________________
૫૮
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન આકાંક્ષાદિમૂલક શકિતવશે પ્રવૃત્તિનિમિત્ત જાત્યાદિધર્મોથી સંયુક્ત પદાર્થ પૂર્વકના વાક્યર્થની પ્રતીતિ કરાવે છે.” હવે આગળની શંકાનું ઉત્થાન અન્વિતાભિધાનવાદી મીમાંસક પ્રભાકરના યોગ્યેતરવિતે વાર્થે પાનાં :' નિયમને આશ્રયીને કરવામાં આવે છે. અર્થ - “યોગ્ય એવા ઇતરપદાર્થથી અન્વિત એવા જ પદાર્થમાં પદોની શકિત હોય છે.')
શંકા - તમે જેમ નિયમ દર્શાવ્યો તેમ આવો પણ એક નિયમ જોવા મળે છે કે “શબ્દો યોગ્ય ઇતરપદાર્થોથી અન્વિત એવા જ પદાર્થોના વાચક બને છે. અર્થાત્ સર્વમિન્ ગો સ્થળે સર્વ શબ્દ “ઓદન’ પદાર્થથી અન્વિત (યુક્ત) એવા જ સાકલ્ય પદાર્થનો વાચક બને છે અને મોન શબ્દ સાકલ્ય” અર્થથી અન્વિત એવા જ “ઓદન” પદાર્થનો વાચક બને છે. જો કે અહીં એવી શંકા થઈ શકે છે કે સર્વ અથવા મોન આ પ્રત્યેક શબ્દ પણ જો સાકલ્યાર્થથી વિશિષ્ટ ઓદન પદાર્થનો વાચક બની શકે એમ હોય તો સર્વાસ્મિન્ ગોવને આમ બન્ને શબ્દોના પ્રયોગની શી જરૂર છે?' પણ તેનું સમાધાન આ પ્રમાણે સમજવું કે કેવળ સર્વસ્મિન્ અથવા કોને પદનો પ્રયોગ કરીએ તો પણ સાકલ્યાર્થથી વિશિષ્ટ ઓદન પદાર્થ વાચ્ય બનવા છતાં પ્રયોગ જોનારને રૂપના સાદગ્ધને કારણે તાદશ વિશિષ્ટ પદાર્થનો બોધ થતો નથી.” આશય એ છે કે સર્વાસ્મિન કોને અને સર્વનિ પટે આદિ સ્થળે સર્વામિન્ પ્રયોગ એકસરખો છે. હવે જો માત્ર સર્વસ્મિન્ પ્રયોગ કરીએ તો પ્રયોગ જોનારને રૂપના પ્રયોગના સ્વરૂપના) સાદશ્યને લઈને શંકા થાય કે વકતા શું અહીંસાકલ્યાર્થથી વિશિષ્ટ ઓદન પદાર્થને જણાવવા માંગે છે ? સાકલ્યાર્થથી વિશિષ્ટ પટ પદાર્થને જણાવવા માંગે છે? કે પછી સાકલ્યાર્થથી વિશિષ્ટ ત્રીજા કોઇને?' અને આવી શંકાને કારણે તેને પદાર્થનો યથાર્થ બોધ થતો નથી. આ જ રીતિ પ્રમાણે કેવળ ગોવને પ્રયોગ અંગે પણ સમજી લેવું. પ્રયોગ જોનારને યથાર્થ બોધ થાય તે માટે સર્વમિન મોરને સ્થળે ઉભય શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. આમ મોને શબ્દ સર્વ શબ્દને સમાનાર્થી બનવાથી રર્વાદિ ગણાતા સર્વમિન્ નમિ પ્રયોગ થવાની આપત્તિ ઉભી જ રહેશે.
સમાધાન - આ આપત્તિને વારવા અમે સૂત્રોકત સર્વારે પદને ગણપાઠ અને વિધિ ઉભયનું વિશેષણ બનાવશું. તેથી સૂત્રનો અર્થ હવે આ પ્રમાણે થશે ‘સર્વપદાર્થોના વાચક બનતા સર્વાદિ ગણપાઠ અન્તર્વર્તી નામો સંબંધી કે પ્રત્યયોના આ આદેશ થાય છે. અહીં સઃ પદને ગણપાઠનું વિશે પણ બનાવવાના કારણે સવદિગણપાઠબાહ્ય સત્ત, વૃક7, ન તેમજ ગોવન આદિ શબ્દો સર્વ વિગેરે શબ્દોને સમાનાર્થી બનવા દ્વારા સકલ પદાર્થના વાચક બને તો પણ તેઓ રાવદિ ગણપાઠ અન્તર્વર્તન હોવાથી તેમને સર્વાદિ નામાશ્રિત કાર્યો નહીં થાય અને સર્વઃ પદને વિધિનું વિશેષણ બનાવવાને કારણે અન્વર્થ સંજ્ઞાનું ગ્રહણ થતા રાવદિ ગણપાઠાન્તવર્તી જે સર્વવિગેરે શબ્દો સકલ પદાર્થોના વાચક બનતા હોય તેમનું જ સૂત્રમાં ગ્રહણ સંભવતા સંજ્ઞા અને ઉપસર્જન રૂપે વર્તતા સર્વાદિ ગણપાઠાન્તર્વત શબ્દો પદાર્થવિશેષના જ વાચક બનવાથી તેમને આશ્રયીને સર્વાદિ નામાશ્રિત કાર્યો અને અંતર્ગશકાય) નહીં થાય. (A) “શ્વેતાઃ .૪.૧૮'સૂત્રમાં ગ્રહણ કરાતા વિગેરે પાંચ શબ્દો વદિ ગણપાઠમાં અંતર્ગણ (પેટાગણ)
રૂપે લીધા છે. જેની વાત આપણે આગળ આ સૂત્રના વિવરણમાં જોઇ ગયા. આથી પડ્યુતો.૪.૧૮' સૂત્રથી થતું ૬ આદેશ રૂપ કાર્ય અનર્ગણ કાર્ય કહેવાય.