ ત્રપુન્ + આમ્ અને નતુન્ + આમ્ વિગેરે અવસ્થાઓમાં હ્રસ્વાપશ્ચ ૧.૪.૩૨' સૂત્રથી આમ્ નો નામ્ આદેશ થઇ શકે છે. તે આ રીતે - ‘હ્રસ્વાપથ ૧.૪.૩૨' સૂત્રવર્તી હાપઃ પદસ્થળે હ્રસ્વાદ્ પ્રકૃતિની વિશેષણીભૂત પંચમીને વિહિતાર્થક ગણીએ તો તે સૂત્રનો અર્થ ‘હ્રસ્વ સ્વરાન્ત અને આપ્ પ્રત્યયાન્ત નામથી વિહિત આમ્ નો નામ્ આદેશ થાય છે’ આ પ્રમાણે થાય. તેથી હવે માત્ર જ્ઞાન્ પ્રત્યય હ્રસ્વસ્વરાન્ત નામ કે પછી આપ્ પ્રત્યયાન્ત નામને આશ્રયીને થયો છે કે નહીં એટલું જ જોવાનું રહેતા વચ્ચે ગમે તેટલા વ્યવધાન હોય તો પણ ચાલે. તો પુન્ + આમ્ અને નતુન્ + આક્ વિગેરે અવસ્થાઓમાં આમ્ પ્રત્યય ર્ આગમ થયા પૂર્વે હ્રસ્વસ્વરાન્ત પુ, નતુ વિગેરે નામોને આશ્રયીને થયો હોવાથી વચ્ચે – આગમનું વ્યવધાન હોય તો પણ ‘હ્રસ્વારથ ૧.૪.૩૨' સૂત્રથી આમ્ નો નામ્ આદેશ થઇ શકતા ત્રપુન્ + નામ્ અને નતુન્ + નામ્ વિગેરે અવસ્થાઓ પ્રાપ્ત થતા ‘નામસિ .૧.ર૧’ સૂત્રથી પદસંજ્ઞાને પામેલા ત્રપુન્, નતુન્ વિગેરેના અંત્ય ર્ નો ‘નામ્નો નો॰ ૨.૬.૧૨૭)' સૂત્રથીલોપ થતા તેમજ ‘વીર્થો નામ્ય૦ ૬.૪.૪૭' સૂત્રથી ત્રપુ, નતુ વિગરેના અંત્ય સમાનસ્વરનો દીર્ઘ આદેશ થતા ત્રપૂર્ અને નતૂનામ્ વિગેરે ઇષ્ટપ્રયોગો સિદ્ધ થઇ શકે છે. તેથી સૂત્રમાં સ્વરે પદ મૂકવાની કોઇ આવશ્યકતા નથી.
અથવા બીજી રીતે જોઇએ તો પૂર્વે જે તમે સૂત્રમાં સ્વરે પદના અભાવે – આગમ નિત્ય થવાની વાત દર્શાવી તે જ અયુક્ત છે. કેમકે આ સૂત્રમાં નામ્ આવું પદ હોવાથી આમ્ પ્રત્યય પર છતાં મૈં આગમનો નિષેધ હોવાથી પુ + આમ્ અને નતુ + આમ્ વિગેરે અવસ્થાઓમાં મૈં આગમ નામ્ આદેશ થતા પૂર્વે નહીં પણ માત્ર નામ્ આદેશ થયા પછી જ થઇ શકતો હોવાથી તે નિત્ય ન ગણાય. વળી પાછો – આગમ નિત્ય ન હોવાથી પૂર્વે નામ્ આદેશ કરવામાં આવે તો પણ ત્રપુ + નામ્ અને નતુ + નામ્ વિગેરે અવસ્થાઓમાં નામ્ આદેશનો સ્થાનિવદ્ભાવ મનાવાથી અર્થાત્ નામ્ આદેશ પણ આમ્ વસ્ મનાવાથી પરમાં આમ્ પ્રત્યય જ છે તેમ ગણાતા પુ, નતુ વિગેરેને ત્યારે પણ મૈં આગમ ન થઇ શકે. તો આ રીતે સ્વરે પદ રહિત આ સૂત્રથી નામ્ આદેશ થયા પછીની ઉભય અવસ્થાઓમાં ર્ આગમ ન થઇ શકતો હોવાથી પુ + નામ્ અને નતુ + નામ્ વિગેરે અવસ્થાઓમાં ‘વીર્થો નામ્ય૦ ૧.૪.૪૭' સૂત્રથી પુ, નતુ વિગેરેનો અંત્ય સમાનસ્વર દીર્ઘ થતા ત્રપૂળામ્, નતૂનામ્ વિગેરે ઇષ્ટપ્રયોગો સિદ્ધ થઇ શકતા હોવાથી સૂત્રમાં સ્વરે પદ મૂકવાની કોઇ જરૂર નથી.
(A) ‘નામ્નો નો ૨.૨.૧૧' સૂત્રથી થતો મૈં નો લોપ અસત્ થાય તો પણ ‘વીર્યો નમ્ય૦ ૧.૪.૪૭' સૂત્રની બૃહત્કૃત્તિમાં ‘અનૂ કૃતિ પ્રતિષેષેન નારેળ વ્યહિતેઽપિ નામિ વીર્યો જ્ઞાપ્યતે' આ પ્રમાણે પંકિત હોવાથી ન કારથી વ્યવહિત એવા ત્રપુ, નતુ વિગેરેનો અંત્ય સમાનસ્વર દીર્ઘ થઇ શકશે.