________________
૧૨૬
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસનં છે.(A) તેમજ જે શબ્દો પૂર્વે સ્ત્રીલિંગ પદાર્થના વાચક હોવાથી સ્ત્રીલિંગમાં વર્તતા હોય અને પાછળથી પૂર્વે દર્શાવ્યા મુજબ માર્યે બ્રાહ્મળાય વિગેરે વિત્તુ સ્થળ, હરત્યે બ્રાહ્યબાય વિગેરે ઉપમાન-ઉપમેયભાવ હોવાથી અભેદ ઉપચારવાળા સ્થળે કે પછી અતિતન્ત્ર બ્રાહ્મળાય વિગેરે સમાસસ્થળે પુંલિંગ પદાર્થના વાચક હોવાથી પુંલિંગમાં વર્તતા હોય ત્યારે તેમના સ્ત્રીલિંગત્વની નિવૃત્તિ થઇ જવાથી તેઓ નિત્યસ્રીલિંગ ન કહેવાય. માટે તેમને આશ્રયીને આ સૂત્રપ્રવૃત્તિની પ્રાપ્તિ ન રહે, પરંતુ તેમને આશ્રયીને આ સૂત્રપ્રવૃત્તિ કરવી તો ઇષ્ટ છે. તેથી તેમનાથી પરમાં રહેલા હિત્ પ્રત્યયના આ સૂત્રથી તે આદિ આદેશ થઇ શકે માટે સૂત્રમાં તમારે પ્રથમ શબ્દ મૂકવો જોઇએ જેથી ‘પ્રથમસ્ત્રીવૃત: ૧.૪.૨૬’સૂત્ર બનતા ‘પ્રથમ (મૂળ) અવસ્થામાં સ્ત્રીલિંગ એવા ફૂંકારાન્ત - ૐ કારાન્ત શબ્દોથી પરમાં રહેલા હિત્ પ્રત્યયોના વૅ વિગેરે આદેશ થાય છે' આ પ્રમાણે સૂત્રનો અર્થ થવાથી ભલે વિવસ્તુ, અભેદ ઉપચાર કે સમાસસ્થળે વર્તતા કુમારી, ઘરટી કે તન્ત્રી વિગેરે શબ્દો પુંલિંગમાં વર્તતા હોવાથી સ્ત્રીલિંગ ન ગણાય, છતાં પ્રથમ (મૂળ) અવસ્થામાં તેઓ સ્ત્રીલિંગ રૂપે જ વર્તતા હોવાથી નિત્યસ્ત્રીલિંગ મનાતા તેમનાથી પરમાં રહેલા ડિપ્ પ્રત્યયના ૐ વિગેરે આદેશ થઇ શકે.
સમાધાન :- સૂત્રમાં પ્રથમ પદ ન મૂકીએ તો પણ વિષ્ણુ, અભેદ ઉપચાર કે સમાસસ્થળે આપત્તિ નહીં આવે. કારણ કે આ સર્વસ્થળે અવયવભૂત મારી, હરટી અને તન્ત્રી વિગેરે શબ્દોને માત્ર એક નામની અપેક્ષા રાખતું હોવાથી અલ્પનિમિત્તક અંતરંગ સ્ત્રીત્વ (સ્ત્રીલિંગ) પૂર્વે થઇ ચૂકયું છે અને પુનઃ જ્યારે વિવષ્ણુ, અભેદ ઉપચાર કે સમાસ થવાના કારણે પાછળથી બહુનિમિત્તક બહિરંગ પુંલિંગ વિગેરે લિંગાન્તરનો સંબંધ થવાનો પ્રસંગ આવે ત્યારે ‘ખાતું ાર્ય ન નિવર્તતે'ન્યાયના કારણે પૂર્વે થયેલા અંતરંગ સ્ત્રીત્વની નિવૃત્તિ ન (A) પૂ. લાવણ્ય સૂ. મ. સા. સંપાદિત બૃહન્યાસમાં ‘નવુ આધી—પ્રથીશબ્દો ચિત્ત્વમેતવિત્તિ' આટલો પાઠ દર્શાવી માત્ર શંકા ઊભી કરી છે પણ આગળ સમાધાન નથી દર્શાવ્યું જે અધુરૂં લાગે છે. પૂ. ચન્દ્રસાગરગણીજી રચિત આનંદબોધિની ટીકામાં સમાધાન દર્શાવતી પંક્તિઓ મળી આવે છે. → ‘ચિત્તાવીનં તુ આધ્યાવતીતિ विग्रहे क्विपि सति ग्रामण्यादिशब्दवन्नित्यस्त्रीविषयाभाव:; परन्तु आ- इषत् प्रकृष्टा वा धीर्यस्या इति विग्रहे સુતરાં તવોનિત્યસ્ત્રી-વિષયત્વમિતિ વિષમો પૃષ્ટાન્તોપન્યાસઃ ।' અર્થ → વિપ્રત્યય લાગવાથી નિષ્પન્ન પ્રામખ્યાિ શબ્દો ક્રિયાપ્રવૃત્તિનિમિત્તક હોય છે. અર્થાત્ જે શબ્દોની પ્રવૃત્તિ (પ્રયોગ)માં ગ્રામનયનાદિ ક્રિયાઓ નિમિત્ત તરીકે કામ કરતી હોય તેવા પ્રકારના આ શબ્દો છે. જે વ્યક્તિ ગામ લઇ જવું વિગેરે ક્રિયાઓ કરતો હોય તેને માટે આ શબ્દો વપરાતા હોય છે. આથી લઇ જનાર જો પુરૂષ હોય તો તેને માટે વપરાતા પ્રામખ્યાતિ શબ્દો તેના વિશેષણ બનવાથી પુંલિંગમાં વર્તે અને જો સ્ત્રી કે નપુંસક હોય તો સ્ત્રીલિંગ કે નપુંસકલિંગમાં વર્તે. આથી આ શબ્દો ત્રિલિંગ હોય છે. આપી અને ઋષી શબ્દો વિવર્ પ્રત્યયાન્ત રૂપે નિષ્પન્ન કરીએ તો તેઓ પણ ક્રિયાપ્રવૃત્તિનિમિત્તક બનવાથી પ્રામાવિ શબ્દોની જેમ ત્રિલિંગ મનાતા નિત્યસ્રીલિંગ ન ગણાય. પરંતુ પ્રસ્તુતમાં ‘આ/વત્ ધીર્થસ્યા: = આપી’ અને ‘પ્રકૃષ્ટા ધીર્યસ્યાઃ = પ્રથી' આમ બન્ને શબ્દો ક્રિયાપ્રવૃત્તિનિમિત્તક ન હોય તેવા નિત્યસ્રીલિંગ થી શબ્દને લઇને નિષ્પન્ન થયા હોવાથી નિત્યસ્રીલિંગ ગણાય, માટે તેમનાથી પરમાં રહેલા ડિપ્ પ્રત્યયના આ સૂત્રથી તે આદિ આદેશ થઇ શકવાથી આધ્યે અને પ્રધ્યે પ્રયોગ કરી શકાય છે.