________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ૭૦.
સમાધાન - અહીં વસ્ત્રાન્તર અને વસનાન્તર આ ઉભય શબ્દો સમાન અર્થવાળા નથી. કારણ કે વસ્ત્ર શબ્દ પરિધાન કરવામાં આવતા પટાદિનો વાચક છે, જ્યારે વસન શબ્દ વસતિ પત્ર = વસન આમ રVISધારે ૧.રૂ.૨૬' સૂત્રથી આધારર્થમાં થયેલ મન પ્રત્યયાત આવાસ (ઘર) નો વાચક શબ્દ છે. તેથી ઉભય શબ્દના અર્થ ‘વસ્ત્ર છે આંતરુ (વ્યવધાન) જેઓને’ અને ‘આવાસ છે આંતરુ જેઓને આ પ્રમાણે ભિન્ન થશે. અથવા બીજી રીતે વસન શબ્દને જો વસ્ય યત્ તત્ = વસન અથવા વેચતે તેને = વસન આમ આચ્છાદન અર્થક વર્ (મિ) ધાતુથી નિષ્પન્ન માનીને વસ્ત્ર શબ્દના સમાન અર્થવાળો ગણીએ તો પણ એક પ્રયોગ સ્થળે અત્તર શબ્દનો અર્થ ‘આંતર (વ્યવધાન) અને બીજા પ્રયોગ સ્થળે મન્તર શબ્દનો અર્થ ‘વિશેષ' આ પ્રમાણે ભિન્ન છે. તેથી ‘વસ્ત્ર છે આંતરુ જેઓને’ અને ‘વસ્ત્ર છે વિશેષ જેઓને આ પ્રમાણે ઉભયસ્થળે અર્થ ભિન્ન થવાથી વસ્ત્રાન્તર અને વનીન્તર શબ્દોની એકશેષ વૃત્તિ થવાની પ્રાપ્તિ જ નથી. તેથી ઇતરેતરન્દ સમાસ કરવો જ યુક્ત છે.
શંકા - આ સૂત્રથી નસ્ નો આદેશ કરવા પ્રત્યય સંબંધી નામ ન કારાન્ત, સર્વાદિ સંજ્ઞક તેમજ સર્વાદિ એવું તે નામ ધન્ધસમાસમાં વર્તતું હોવું જોઇએ. તો વસ્ત્રાન્તરવસનાન્તર : આ વિરુદ્ધદષ્ટાંતસ્થળે ન પ્રત્યય આ કારાન્ત વસ્ત્રાન્તરસનાન્તર નામ સંબંધી છે. પરંતુ તે સર્વાદિ અન્તર શબ્દ સંબંધી નથી, તેમજ સર્વાદિ અખ્તર નામ ધન્ધસમાસમાં નથી વર્તતું, કેમકે તે બહુવ્રીહિસમાસમાં વર્તી રહ્યું છે. તેથી ચંગવૈકલ્ય() આવે છે. તો તમે યંગવિકલ એવા વસ્ત્રાન્તરવસનાન્તર: ને વિરુદ્ધ દષ્ટાંત રૂપે કેમ દર્શાવો છો ?
સમાધાનઃ- અહીંચગવિકલતા નથી. અન્તર શબ્દ બહુવ્રીહિમાસમાં વર્તતો હોવા છતાં વન્દ્રસમાસમાં પણ વર્તી રહ્યો છે. કેમકે જો બહુવ્રીહિસમાસ પામેલું નામ ધન્ધસમાસમાં વર્તતું હોય તો તેનો અવયવ પણ વન્દ્રસમાસમાં વર્તતો ગણાય. તેથી અહીં વસ્ત્રાન્તર અને વસનાન્તર આ બન્ને બહુવતિસમાસ પામેલાં નામો વિન્દ્રસમાસમાં વર્તતા હોવાથી તેમના અવયવભૂત સવદિ અન્તર શબ્દ પણ ધુન્દસમાસમાં વર્તતો ગણાય. આમ દ્વચગવૈકલ્પ ન આવવાથી વસ્ત્રાન્તરવસેનાન્દરા: ને વિરુદ્ધ દષ્ટાંત રૂપે દર્શાવી શકાય.
(5) શબ્દપ્રધાન દ્વન્દસમાસમાં ઉભયશબ્દો (= પદો) પ્રધાન હોય છે. તેથી ઉત્તરપદ રૂપે વર્તતા સર્વાદિ શબ્દોના સર્વાદિત્વનો નાશ ન થતો હોવાથી સર્વાદિ એવા તે ઉત્તરપદ સંબંધી નસ્ પ્રત્યયને નસ રૂ. ૨.૪.૨' સૂત્રથી આદેશની પ્રાપ્તિ હતી. પરંતુ સર્વાદિ ૨.૪.૨૨' આ ઉત્તરસૂત્રથી શ્વસમાસસ્થળે સઘળાય સર્વાદિ (A) સૂત્રમાં પ્રયોગની સિદ્ધિ માટે જેટલાં નિમિત્તો દર્શાવ્યા હોય તે સઘળાય નિમિત્તો પ્રયોગના અંગ કહેવાય, અને
સૂત્રમાં દર્શાવાતું દષ્ટાંત હંમેશા સર્વાગ સંપૂર્ણ અર્થાત્ એક પણ નિમિત્તથી વિકલ ન હોવું જોઇએ. જ્યારે સૂત્રમાં દર્શાવાતું વિરુદ્ધ દષ્ટાંત કોઇપણ એક જ અંગથી (નિમિત્તથી) વિકલ હોવું જોઇએ. બે કે તેથી અધિક અંગથી વિકલ દષ્ટાન્ત દર્શાવ્યું હોય તો તે કયા અંગની વિકલતાના કારણે વિરુદ્ધ દષ્ટાંત રૂપે વર્તી રહ્યું છે? તેનો નિર્ણય ન થઇ શકે. તેથી તાદશ દષ્ટાંત દયગવિકલ ગણાતું હોવાથી તેને વિરુદ્ધ દષ્ટાંત રૂપે દર્શાવવું ઉચિત ન ગણાય.