________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન
૭૬
અર્થાત્ જેના અવયવગત સંખ્યાની પરિગણના થતી હોય તેવો બહુવ્રીહિ છે. તેથી તેની 'તૃતીયા અને યસ્ય' આ પ્રમાણેની વિગ્રહ અવસ્થાના અવયવભૂત તૃતીયા (વિભક્તિ)નો અન્યપદાર્થ રૂપ સમુદાયમાં અંતર્ભાવ થવાથી તેનું આ સૂત્રથી થતા કાર્યમાં ગ્રહણ થશે. એટલે જેમ ‘તન્વર્ઝમાનવ' તદ્ગુણસંવિજ્ઞાનબહુવ્રીહિ(A) સ્થળે આનયન ક્રિયારૂપ કાર્યમાં અન્યપદાર્થ રૂપ રાસભની સાથે બહુવ્રીહિ સમાસના અવયવભૂત કર્ણનો પણ અન્વય થાય છે, તેમ ‘તૃતીયાન્તઃ ’ બહુવ્રીહિસમાસ પણ તદ્ગુણસંવિજ્ઞાનબહુવ્રીહિ હોવાથી અન્યપદાર્થ રૂપ ‘પદની’ સાથે બહુવ્રીહિના અવયવભૂત તૃતીયા વિભક્તિનો પણ આ સૂત્રથી થતા સર્વાદિત્વના નિષેધ કરવા રૂપ કાર્યમાં અન્વય થશે. તેથી આ સૂત્રમાં માત્ર અન્યપદાર્થ રૂપ જે ‘પદ’ તેનો જ પૂર્વ અને અવર નામોને સર્વાદિત્વનો નિષેધ કરવા રૂપ કાર્યમાં અન્વય નહીં થાય, પણ બહુવ્રીહિના અવયવભૂત તૃતીયા વિભક્તિ સહિતના પદનો (તૃતીયાન્ત પદનો) અન્વય થશે. તેમ થતા સૂત્રવૃત્તિ ‘તૃતીયાન્તઃ’ પદને ‘ગમ્યય૫:૦ ૨.૨.૭૪'સૂત્રથી કર્મ અર્થમાં પંચમી વિભક્તિ થતા વ્યપેક્ષા સ્થળે સૂત્રનો અર્થ ‘અર્થદ્વારાએ(B) કરીને તૃતીયાન્ત પદને આશ્રયીને (વ્યધિકરણત્વેન(C)) વિશેષણ-વિશેષ્યભાવ(D) ગમ્યમાન હોય ત્યારે લૌકિક(E) પ્રયોગને યોગ્ય એવા વાક્યમાં વર્તતા પૂર્વ અને અવર નામોને સર્વાદિત્વનો નિષેધ થાય છે' આમ થશે. તો આ રીતે સૂત્રસ્થ તૃતીયાન્ત શબ્દનો ઉપરોક્ત બન્ને પ્રકારે વિગ્રહ કરવાથી વ્યપેક્ષા અને એકાર્થીભાવવાળા ઉભયસ્થળનો પરિગ્રહ થઇ શકવાથી સૂત્રમાં માસેન પૂર્વીય અને સમાસ પૂર્વકનું માસપૂર્વાય આ બન્ને દૃષ્ટાંતો આપ્યા છે. અથવા પૂર્વોક્ત ઉભયસ્થળે અનુક્રમે તૃતીયાયાઃ અન્તો = વિનાશો યત્ર અને તૃતીયા અન્ને યસ્ય સ વિગ્રહને આશ્રયીને તૃતીયાન્ત પદની નિષ્પત્તિ કરવી, કે જેથી પૂર્વે દર્શાવ્યા મુજબ પંચમી વિભક્તિ કરતા માક્ષેન પૂર્વાય અને માસપૂર્વાય ઉભય પ્રયોગસ્થળે સૂત્રની પ્રવૃત્તિ થતા પૂર્વ નામને સર્વાદિત્વનો નિષેધ થઇ જશે. હજુ પણ આ અંગે બૃ.ન્યાસમાં વિશદ ચર્ચા દર્શાવી છે, તે સ્વયં બૃ.ન્યાસ થકી જાણી લેવી.
(A) તદ્ગુણસંવિજ્ઞાન અને અતગુણસંવિજ્ઞાન બહુવ્રીહિ અંગે જાણવા ‘૧.૪.૭’ સૂત્રનું વિવરણ જોવું. (B) અહીં જો ‘અર્થદ્વારાએ કરીને' ન લખવામાં આવે તો કોઇ ‘તૃતીયાન્ત’ એવા શબ્દનું ગ્રહણ કરી લે અને તેથી ‘ ‘તૃતીયાન્ત’ શબ્દથી જ પરમાં રહેલ પૂર્વ અને અવર નામોને આ સૂત્રથી સર્વાદિત્વનો નિષેધ થાય છે' એવું સમજે. તો તૃતીયાન્ત પદથી જણાતા સઘળાય તૃતીયા વિભત્યન્ત પદોનું આ સૂત્રમાં ગ્રહણ થાય છે, તેમ જણાવવા અહીં ‘અર્થ ધારાએ કરીને’ આ પ્રમાણે લખ્યું છે.
(C) વિશેષણ-વિશેષ્યભાવ બે પ્રકારે હોય છે. (i) બન્ને પદો એક સરખી વિભક્તિમાં વર્તતા સામાનાધિકરણ્યેન વિશેષણ-વિશેષ્યભાવ હોય છે. જેમકે નીલં મમ્ અને (ii) પદો એકસરખી વિભક્તિમાં ન હોય ત્યારે વ્યધિકરણત્વેન વિશેષણ-વિશેષ્યભાવ હોય છે. જેમકે માત્તેન પૂર્વઃ વ્યધિકરણ વિશેષણ-વિશેષ્યભાવ સ્થળે પ્રથમાન્ત મુખ્ય નામ વિશેષ્ય ગણાય અને તદિતર બધાજ નામો તેના વિશેષણ ગણાય.
(D) અહીં વિશેષણ-વિશેષ્યભાવની વાત તૃતીયાન્ત પદને પૂર્વ અને અવર નામની સાથે વ્યપેક્ષા સામર્થ્ય હોય ત્યારે સૂત્રપ્રવૃત્તિ થાય એ જણાવવા કરી છે. કારણ વ્યપેક્ષા એટલે પૃથાર્થાનાં પવાનામ્ આાક્ષાવશાત્ પરસ્પરસમ્બન્ય: અને વિશેષણ-વિશેષ્યભાવવાળા પદોને આકાંક્ષાને આશ્રયીને પરસ્પર સંબંધ હોય જ છે. તેથી ત્યાં વ્યપેક્ષા સામર્થ્ય હોવાનું જ.
(E) પ્રયોગ બે પ્રકારે હોય છે. લૌકિક અને અલૌકિક. (a) માસેન પૂર્વાય આ લૌકિક પ્રયોગ છે જ્યારે (b) માસ + ટા પૂર્વ + કે આ અલૌકિક પ્રયોગ છે.