________________
૧.૪.૮
૧૫૫
હોવાથી વર્તૃ + સિ (પ્રથમા) સ્થળે ‘સ્વર્ષે ૭.૪.૬૬૧’સૂત્રાનુસારે પર હોવાના કારણે બળવાન ગણાતા ૠવુશનસ્ ૧.૪.૮૪’ સૂત્રની જ પ્રવૃત્તિ થવાના કારણે ń પ્રયોગ સિદ્ધ થાય છે. આ જ રીતે ′ + સિ (સંબોધન) સ્થળે પણ એકસાથે બે સૂત્રો પ્રવર્તવાની પ્રાપ્તિ છે. એક પ્રસ્તુતસૂત્ર કે જે ર્તારો પ્રયોગસ્થળે ચરિતાર્થ હોવાથી સાવકાશ છે અને બીજું ‘હ્રસ્વસ્ય મુળ: ૧.૪.૪૬' સૂત્ર કે જે દે પિતઃ ! પ્રયોગસ્થળે ચરિતાર્થ હોવાથી સાવકાશ છે. આમ બન્ને સૂત્રો સાવકાશ હોવાથી તૢ + સિ (સંબોધન) સ્થળે પણ પર હોવાના કારણે બળવાન ગણાતા ‘હવસ્ય JI: ૧.૪.૪૬' સૂત્રની જ પ્રવૃત્તિ થવાના કારણે હૈ ર્તઃ ! પ્રયોગ સિદ્ધ થાય છે. આમ બન્ને સ્થળે આ સૂત્રથી આર્ આદેશની પ્રાપ્તિ ન વર્તતા બૃ.વૃત્તિમાં દૃષ્ટાંતો દર્શાવ્યા નથી.
(5) શંકા :
નÇ વિગેરે શબ્દો તૃ અંતવાળા હોવાથી સૂત્રવૃત્તિ તૃ શબ્દથી જ તેમનું ગ્રહણ શક્ય છે. છતાં તેમનું સૂત્રમાં પૃથગ ઉપાદાન કેમ કરવામાં આવ્યું છે ?
સમાધાન :- ઉણાદિ નામોમાં બે પક્ષ છે. એક વ્યુત્પત્તિપક્ષ અર્થાત્ પ્રકૃતિ-પ્રત્યયના ભેદને સ્વીકારતો પક્ષ અને બીજો અવ્યુત્પત્તિપક્ષ એટલે પ્રકૃતિ-પ્રત્યયના ભેદને ન સ્વીકારનારો પક્ષ. તેમાં જો અવ્યુત્પત્તિપક્ષનો આશ્રય કરીએ તો ઉણાદિગણનિર્દિષ્ટ હૈં પ્રત્યયાન્ત નÇ વિગેરે નામ સ્થળે ‘નમ્ ધાતુ અને તૃ પ્રત્યય’ આમ પ્રકૃતિપ્રત્યયનો ભેદ નહીં સ્વીકારાય. હવે જો ભેદ જ ન સ્વીકારવાનો હોય તો આખા નતૃ વિગેરે શબ્દના ભલે ‘પુત્ર’ વિગેરે અર્થ થાય પણ તેના નક્ અંશ કે તૃ અંશનો કોઇ અર્થ ન થતો હોવાથી તત્રસ્થ હૈં અંશ અનર્થક ગણાય. જ્યારે ઉણાદિ સિવાયના તૢ વિગેરે શબ્દ સ્થળે ‘ધાતુ અને કર્તા કે શીલાઘર્થક તૃ કે તૃ પ્રત્યય’ આમ પ્રકૃતિ પ્રત્યયનો ભેદ શક્ય હોવાથી ત્યાંનો તૃ અંશ અર્થવદ્ (સાર્થક) ગણાય. હવે આગળ (પૃષ્ઠ-૫૧, ૧.૪.૭ સૂત્રના નં. 19 ના) વિવરણમાં ‘સ્તું રૂપ રાજ્વસ્વાશન્તસંજ્ઞા' ન્યાયના અર્થઘટન અવસરે આપણે જોઇ ગયા કે વ્યાકરણમાં શબ્દના સ્વરૂપની સાથે સાથે અર્થનું પણ ગ્રહણ થાય છે. અર્થાત્ કોઇ પણ અર્થવાન્ શબ્દને લઇને કાર્ય થાય છે, અનર્થકને લઇને નહીં. આ જ વાતને જણાવવા ‘અર્થવાહને નાનર્થક્ષ્ય' (A) ન્યાય પણ છે. જો અનર્થક શબ્દને લઇને વ્યાકરણમાં કોઇ કાર્ય કરવું હોય તો તે શબ્દનું સૂત્રમાં પૃથક્ ઉપાદાન કરવું આવશ્યક બને છે. ‘અર્થવત્પ્રદ્દળે॰' ન્યાયાનુસારે સૂત્રોત હૈં શબ્દથી કર્તા કે શીલાઘર્થક અર્થવાન વૃક્ કે વૃન્ પ્રત્યયાન્ત ર્દૂ વિગેરે નામોનું જ ગ્રહણ સંભવતા અનર્થક TM અંશવાળા ઉણાદિના નÇ વિગેરે નામોનું ગ્રહણ સંભવતું ન હોવાથી તેમના ગ્રહણાર્થે સૂત્રમાં નટ્ટ વિગેરે શબ્દોનું પૃથક્ ઉપાદાન કરવામાં આવ્યું છે. સૂત્રમાં આ રીતે નÇ વિગેરે શબ્દોનું કરેલું પૃથક્ ઉપાદાન ‘અર્થવાદો’ ન્યાયનું જ્ઞાપક મનાય છે.
શંકા ઃ- વ્યુત્પત્તિપક્ષાનુસારે ઉણાદિ નામોમાં પ્રકૃતિ-પ્રત્યયનો ભેદ સ્વીકારાશે. તેથી નÇ શબ્દની નમતિ પૂર્વનેમ્યઃ વ્યુત્પત્યનુસારે ત્યાં ‘નમ્ ધાતુ અને કર્તા અર્થક તૃ પ્રત્યય' આમ અર્થવાન્ પ્રત્યયની પ્રાપ્તિ થશે. તેથી
(A) અર્થવાળા પ્રત્યય કે પ્રકૃતિનું ગ્રહણ સંભવતું હોય ત્યારે અનર્થક પ્રત્યય કે પ્રકૃતિનું ગ્રહણ ન ન કરવું.