________________
અંતે મારા વ્યાકરણના અભ્યાસમાં તેમજ અનુવાદમાં મારા ઉપકારી અને સહાયકોને યાદ કરું તો તેમાં સૌ પ્રથમ દેવ-ગુરૂ-ધર્મ છે, કે જેમની અનહદ કૃપાથી મને વ્યાકરણ ભણવાનો ક્ષયપામ તેમજ અનુવાદ કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થયું. ત્યારબાદ અપ્રતિમ પ્રતિભાના સ્વામી કલિકાલસર્વજ્ઞશ્રનો ઉપકાર છે. કેમ કે તેમણે આ વિદ્વત્તાપૂર્ણ વ્યાકરણની રચના કરી, તો હું એને ભણી શક્યો અને અનુવાદ કરી શક્યો. પછી સતત અમારા હિતને ઇચ્છતા મારા મોટા ગુરૂદેવ ૫. પૂ. પંન્યાસપ્રવર શ્રી યુગપ્રભ વિ.મ.સા.નો ઉપકાર છે કે જેમણે સદાને માટે અમને અભ્યાસની બાબતમાં અને અનુવાદના કાર્યમાં પ્રેરણા-પ્રોત્સાહન અને અનુકૂળતા કરી આપી છે. જીવનમાં નિરંતર ગુણવિકાસ થતો રહે અને દોષો ઘર કરી ન જાય તેની સદા જેઓશ્રીએ કાળજી રાખી છે, અને સતત જેઓશ્રી શાસ્ત્રાભ્યાસમાં રત હોય છે તેવા મારા ગુરૂદેવ પ.પૂ. મુનિરાજશ્રી સંયમપ્રભ વિ.મ.સા. ના ઉપકારની તો વાત જ શું કરવી? કેમ કે અદાવધિ મારું જીવન-ઘડતર તેમજ જે કાંઇ શાસ્ત્રાભ્યાસ થયો છે તે તેમની નિશ્રાએ જ થયો છે. આ અનુવાદના કાર્યમાં પણ જે કોઇ દુર્ગમ સ્થળો કે જે મને ઘણી મહેનતે પણ નહોતા ઉકેલાતા તે તેઓશ્રીની સહાયથી ઉકેલાયા છે. શ્રાદ્ધવર્ય પંડીતપ્રવર શ્રી રાજુભાઈ સંઘવી (ડીસા) કે જેઓ વ્યાકરણ, કર્મગ્રંથાદિના અધ્યાપન વિષયક ખૂબ સારું કૌશલ્ય ધરાવે છે, તેમની પાસે મારો ૩.૨ અધ્યાય સુધીનો લઘુવૃત્તિનો અભ્યાસ થયો છે. આ બધા ઉપકારીઓની સાથે સ્વ-પરવ્યાકરણના ગ્રંથકારો અને ટીકાકારો કે જેમનું સાહિત્ય અને અનુવાદમાં સહાયક નિવડ્યું છે તેમને પણ યાદ કરી વિરામ પામું છું. જિનાજ્ઞા વિરુદ્ધ કાંઇ લખાણ થયું હોય તો મિચ્છામિ
દુક્કડ.
ગુરૂચરણસેવી
મુનિ પ્રશમપ્રભવિજય