________________
૫૨
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન સૂત્રનિર્દિષ્ટ શબ્દને સમાન આકારવાળા દરેક અર્થવાનું શબ્દોનું ગ્રહણ પ્રાપ્ત થાય છે. પણ મુક્યો: ' ન્યાયથી તે દરેક શબ્દો પૈકીગૌણ-મુખ્યભાવ ધરાવનારા શબ્દોમાંના મુખ્ય અર્થવાન શબ્દનું જ ગ્રહણ પ્રાપ્ત થાય છે. અહીં ‘જળમુક્યો: 'ન્યાયથી મુખ્યનું જ ગ્રહણ કેમ થાય ? એવી શંકા ન કરવી. કેમ કે ગૌણ પદાર્થના વાચક રૂપે પ્રવર્તતો શબ્દ મુખ્ય પદાર્થના આરોપ દ્વારા જ પ્રવર્તે છે. જેમકે હમણાં જ આપણે આગળ જોઇ ગયા કે “વાહીક' સ્વરૂપ ગૌણ પદાર્થનો વાચક બનતો જો શબ્દ પોતાના મુખ્ય પદાર્થ “ગાય” માં રહેલ ગોત્વ' જાતિના આરોપ દ્વારા જ પ્રવર્તે છે. અર્થાત્ ગૌણ પદાર્થને મુખ્ય પદાર્થની ગરજ રાખવી જ પડે છે. વળી ગૌણ પદાર્થ અનિયત હોય છે, કેમકે જો શબ્દ જડતા ગુણને લઈને ક્યારેક વાહીક અર્થમાં પ્રવર્તે છે અને સરળતા ગુણને લઇને ક્યારેક સરળ વ્યકિત રૂપ પદાર્થમાં પ્રવર્તે છે. આમ ગૌણ પદાર્થ અનિયત અને મુખ્યની ગરજ રાખતો હોવાથી અને મુખ્ય પદાર્થ નિયત અને કોઇની ગરજ ન રાખતા શીઘપણે ઉપસ્થિત થતો હોવાથી પ્રસિદ્ધિ-અપ્રસિદ્ધિવશે તે બન્ને પૈકી મુખ્યનું જ ગ્રહણ થાય છે. તો હવે ગુણના કારણે પ્રાપ્ત થતા ગૌણ પદાર્થનો વાચક શબ્દ ગૌણ ગણાશે અને જે અર્થ મુખની જેમ પ્રધાન હોય તે મુખ્ય અર્થનો વાચક શબ્દ મુખ્ય ગણાશે, અને સંજ્ઞા શબ્દ પણ ઉપર દર્શાવ્યાનુસારે ગૌણ બનતો હોવાથી ત્યાં જોગમુક્યો:૦' ન્યાય પ્રવર્તવાને કારણે ગણપાઠમાં સંસારમ્’ વચનના નિવેશની કોઈ જરૂર નથી.
સમાધાન- સંજ્ઞાશબ્દ ગુણના કારણે પ્રવર્તતો નથી. દા.ત. કોઈ નવજાત શિશુનું રામ” નામ પાડવામાં આવ્યું, તો રામમાં જેવા પિતૃસેવાકારિત્વ' વિગેરે ગુણો હતા તેવા કોઇ ગુણો શિશુમાં જોવા ન મળવા છતાંય તેનું રામ' નામ પાડવામાં આવે છે. આથી સંજ્ઞાશબ્દ સ્થળે ઉપર દર્શાવ્યા પ્રમાણે ગુણાશ્રિત ગૌણભાવ જ સંભવતો ન હોવાથી ત્યાં પ્રસિદ્ધિ-અપ્રસિદ્ધિ વિશે અધ્યયો' ન્યાય લાગી શકે નહીં (A). તેથી સંજ્ઞામાં વર્તતા સર્વ વિગેરે નામોના સર્વાદિત્યના નિષેધાર્થે ગણપાઠમાં ‘ગસંજ્ઞાયા' વચન મૂકવું અત્યાવશ્યક છે. દષ્ટાંતઃ સર્વા, સર્વા અહીં સર્વ શબ્દ કોઈ વ્યકિતની સંજ્ઞામાં હોવાથી માત્ આદેશ ન થયા, અને ઉત્તરીય યુરવે સ્મૃતિ સ્થળે ઉત્તર શબ્દ મેરુ પર્વતના ઉત્તરભાગવર્તી ઉત્તરકુરૂ' નામના પૃથ્વીના ભાગ વિશેષની સંજ્ઞામાં હોવાથી ત્યાં ને આદેશ ન થયો. (A) નાગેશ ભટ્ટ સંજ્ઞા શબ્દને ગુણના કારણે પ્રવર્તતો સ્વીકારે છે. પ્રસિદ્ધ સંજ્ઞદિપિ તાપ વધ્યા
(રિ. શે. ૨૬)નવજાત શિશુનું ‘રામ' નામ પાડતા ભલે તે શિશુમાં રામને સદશ 'પિતૃસેવાકારિતા વિગેરે ગુણો ન હોય, છતાં ભવિષ્યમાં શિશુમાં રામને સદશ ગુણો ખીલે એવા આશયને અનુસરી તેના માતા-પિતા તેમાં રામને સદશ “પિતૃસેવાકારિતાદિ' અવિદ્યમાન ગુણોનો આરોપ કરી શિશુમાં “રામત્વ' જાતિનો આરોપ કરવા પૂર્વક તેનું “રામ” નામ પાડે છે, આવું તેઓ માને છે. અર્થાત્ સંજ્ઞાશબ્દસ્થળે તેઓ ગૌણ સંજ્ઞીમાં અદ્દભૂત ગુણોનો આરોપ કરી તે આરોપિત ગુણોના સાદગ્યને લઈને સંજ્ઞા શબ્દને ગૌણ સંજ્ઞીના વાચક રૂપે પ્રવર્તતો સ્વીકારે છે.